________________
૩. શ્રી આચાર્યનું સ્વરૂપઃ- પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીનું દમન
કરનાર, ધીર અને ગુણગંભીર, આવા આચાર્યો હોય છે. શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપઃ- રત્નત્રયથી સંયુકત, જિન કચિત પદાર્થના શૂરવીર ઉપદેશક, અને નિઃકાંક્ષભાવ સહિત,- આવા ઉપાધ્યાઓ હોય છે. શ્રી સાધુનું સ્વરૂપઃ- વ્યાપારથી વિમુકત સમસ્ત વ્યાપાર રહિત, ચાર પ્રકારની આરાધનામાં સદા રકત (લીન), નિગ્રંથ અને નિર્મોહ- આવા
સાધુઓ હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ વિ.સં. ૧૯૨૪ના કાર્તકી પૂનમ અને
રવિવાર તા.૯-૧૧-૧૮૬૭ ના રોજ મોરબી રાજયના વવાણીયા બંદરે થયો હતો. શ્રીમદ્ ના પિતાનું નામ રવજીભાઈ પંચાણભાઈ મહેતા હતું. માતાનું નામ દેવબાઈ હતું તેમને એક ભાઈ હતા. તેમનું નામ મનસુખભાઈ હતું તેમને ચાર બહેનો હતા. શ્રી શિવકુવરબાઈ શ્રીમથી મોટા હતા અને ઝબકબાઈ, મેનાબાઈ અને જીજીબાઈ શ્રીમથી નાના હતા. શ્રીમદ્ સંવત ૧૯૪૪ના મહા સુદ ૧૨ના દિને ઝવેરી રેવાશંકર જગજીવનના વડીલબંધુ પોપટલાલ જ. ના સુપુત્રી શ્રી ઝબકબહેન સાથે લગ્નગ્રંથિતી જોડાયા હતા. શ્રીમદ્ પરમશ્રુત-પ્રભાવક મંડળ સ્થાપીને સમયસારાદિ શાસ્ત્રોનું પ્રકાશન થાય તેમ કર્યું હતું. સમયસાર સૌ વાંચે તે અર્થે શ્રીમદે તેનું પ્રકાશન કરાવ્યું હતું. સમયસારની છઠ્ઠી, સાતમા, આઠમી ગાથાઓ તો
આત્મધર્મના ઝાડને પાંગરવાનાં મૂળ છે. શ્રીમાન પંડિતપ્રવર ટોડરમલ્લજી :વિક્રમ સંવતની ૧૮ મી શતાબ્દિના અંતમાં અને
૧૯ મી શતાબ્દિના પ્રારંભમાં સુંઢાર દેશના સવાઈ-જયપુર નગરમાં ખંડેરવાલ કળભૂષણ નિગ્રંથવીતરાગમાર્ગના પરમ શ્રદ્ધાવાન, સાતિશય બુદ્ધિના ધારક અને વિદ્વ૬ જનવલ્લભ પંડિતપ્રવર શ્રી ટોડરમલજીનો ઉદય થયો હતો. તેમના પિતાશ્રીનું નામ જોગીદાસ હતું અને તેમની ખંડેરવાલ દિગંબર જૈન જાતિ તથા ભૌસા (બડજાત્યા) ગોત્ર હતું. આઠ વર્ષની ઉંમરમાં જ પોતાની પ્રખર બુદ્ધિ દ્વારા લોકોને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા હતા.
મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) આદિ ગ્રંથો તો તેમને શ્રવણમાત્રથી જ કંઠસ્થ થઈ ગયા હતા. નાની ઉંમરથી જૈનશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો. જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત્ અભ્યાસ કરી ટીકાસહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર, નિયમસાર, ગોમઢુસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર, પુરુષાર્થ સિદ્ધયુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર તથા શ્રાવક-મુનિના આચારનાં પ્રરૂપક અનેક
શાસ્ત્ર, સુકથાસહિત પુરાણાદિ શાસ્ત્ર વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શ્રીમાળી શ્રીનોમાળી, શ્રી=પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાન લક્ષ્મી તેનો માળી =ધણી,
પૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માની યથાર્થ દશાને પ્રગટ કરનાર, એવો શ્રીમાળીનો
આધ્યાત્મિક અર્થ થાય છે. શ્રેણિક મહારાજ :ચોરાશી હજાર વર્ષ પછી આ ક્ષેત્રે શ્રેણિક મહારાજાનો આત્મા
જગતના અજ્ઞાન અંધકારનો નાશ કરવા હવેની ચોવીશીમાં મહાઐશ્વર્યવંત
પહેલા તીર્થંકર સર્વજ્ઞ ભગવાન થશે, શ્રેણી:પંકિત, હાર, ઓળ, ધોરણ, કક્ષા દરજજો, નગરવાસી લોક શ્રેણીએ શ્રેણીએ ક્રમે ક્રમે, અનુભવ પરંપરાક્રમે શ્રત વાણી, દિવ્ય ધ્વનિ (૨) સૂત્ર. શ્રુત(સૂત્ર) તો જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાન
તરીકે ઉપચારથી જ કહેવાય છે. (જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ) આમ હોવાથી એમ ફલિત થાય છે કે, સૂત્રની ક્ષતિ તે શ્રુતજ્ઞાન છે. હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો “જ્ઞમિ' જ બાકી રહે છે., સૂત્રની જ્ઞપ્તિ કહએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ કાંઈ પૌલિક સૂત્રની નથી, આત્માની છે, સૂત્ર જ્ઞપ્તિના સ્વરૂપભૂત નથી, વધારાની વસ્તુ અર્થાત ઉપાધિ છે, કારણ કે સૂત્રન હોય ત્યાં પણ જ્ઞપ્તિ તો હોય છે. માટે જો સૂત્રને ન ગણીએ તો “જ્ઞમિ' જ બાકી રહે છે, અને તે (જ્ઞતિ) કેવળી અને શ્રુતકેવળીને આત્મઅનુભવનમાં તુલ્ય જ છે. માટે જ્ઞાનમાં શ્રત-ઉપાધિકૃત ભેદ નથી. (૩) શાસ્ત્ર (૪) અક્ષરોથી નીપજેલાં સત્ય અર્થના પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રત છે. જે પણ અનાદિનિધન છે. (૫) સૂત્રરૂપ આગમ, શાસ્ત્ર (૬)