________________
૯૦૫
બધાં નર્થોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ત્યાગ તેનો નાશ કરનાર અને કપટનું ઘર એવા જુગારને દૂરથી જ છોડવો જોઈએ. ખરી રીતે જુગાર રમવો ઘણું જ ખરાબ કામ છે સાત વ્યસનોમાંથી જુગાર જ સૌથી ખરાબ છે. જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાયઃ બધાં પાપોનું આચરણ કરે છે. માટે જુગારનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. તેથી અનર્થદંડ ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. સંસારમાં એવાં નાનાં નાનાં ઘણાં કાર્યો છે કે જેને કરવાથી વ્યર્થ જ પાપનો બંધ કર્યા કરે છે, તેથી બધા મનુષ્યોએ જેનાથી પોતાનું કાંઈ પ્રયોજન નથી એવા વ્યર્થ અનર્થદંડનો ત્યાગ અવશ્ય કરવો-એ તેમનું કર્તવ્ય છે. આ રીતે ત્રણ
ગુણર્વતોનું સમાપ્ત કર્યું. પહેલું સામાયિક શિક્ષાવ્રત
સમસ્ત ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં રાગ-દ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી સમતા ભાવનું અવલંબન કરીને આત્માના
સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળ કારણ સામયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે. સમ એટલે એકરૂપ અને અય એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે સમય થયું એવો સમય જેનું પ્રયોજન છે તેને સમાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક અને દુઃખદાયક પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કરે. અને સામાયિક શિક્ષાવ્રત કહે છે. સામાયિક કયારે અને કેવી રીતે કરવુ તે બતાવે છે -
તે સામાયિક પ્રત્યેક શ્રાવકે રાતના અંતે અને દિવસના અંતે અર્થાત્ પ્રભાતે અને સંધ્યાકાળે અવશ્ય નિયમપૂર્વક કરવું જોઈએ. અને બાકીના વખતે જો સામાયિક કરે તો ગુણ નિમિત્તે જ હોય છે. દોષ નિમિત્તે નહિ. ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે. તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે, નુકશાન કદી પણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપોનો આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવકાર નમસ્તારમંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખગ્રાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું. અને જયારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવવાર નમસ્કારમંત્રનો જાપ, ત્રણ ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણએ કરવી. આ જ સામાયિક કરવાની છૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિસમાન જ છે (સામાયિકને માટે ૨ યોગ્ય ક્ષેત્ર, ૨ યોગ્ય કાળ, ૩ યોગ્ય આસન, ૪ યોગ્ય વિનય, ૫ મનશુદ્ધિ, ૬ વચનશુદ્ધિ,૭. ભાવશુદ્ધિ અને ૮ કાયશુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે. તેમાં ભેદજ્ઞાનપૂર્વક સ્વ સન્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે. ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે