________________
સચર હરનારું; ફરનારું; જંગમ
સચરાચર :ચેતન અને જડ, ઢંગમ અને સ્થાવર (૨) ચાલતા અને સ્થિર. દ્રવ્યગુણ અને પર્યાય. મતલબ વસ્તુ, એનો ભાવ અને એની દશા-અવસ્થાએ ત્રણેથી કહેવામાં આવતા સમયને (સમસ્ત દ્રવ્યોને) જાણવા દેખવામાં સમર્થ એવા સકળ વિમળ (સર્વથા નિર્મળ) કેવળદર્શનથી ભગવાન સંયુકત છે. સચ્ચિદાનંદ :સત્ + ચિત્ + આનંદ = શાશ્વત જ્ઞાનને આનંદ. શાશ્વત જ્ઞાનને આનંદમય આત્માનું રૂપ છે. (૨) સત્ = ત્રિકાળ હોવાપણું, ચિત્ = જ્ઞાન, આનંદ = સ્વરૂપ રમણતા-સ્થિરતા.
સચ્ચિદાનંદ સ્વરૂપ :સત નામ ત્રિકાળ, ચિત્ત નામ ચૈતન્ય અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. આવા આત્માને જે અંતરંગમાં સ્પર્શીને જાણે છે તેને આનંદ થાય છે, સુખ થાય છે.
સ્ત એટલે શાશ્વત જ્ઞાન અને આનંદ સ્વરૂપ પરિપૂર્ણ વસ્તુ. આવા સતની જેને દ્રષ્ટિ થઇ તે સમ્યદ્રષ્ટિ જીવ છે.
સચ્ચિદાનંદ-સત :ત્રિકાળ હોવાપણું, ચિદ-જ્ઞાન, આનંદ-સ્વરૂપ, રમણતાસ્થિરતા. એ એકસાથે રહેલા ગુણને જુદા જુદા ભેદ પાડીને કહેવા, તે વ્યવહાર છે. ત્રણ ખાનામાં ત્રણ ગુણના જુદા જુદા ભાગલા નથી. જેમ એક ખાનામાં ધાણા, બીજામાં જીરૂ અને ત્રીજામાં હળદર જુદા છે, તેમ આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતા એ ત્રણ જુદા જુદા નથી. છતાં ભેદ પાડીને કહેવું, તે વ્યવહાર છે, ત્રણેનું એકરૂપ તે આત્માનું સ્વરૂપ છે, તે નિશ્ચય છે. સજલ પાણી સહિત.
સજળ મેઘ ઃપાણી ભરેલું વાદળું.
સજ્જન સત્ + જન.
ઝાય સ્તુતિ વગેરેથી ભરેલો સ્તોત્રના રૂપનો જૂની ગુજરાતીનો એક જૈન સાહિત્ય પ્રકાર.
સજાતીય અને વિજાતીય સજાતીય કહેતાં પોતાથી ભિન્ન બીજા આત્માઓ અને વિજાતીય કહેતાં પોતાથી ભિન્ન પુદ્ગલાદિ દ્રવ્યો
જીવન :ચૈતન્યવાળું; જાગ્રતઃ જીવતું;સચેતન
૯૩૮
સજીવન થાય ફરથી જીવંત થાય.
સજીવન મૂર્તિ :ચાર ઘનઘાતી કર્મથી રહિત પૂર્ણ જ્ઞાની (જિનેશ્વર ભગવંત) (૨) આત્માજ્ઞાની; સદ્ગુરૂ; પ્રત્યક્ષ જ્ઞાની; સાક્ષાત્ ચેતન મૂર્તિ; યોગી સત્પુરૂષ; સત્સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ યોગી.
સજોદ :અંકલેશ્વરની બાજુમાં સજોદ ગામ છે ત્યાં પૂ. કાનજી સ્વામી ગયા હતા. બહુ જૂનું ગામ છે. ભગવાનની પ્રતિમા બહુ જૂની છે. આસપાસ નદીના કાંઠે હજારો તાડપત્રોનાં ઝાડ છે. ત્યાં જોવા ગયા હતા. અગાઉ મુનિઓ ત્યાં રહેતા અને ઝાડ પરથી ખરી પડેલા તાડપત્રમાં લખતા અને ત્યાં મૂકી દેતા. કોઈ ગૃહસ્થને ખબર હોય કે મુનિરાજ તાડપત્ર પર લખે છે તો તે લખેલાં તાડપત્રો પડ્યાં હોય તે ઉપાડી લેતાં- આ રીતે સંગ્રહ થઈને શાસ્ત્ર બન્યાં છે. સડકા સબડકા (૨) ઉભરા આવવા. (૩) સબડકો; આંગળાથી પ્રવાહી પદાર્થ મોંમાં લેતાં થતો અવાજ; જોરથી વાયું ખેચાતાં નાકમાં થતો અવાજ. (૪) સબડકો જોરથી વાયુ ખેંચતાં નાકમાં થતો અવાજ, હથેળીના તર્જની સિવાયના આંગળા ભેગાથી, પ્રવાહી ખોરાક મોમાં અવાજ સાથે ચુસવો એ. (૫) સબડકો =આંગળાથી પ્રવાહી પદાર્થ મોંમાં લેતો થતો અવાજ. સત હયાત; હયાતીવાળો; અસ્તિત્વવાળો (૨) આ આત્મા તે વસ્તુ છે તે દ્રવ્ય,
ગુણ, પર્યાય એમ ત્રણે મળીને સ્વયં સત છે. અનંતગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણે થઇને સતનું પૂર્ણ પ છે. બીજી રીતે કહીએ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુકતમૃત. તેમાં ઉત્પાદ-વ્યય તે પર્યાય છે. દ્રવ્ય (અને ગુણ) ત્રિકાળ-ધ્રુવ છે. આ ત્રણ થઇને એક સત છે. તેની અપેક્ષાએ બીજા પર પદાર્થો અસત છે. આત્મા બીજામાં નહિ અને બીજા પદાર્થ આત્મામાં નહિ એ અપેક્ષાએ બીજા પદાર્થોને અમૃત કરી વ્યવહાર કહ્યો છે. (૩) હયાતીવાળું; સત્તાવાળું; અસ્તિત્વવાળું; સતરૂપ (૪) હોતું; હયાત; હયાતીવાળું અર્થાત દ્રવ્ય (૫) દ્રવ્ય; ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય;ગુણપર્યાયપિંડ (૬) હયાતીવાળું; સત્તાવાળું; અસ્તિત્વવાળું; સતરૂપ (૭) હોતું-હયાત-હયાતીવાળું; દ્રવ્ય (૮) અવિનાશી; વિદ્યમાન; હયાત (૯) અસ્તિરૂપ પદાર્થ (૧૦) વિદ્યમાન, હયાત (૧૧) હયાતીવાળું,