________________
(૩) ત્રીજુ શિક્ષાવ્રત-ભોગપભોગપરિમાણ
દેસવ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભાગના પદાર્થો સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારે હિંસા થતી નથી. આ કારણે વસ્તુસ્વરૂપ જાણીને તથા પોતાની શકિત ને પણ જાણીને તે ભોગ અને ઉપભોગને છોડવા. જે એકવાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે, જેમ કે દાળ, ભાત, રોટલી,પૂરી,પાણી,દૂધ,દહીં, પૈડા, જલેબી, પુષ્પ માળા વગેરે બધા ભાગ પદાર્થો છે. જે વારંવાર ભાગવવામાં આવે તેને ઉપભાગ કહે છે. જેમ કે કપડાં, વાસણ,ઘર,મકાન,ખેતર,જમીન,ગાય,બળદ વગેરે બધા ઉપભાગ પદાર્થો છે. શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે તેથી શ્રાવકોએ આ હિંસાના કારણોનો શીધ્ર ત્યાગ કરવો જોઈએ. એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઈચ્છા કરનાર ગૃહસ્થ તે જીવની સાથે સાથે તેને આશ્રયે રહેતા સાધારણ અનંત જીવો છે તે બધાયને મારે છે તેથી સાધારણ અનંતકાયવાળી જેટલી વનસ્પતિ છે તે બધાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ભાવાર્થ : વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો ત્યાગ તો સર્વથા જ કરવો જોઈએ અને યથાશકિત પ્રત્યેક વનસ્પતિનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે અહીં પ્રત્યેક અને સાધારણ વનસ્પતિના સર્વ ભેદ-પ્રભેદપૂર્વક સ્પષ્ટ કથન કરે છે. પાંચ સ્થાવરોમાંથી પૃથ્વીકાય, વાયુકાય અને અગ્નિકાય એ ચારમાં તો નિગોદના જીવ રહેતા નથી, કેવળ એક
વનસ્પતિમાં જ રહે છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ ચે. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે અને જે શરીરના અનંત સ્વામી હોય તેને સાધારણ કહે છે. પ્રત્યેક પણ બે ભેદ છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશ્રયે અનંત જીવ રહેતા હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તેના આશ્રયે અનંત જીવ ન રહેતા હોય તેને અપ્રતિઇકત પ્રત્યેક કહે છે. સાધારણ વનસ્પતિનું લક્ષણ :- જેને તોડતા સમાન ભંગ થાય, જેનાં પાંદડાંઓમાં જયાં સુધી તંદુરેખા અને નસની જાળી નીકળી ન હોય, જેનાં મૂળ,કંદ,કંદમૂળ, છાલ, પાંદડાં, નાની ડાળી, કુલ,ફળ અને બીજમાં તેને તોડતી વખતે સમાનભંગ ન થાય ત્યાં સુધી તે બધી સાધારણ વનસ્પતિ છે અને જયારે તેમનામાં સમાન ભંગ ન થાય ત્યારે તે જ વનસ્પતિ પ્રત્યેક થઈ જાય છે. જો કે સાધારણ વનસ્પતિ અને સર્પતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ એ બંન્નેમાં અનંતા જીવ છે તો પણ સાધારણ વનસ્પતિના શરીરમાં જેટલા જીવ છે તે બધા જ તે શરીરના સ્વામી છે અને તે વનસ્પતિને તોડતાં-કાપતાં તે બધા જીવોનો ઘાત થાય છે અને પ્રતિષ્ઠિત પ્રતયેક વનસ્પતિમાં એક સરીરમાં સ્વામી તો શરીરનો એક જ છે પણ તે શરીરના આશ્રયે અનંત જીવ છે તે બધા સ્વામી નથી અને તે શરીરના સ્વામીના મરવા-જીવવા સાથે તે બધા જીવોના મરવાજીવવાનો કોઈ સંબંધ નથી.બસ એ જ બન્નેમાં ભેદ છે. તેથી ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ અને પ્રતિષ્ઠિત પ્રત્યેકનો પણ ત્યાગ