________________
છે. નિશ્ચય સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક જેણે કયાયની બે ચોકડીનો આભાવ કોર્ય છે તે જીવને સાચાં અણુવ્રત અને સામાયિક વ્રત હોય છે. જેને નિશ્ચય સમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત-અજ્ઞાનમયવ્રત કહેલ છે. શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. સામાયિક કરનાર શ્રાવકને તે સમયે સમસ્ત પાંચે પાપોનો ત્યાગ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવા છતાં પણ મહાવ્રત જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફકત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્ર સહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજુ સુધી પ્રત્યાખ્યાનાવરણ
કષાયોનો ત્યાગ કર્યો નથી. બીજુ શિક્ષાવ્રત-પ્રોષધોપવાસનું સ્વરૂપ
પ્રતિદિન અંગીકાર કરેલ સામાયિક વ્રતની દઢતા કરવા માટે બન્ને પખવાડિયાના અર્ધાભાગમાં જે ચૌદશ અને આઠમ છે તેમાં અવશ્ય ઉપવાસ કરવો જોઈએ. આ પ્રોવધ ઉપવાસ દરેક મહિનામાં ચાર વાર કરવામાં આવે છે, અર્થાત્ દરેક ચૌદશ અને આઠમના દિવસે તે કરવામાં આવે છે, તેનાથી સામાયિક કરવાની ભાવના દઠ રહે અર્થાત્ વિષયકષાયોમાંથી ચિત્ત સદા વિરકત જ રહે છે. તેથી પ્રત્યેક ગૃહસ્થ સામાયિક અવશ્ય કરવું જોઈએ. પ્રોષધોપવાસની વિધિ :ઉપવાસ કરવાના એક દિવસ અગાઉ અર્થાત્ ધારણાના દિવસે સમસ્ત આરંભ છોડીને ચાર પ્રકારના આહારનો
ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો. જેમકે આઠમનો ઉપવાસ કરવાનો છે તો સાતમના બાર વાગ્યાથી ચારે પ્રકારના આહાર (અન્ન, સુખડી, મુખવાસ,પાણી) નો ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો. ઉપવાસના દિવસે કર્તવ્ય :સાતમના દિવસે ઉપવાસ ધારણ કર્યો છે તે શ્રાવક તે જ વખતે એકાંત સ્થાનમાં જઈને હિંદિ પાંચે પાપોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને, પાંચે ઈદ્રિયોના વિષયોથી વિરકત થઈને મને, વચન, અને કાચાને વશ રાખે અર્થાત્ ત્રણે ગુમિનું પાલન કરે. ઉપવાસનો બધો સમય ધર્મધ્યાન વગેરેમાં વિતાવવો જોઈએ. એકાંત સ્થાન વિના ધર્મધ્યાન થઈ શકતું નથી. માટે એકાન્ત સ્થાન ધર્મશાળા, ઐત્યાલય વગેરેમાં વાસ કરે. અને જો મનમાં વિચાર કરે તો ધાર્મિક વાતોનો જ વિચાર કરે, જો વચન બોલે તો ધાર્મિક વાતોનું જ વિવેચન કરે અને જો કાયાની ચેષ્ટા કરે તે પોતાની મર્યાદા પ્રમાણે જ હરે ફરે નિરર્થક હરે ફરે નહિ. આ રીતે ત્રએ ગુતિઓનું પાલન કરે. પછી શું કરે છે તે બતાવે છે. - જેમાં પ્રાતઃકાળ અને સંધ્યાકાળની સામાયિકાદિ ક્રિયા કરીને દિવસ ધર્મધ્યાનમાં લીન થઈને વિતાવીને પઠનપાઠનથી નિદ્રાને જીતીને પવિત્ર પતારી પર રાત્રિ પૂર્ણ કરે. ઉપવાસ સ્વીકારીને શ્રાવક, ધર્મધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમયે સામાયિક વગેરે કરીને ત્રણ પહોર