________________
જીવને નથી એમ કહે છે. પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના શુભભાવ થાય છે તે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે જેનું એવા શુદ્ધ આત્મામાં નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. કેમ ભિન્ન છે? કેમ કે શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિથી તેઓ ભિન્ન રહે છે. આત્માથી ભિન્ન છે એમ કહીને દ્રવ્ય લીધું અને અનુભૂતિથી ભિન્ન કહીને વર્તમાન પર્યાયની વાત લીધી. ભાઈ! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. શુભભાવ કરીને પણ અજ્ઞાન વડે અનાદિથી જન્મ-મરણના ૮૪ના ફેરામાં ફરી રહ્યો છે. અહીં કહે છે કે જે શુકલેશ્યાના શુભભાવો કરીને નવમી ગ્રેવેયક ગયો તે શુભભાવ પણ વસ્તુમાં આત્મામાં નથી. છતાં શુભભાવથી કલ્યાણ થશે એમ માને છે એ મોટું અજ્ઞાન છે. ભાઈ! અન્ય જીવોની રક્ષાનો શુભભાવ હો કે જે વડે તીર્થકરગોત્ર બંધાય તે શુભભાવ હો-એ સઘળાય શુભભાવ શુદ્ધ જીવવસ્તુમાં નથી કેમ? કેમ કે શુદ્ધ જીવવસ્તુનો અનુભવ થતાં, અનુભૂતિથી તે સઘળાય
શુભભાવો ભિન્ન રહી જાય છે. અનુભવમાં આવતા નથી. પ્રશ્નઃ- શુભભાવ જીવને નથી તો શું જડને છે? ક્ષાયિક ભાવનાં સ્થાનો જીવને નથી
તો શું જડને છે? ક્ષાવિકભાવ તો સિદ્ધને ય છે. સાતમી ગાથામાં કહ્યું કેજ્ઞાનીને દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે.? જડને હોય
૯૨૧ અભેદ, શુદ્ધ ચૈતન્ય ઘનવસ્તુ છે. વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ ઢાળતાં અભેદ વસ્તુ જણાય છે. પણ આ વિશુદ્ધિસ્થાનના ભેદો તેમાં દેખાતા નથી. અહાહા! શુદ્ધ દ્રવ્યને બનાવતાં જે નિર્મળ ધ્યાનની વર્તમાન પર્યાય ઉદિત થઈ એમાં આ વ્યવહારનયના શુભભાવ દેખાતા નથી. શુભભાવ ધ્યાનની અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે શુભભાવ જીવના નથી. તેથી તે લક્ષ કરવા યોગ્ય નથી. વર્તમાન અવસ્થા અંદર ધ્રુવ, અભેદ ચૈતન્ય સામાન્ય તરફ વળતાં ભલે તે અવસ્થામાં આ ધ્રુવ અભેદ ચૈતન્ય સામાન્ય છે. એવો વિકલ્પ નથી પણ એવું જ્ઞાન-શ્રદ્ધાનનું નિર્મળ પરિણમન છે અને તે અનુભૂતિ છે. એ અનુભૂતિમાં શુભભાવના ભેદો આવતા નથી પણ ભિન્ન રહી જાય છે. તી શુભભાવ જીવને નથી એમ અહીં કહ્યું છે. (૨) સમ્યગ્દર્શન જેને હોય. જેને અભેદની દૃષ્ટિ થઈ હોય તેને જ શુભભાવમાં અશુભ રાગ મટે છે. પણ જેને વસ્તુની દષ્ટિ થઈ નથી જે ચૈતન્યનિધાન છે તે નજરમાં આવ્યું નથી તે જીવને શુભભાવ વખતે અશુભભાવ ધટ્યો જ નથી. શુભાશુભભાવ રહિત શુદ્ધ ચૈતન્ય વસ્તુને જામ્યા વિના શુભભાવ વખતે અશુભ ઘટે એમ ત્રણ કાળમાં બનતુ નથી કેમકે તેને મિથ્યાત્વ તો આખું પડયું છે. ભાઈ! ત્રિકાળી પૂર્મ આનંદના નાથને જેણે અનુભવમાં લીધો છે તેને શુબાભાવ વખતે અશુભ ઘટે છે અને તે ક્રમે રાગ ઘટીને નાશ થઈ ઝાય છે. જેમાં રાગ નથી, ભવ નથી ભવના ભાવ નથી, અપૂર્ણતા નથી એવા પૂર્ણ સ્વભાવમય શુદ્ધ ચૈતન્ય ભગવાનના નિધાનને જેમે જોયું છે તેને શુભભાવ વખતે અશુભ ઘટે છે અને તે શુદ્ધ ચૈતન્ય વસ્તુના આશ્રયે શુભભાવને પણ ઘટાડીને કેમ કરી સ્વાશ્રયન પૂર્ણતા કરી મુકિત પામશે. (૩) વિભાવ સ્વભાવ, જડ સ્વભાવ, એ ચૈતન્ય સ્વભાવનથી. (૪) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, સેવા, પૂજા,વ્રત, ભકિત આદિ શુભભાવ છે ને તેનાથી પુણ્યબંધ થાય છે. (૫) વિકારી(આસવ) ભાવ (૬) ચિત્તશુદ્ધ (૭) દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભકિત, અહિંસા, સત્ય, અચૌર્ય, બઆહ્મચર્ય, અપરિગ્રહ આદિ શુભભાવ. (૮) ચૈતન્યસ્વભાવના ગુણના વિકારરૂપ વિટા (૯) મંદિર કરાવાં, પૂજા, ભકિત,દયા,દાન,વ્રત, તપ,સામાયિક, પ્રતિક્રમણ,
છે?
સમાધાનઃ-ભગવાન! જરા ધીરજથી સાંભળ, ભાઈ. જે ભેદો દ્રવ્ય સ્વભાવમાં નથી
એમ કહેવું છે. જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. બાપુ! જ્ઞાનીને એટલે કે જ્ઞાયકભાવમાં આ જ્ઞાન, દર્શન,ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અભેદ ચિત્માત્ર વસ્તુ છે. વળી જ્ઞાન,દર્શન આદિ ભેદનું લક્ષ કરવા જતાં રાગ થાય છે. સ્થી અભેદની દૃષ્ટિ કરાવવા ભેદ નથી એમ કહ્યું છે. જ્ઞાયકની દષ્ટિ થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદો જ્ઞાયકમાં ભાસતા નથી. આવી વાત અભ્યાસ વિના સમજવી કઠણ પડે પણ શું થાય? આ વાતને અંતરમાં બેસાડવા તેને ઉગ્ર પુરુષાર્થ કરવો જોઈએ. પર્યાયમાં જે કાંઈ શુભભાવ-કષાયની મંદતાનાં વિશુદ્ધસ્થાન થાય છે તે બધા પુદ્ગલનાં પરિણામ છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. આત્મા અખંડ,