________________
હવે અહીં કોઈ શંકા કરે કે જો શ્રાવકને પણ મહાવ્રત છે અને મુનિઓને પણ મહાવ્રત છે તો બન્નેમાં તફાવત શું છે
આવે તે આઠ પહોરનો જઘન્ય ઉપવાસ થયો. આ
રીતે ઉપવાસનું વર્ણન પૂર્ણ થયું. ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ :ખરેખર આ દેશવ્રતી શ્રાવકને ભોગ-ઉપભોગના હેતુથી સ્થાવર અર્થાએકેન્દ્રિય જીવોની હિંસા થાય છે પણ ભોગ-ઉપભોગના શ્રાવકોને ભોગ-ઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવર હિંસા થાય છે, કેમ કે ગૃહસ્થ શ્રાવક ત્રસ હિંસાનો તો પૂર્ણ ત્યાગી જ છે. જયારે ગૃહસ્થ ઉપવાસમાં સમસ્ત આરંભ પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવર હિંસા પણ થતી નથી આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય
એ જ રીતે ઉપવાસમાં અહિંસા મહાવ્રતની જેમ બીજાં ચાર મહાવ્રત પણ પળાય છે એ વાત બતાવે છે. ઉપવાસધારી પુરુષને વચનગુમિ હોવાથી જૂઠું વચન નથી, સંપૂર્ણ અદત્તાદાનના ત્યાગથી ચોરી નથી, મૈથુન છોડનારને અબ્રહ્મચર્ય નથી અને શરીરમાં નિર્મમત્વ હોવાથી પરિગ્રહ પણ નથી. ઉપવાસધારી પુરુષને વચનગુમિ પાળવાથી સત્ય મહાવ્રત પળાય છે. દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે. દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રત પળાય છે અને શરીરમાં જ મમત્વ પરિણામ ન હોવાથી પરિગ્રહ ત્યાગ મહાવ્રત પળાય છે. એ રીતે ચારે મહાવ્રત પાળી શકે છે.
તો કહે છે :સંપૂર્ણ હિંસાથી રહિત તે પ્રોષધ ઉપવાસ કરનાર પુરુષ ઉપચારથી અથવા વ્યવહારથી મહાવ્રતપણું પામે છે, પણ ચારિત્રમોહના ઉદયરૂપ હોવાના કારણે સંયમ સ્થાન અર્થાત્ પ્રમત્તાદિ ગુણસ્થાન પ્રાપ્ત કરતો નથી. આ રીતે જેને હિંસા બાકી છે એવો શ્રાવક ઉપચારથી મહાવ્રતપણું પામે છે. ખરી રીતે તે મહાવ્રતની નથી, કેમ કે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી તે શ્રાવક મહાવ્રત સંયમને પ્રાપ્ત થઈ શકતો. નથી. વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવમ ક્રોધ-માન-માયાલોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેમને તે કષાયોનો અબાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે, ખરી રીતે મહાવ્રત નથી, કેમ કે પૂર્ણ સંયમ પ્રમત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી. આ રીતે પ્રોષધોપવાસનું વર્ણન કર્યું. આ પ્રોષધોપવાસ બધા શ્રાવકોએ કરવો જોઈએ, કેમ કે એમાં પાંચે મહાપાપોનો ત્યાગ થઈ જાય છે અને પાંચે ઈન્દ્રિયોના વિષય તથા કષાયોનું દમન પણ થાય છે. જે ગૃહસ્થ કેવળ મોટાઈ માટે જ ઉપવાસ કરે છે અને પોતાના કષાયોનો ત્યાગ કરતા નથી તેમને ઉપવાસ કરવો એ ન કરવા સમાન જ છે.