________________
કરવો જોઈએ. કેમ કે એક સાધારણ વનસ્પતિના એક શરીરમાં અનંતાનંત જીવ રહે છે. તેથી જયારે આપણે એક બટેટું ખાઈએ છીએ ત્યારે અનંતાનંત જીવોનો ઘાત કરીએ છીએ.
હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમ કે એક બટેકું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણા શરીર છે. તે બધાં શરીરના પિંડને સ્કંધ કહીએ છીએ.(જેમ આપણું એક શરીર છે) અને તે એક સ્કંધમાં અસંખ્યાત લોકપ્રમાણ અંકુર છે. (જેમ આપણા શરીરમાં હાથ,પગ વગેરે ઉપાંગ છે) અને એક અંડરમાં અસખ્યાત લોકપ્રમાણ પુલવી છે. (જેમ આપણા હાથને આંગળીઓ છે) અને એક પુલવીમાં અસંખ્યાત લોકપ્રવાણ આવાસ છે. (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે.) અને એક આવાસમાં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના શરીર છે. (જેમ એક વેઠામાં અનેક રેખાઓ છે) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ(મુકતાત્મા) ની રાશિથી અનંતગુણા જીવ છે. (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટુકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ.
વિશેષપણે બતાવે છે :
અને ઘણા જીવોના ઉત્પત્તિસ્થાનરૂપ નવનીત અર્થાત્ માખણ ત્યાગ કરવા યોગ્ય છે. અથવા આહારની શુદ્ધિમાં જે થોટું પણ વિરુદ્ધ કહેવામાં આવે છે તે પણ ત્યાગ કરવા યોગ્ય છે.
૯૧૦
ઘણા જીવોને ઉપજવાનું સ્થાન એવું માખણ અને તાજું માખણ તે પણ ત્યાગ કરવા યોગ્ય છે અને આહારનું શુદ્ધિમાં જે કાંઈ નિષિદ્ધ છે તે બધું જ છોડવું જોઈએ. ભાવાર્થ :- આચારશાસ્ત્રમાં જે પદાર્થો અભક્ષ્ય અને નિષેક્ષ્ય બતાવ્યાં છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે ચામડામાં રાખેલ અથવા ચામડાનો સ્પર્શ થયો હોય તેવું પાણી, નળનું પાણી, ચામડામાં રાખેલ યા ચામડાનો સ્પર્શ થયો હોય તેવાં ઘી, તેલ, ચામડામાં રાખેલ હીંગ વગેરે પણ અશુદ્ધ છે. તેથી તે ખાવો નહિ. ૪૮ મિનિટથી વધારે વખત રહેલું કાચું દૂધ, એક દિવસ ઉપરાંતનું દહીં, બજારનો લોટ, અજાણ્યા ફળ, રીંગણા, સડેલું અનાજ, બહું બીજવાળી વસ્તુઓ ખાવી નહિ. મર્યાદા ઉપરાંતનો લોટ ખાવો નહિ.
બત્રીસ આંગળ લાંબા અને ચોવીસ આંગળ પહોળા બેવડા કરેલા સ્વચ્છ જાડા કપડાથી પાણી ગાળીને પૂવું, તે ગાળેલાં કાચા પાણઈની મર્યાદા ૪૮ મિનિટની છે. ગાળેલાં પાણીમાં બે લવિંગ, એલચી, મરી વગેરેનો ભૂકો કરીને નાખવામાં આવે અને તેનું પ્રમણ એટલું હોય કે તે પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ જાય તો તે પાણીની મર્યાદા છ કલાકની છે અને પાણઈનો ઉછાળો આવે તેવું ઉકાળવામાં આવે તો તેની મર્યાદા ૨૪ કલાકની છે. આ રીતે પાણી ના ઉપયોગમાં આચરણ કરવું જોઈએ. પાણીનું ગાળણ જયાંથી પાણઈ આવ્યું હોય ત્યાં મોકલવું જોઈએ. આ રીતે શ્રાવકે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીમાં વિવેક રાખીને ત્યાગ અને ગ્રહણ કરવાં જોઈએ. વિશેષ કહે છે :