________________
પાંચમાં ગુણ સ્થાનથી ઉપર અને આઠમા ગુણસ્થાનથી નીચે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનમાં વિરાજમાન હોય છે. શ્રમણ ભગવાન ઃસાધુ ભગવાન અથવા મુનિ ભગવાન શ્રમણઆભાસ :મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનારા. શ્રમણના ચાર પ્રકાર :(૧) ઋષિ, (૨)મુનિ,(૩)મતિ અને (૪) અણગાર. ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અથવા કેવળ જ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે, ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે, અને સામાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
શ્રમણના મૂળગુણ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ
આવશ્યક, કેશલોચ, અસ્નાન, અચેલપણું(નગ્નપણુ), અદંતધાવન, ભૂમિશયન, ઊબા રહીને ભોજન કરવું અને એકવખત ભોજન આ યોગીના અઠ્ઠાવીસ મૂળગુણ છે જે સદા પાળવા યોગ્ય છે.
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત છે, ઈર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન આ પાંચ સમિતિઓના નામ છે. સ્પર્શન, રસના, ઘ્રાણ,ક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયો જેમનો નિરોધ-વશ કરવું અહીં વિવિક્ષિત છે. સામાયિક, સ્તુતિ, વંદના, કાયોત્સર્ગ, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન આ છ પરમ આવશ્યક છે, જેમનું સ્વરૂપ આ બદા મૂળગુણ શ્રમણ દિગંબર જૈન મુનિએ અવશ્ય પાળવા
યોગ્ય છે.
શ્રષણસંઘ :ભ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે :- (૧) ઋષિ, (૨) મુનિ, (૩) તિ અને (૪) અણગાર. (૧) ઋદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે, (૨) અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અથવા કેવળ જ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે, (૩) ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે., (૪) અને સમાન્ય સાધુ તે અણગાર છે. આ પ્રમાણએ ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.
૯૨૫
શ્રમણાભાસ દ્રવ્યલીંગ મુનિપણું (૨) મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવડાવનાર. (૩) મુનિના ગુણો નહિ હોવા છતાં પોતાને મુનિ કહેવરાવનાર.
શ્રમણો :આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ( જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારવાળા છે) (૨) મહાશ્રમણો, સર્વજ્ઞ વીતરાગદેવો (૩) આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓ (૪) આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ (૫) આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ (૬) આચાર્યો, ઉપાધ્યાયો ને સાધુઓ
શ્રમણોપાસક શ્રાવક
શ્રાદ્ધોત્પત્તિ ઃશ્રાદ્ધ એટલે શ્રાવકધર્મ અને ઉત્પત્તિ એટલે પ્રગટતા, શ્રાવકધર્મની
પ્રગટતા
શ્રેમિ મહારાજા :શ્રેણિક મહારાજાનો જીવ આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકરપદ પામશે. જેવા ભગવાન મહાવીર આ ચોવીશીમાં છેલ્લા તીર્થંકર હતા લગભઘ તેવી સ્થિતિ તે કાળે પ્રથમ તીર્થંકરની થવાની છે. તેઓ અત્યારે પ્રથમ નારક ક્ષેત્રમાં ચોરાશી હજાર વર્ષની આષ્ય સ્થિતિથી છે. તેમણે એક મહામુનિની આશાતના કરેલી, તેમના ગાળામાં મરેલો સાપ નાખ્યો તેથી કીડીઓએ મુનિના દેહને કોરી નાખ્યો હતો. ત્યાં રાજાએ વીતરાગી સાધક ધર્મનો અનાદર કર્યો, એ તીવ્ર કષાયનું ફળ નારક ક્ષેત્રમાં આવે તેથી ત્યાંનું આયુષ્ય બંધાયું, તે ક્ષેત્રે તીવ્ર પ્રતિકુળતાના સંયોગો છે. છતાં તેઓ ક્ષાયિક સમકિતી છે તેથી ત્યાં પણ આત્માની શાંતિ ભોગવે છે. ત્રણ કષાય જેટલો રાગ છે તેથી પોતાની નબળાઈ પૂરતું દુઃખ છે, સંયોગથી દુઃખ નથી, ત્યાં આયુષ્ય પૂરું થવા પહેલાં છ મહિને નવું આયુષ્ય બંધાશે. ત્યારે ભવિષ્યમાં છનાર તીર્થંકરઈ માતા પાસે ઈન્દ્રો આવી, નમન કરી રત્નો વરસાવશે, અને જયારે નરકાયું પૂરું થઈ તેઓ માતાના ગર્ભમાં આવછે ત્યારે ઈન્દ્રો માતાની સ્તુતિ કરી મોટો ઉત્સવ કરશે, પછી જન્મ સમયે ઈન્દ્રો ચરણ સેવશે અને વર્તમાન સાક્ષાત તીર્થંકર પરમાત્મા છે એમ ભકિત વડે વીતરાગનું બહુમાન કરશે,