________________
ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્ ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે હયાત ન હતું તે ઉત્પન્ન થયા છે (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્ ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત્ ઉત્પાદમાં જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે, અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્ ઉત્પાદમાં જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે.
સાત-ચિત-આનંદ :સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર. (૨) સમ્યગ્દર્શન
જ્ઞાન-ચારિત્ર (૩) સત્ = ત્રિકાળ હોવાપણું, ચિત્ = જ્ઞાન, આનંદ= સ્વરૂપ રમણતા, સ્થિરતા, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર.
સત્ ચિત્ એ આનંદ :અનંત દર્શન,અનંત જ્ઞાન, અને અનંત સુખથી વિરાજમાન
એટલે શોભે છે.
સાત ઃઓમકારરૂપી વાણી, અહંતદેવની વાણી, દિવ્યવાણી, પરમ આગમ (૨) જે શાસ્ત્રો ન્યાયની કસોટીએ ચડાવતાં અર્થાત્ સમ્યજ્ઞાન વડે પરીક્ષા કરતાં પ્રયોજન ભત બાબતોમાં સાચાં માલૂમ પડે તેને જ ખરાં માનવાં જોઈએ. જ્યારે લોકોની યાદશક્તિ નબળી પડે ત્યારે જ શાસ્ત્રો લખવાની પદ્ધતિ થાય; તેથી લખેલાં શાસ્ત્રો ગણધર ભગવાને ગૂંથેલા શબ્દોમાં ન જ હોય, પણ સમ્યજ્ઞાની આચાર્યએ તેમના યથાર્થ ભાવો જાળવીને પોતાની ભાષામાં શાસ્રરૂપે ગૂંથ્યા હોય અને તે સશ્રુત છે. (૩) ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્થત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે. સત સમત્વરૂપપણું :મધ્યસ્થ નિષ્પક્ષપાતપણું; સત્ પરીક્ષા-પ્રધાનીપણે;
સહણરૂપ.
મ્રુતથી અવિશિષ્ટ :અસ્તિત્વથી અભિન્ન એવો, અસ્તિત્વથી કોઈ બીજો નહિ એવો; સત્તાથી કોઈ જુદો નહિ એવો.
સત્કાર ઃગુણપ્રશંસા
૯૪૦
સત્ય અણુવ્રતમાં પાંચ અતિસાર :મિથ્યા ઉપદેશ, રહાવ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચ સત્ય અણુવ્રતના અતિચારો છે. (૧)
મિથ્યા ઉપદેશ = કોઈ જીવને અભ્યુદય અગર મોક્ષ સાથે સંબંધ રાખવાવાળી ક્રિયામાં સંદેહ ઉત્પન્ન થયો અને તેણે આવીને પૂછ્યું કે આ વિષયમાં મારે શું કરવું ? તેનો ઉત્તર આપતાં સમ્યગ્દષ્ટિ વ્રતધારીઓએ પોતાની ભૂલથી વિપરીત માર્ગનો ઉપદેશ આપ્યો, તો તે મિથ્યા ઉપદેશ કહેવાય છે; અને તે સત્ય અણુવ્રતનો અતિસાર છે. જાણવા છતાં જો મિથ્યા ઉપદેશ કરે તો તે અનાચાર છે. મિથ્યા વિવાદ ઉપસ્થિત થતાં સંબંધને ઉલંઘીને અસંબંધરૂપ ઉપદેશ આપવો તે પણ અતિચારરૂપ મિથ્યા ઉપદેશ છે. રહોલ્યાખ્યાન = કોઈ ખાનગી વાત પ્રગટ કરવી તે. કૂટલેખક્રિયા = પર પ્રયોગના વશે (અજાણતાં) કોઈ ખોટો લેખ લખવો તે.
(૨)
(૨)
(૩)
(૪)
ન્ય અપહાર =કોઈ માણસ કાંઈ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માગતી વખતે તેણે ઓછી માંગી ત્યારે એ પ્રમાણે ઓછું પાછું કહીને તમારૂં જેટલું હોય તેટલું લઈ જાવ એમ કહેવું તે ન્યાસ અપહાર છે.
(૫) સાકાર મંત્રભેદ = હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને પ્રગટ કરી દેવો તે સાકાર મંત્રભેદ છે. વ્રતધારીને આ દોષો પ્રત્યે ખેદ હોય છે તેથી તે અવિચાર છે એટલે
કે ત્યાં વ્રતનો અભાવ જ છે એમ સમજવું.
૧.
૨.
3.
૪.
જૂઠો ઉપદેશ આપવો કે જેથી જીવોનું અહિત થાય, કોઈ સ્ત્રી-પુરૂષની ગુપ્તવાત પ્રગટ કરવી.
જૂઠા લેખ લખવા તથા જુદી રસીદ વગેરે પોતે લખવી, કોઈની થાપણ પચાવી પાડવી,