________________
ચાર શિક્ષાવ્રતોનાં નામ :
સામાયિક, ૨, પ્રોષધોપવાસ,
ભોગપભોગપરિમાણવ્રત અને વૈયાવ્રત. દિવ્રત પ્રસિદ્ધપણે જાણેલા જે મહાન પર્વતાદિ, નગરાદિ અથવા સમદ્રાદિવકે ચારે દિશમાં જિંદગીપર્યંત મર્યાદા બાંધીને ચાર દિશા, ચાર વિદિશા(ઈશાન, અગ્નિ,નૈઋત્ય, અને વાયવ્ય) અને ઉપર તથા નીચે-એ રીતે દશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી અને પછી જિંદગી પર્યંત આ મર્યાદાની બહાર ન જવું તેને દિવ્રત કહે છે અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ચડવાની અપેક્ષાએ ઉપરની દિશા અને કૂવા કે સમુદ્રાદિમાં જવાની અપેક્ષાએ દિવ્રત પાળવાનું ફળ : જે આ રીતે મર્યાદા કરેલી દિશાઓની અંદર રહે છે તે પુરુષને તે ક્ષેત્રની બહારના સમસ્ત અસંયમના ત્યાગને કારણે પરિપૂર્ણ અહિંસાવૃત થાય છે. જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દશે દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહાર અહિંસા મહાવ્રત પળાય છે. માટે દિવ્રત પાળવાથી અહિંસાવ્રત પુષ્ટ થાય
૯૦૩ આ રીતે દિવ્રતમાં કરેલા ક્ષેત્રનું પરિમાણ કરીને તે ક્ષેત્ર બહાર હિંસાનો ત્યાગ થવા છતાં પણ ઉત્તમ બુદ્ધિવાળો શ્રાવક જો તે વખતે બીજા પણ થોડા ક્ષેત્રની મર્યાદા કરે છે તો તે વિશેષપણે
અહિંસાનું આશ્રય કરે છે. જે મનુષ્ય જીવન પર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીનું દિવ્રત કર્યું છે તે કાયમ તો હિમાલય જતો નથી તેથી તે દરરોજ એવી પ્રતિજ્ઞા કરે છે કે આજ હું છપારા ગામમાં જ રહીશ, બહાર નહીં જાઉં તો જે દિવસે તે છપારા સુધીનો ડ નિયમ કરે છે તેને તે દિવસે પારાની બહારના પ્રદેશમાં અહિંયા મહાવ્રતનું પાલન થાય છે. ત્રીજા અનર્થદંડ ત્યાગનામના ગુણવ્રતનું સ્વરૂપ પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને અનર્થદંડત્યાગ વ્રત કહે છે તેના પાંચ ભેદ છે : ૧. અપધ્યાન ત્યાગવત, ૨. પાપોપદેશ ત્યાગવૃત, ૩. પ્રમાદચર્યાત્યાગવત, ૪. હિંસાદાન ત્યાગ વ્રત અને ૫. દુઃશ્રુતિ ત્યાગવત. (૧) અપધ્યાન ત્યાગવત
શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઈત્યાદિ ખરાબ કર્મો કે જે કરવાથી કેવળ પાપ જ છાય છે, તેનું કદી પણ ચિંતવન ન કરવું જોઈએ, એને જ અપધ્યાન અનર્થદંડ ત્યવ્રત કહે છે. ખોટા(ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. તેનો ત્યાગ કરવો તે અપધ્યાન
અનર્થદંડત્યાગ વ્રત છે. (૨) પાપોપદેશ નામના અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપે
દેશવ્રત જે દસે દિશાઓની મર્યાદા દિવ્રતમાં કરી હતી તેમાં પણ ગામ, બજાર, ઘર, શેરી વગેરે સુધી એક દિવસ એક અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અયન, વર્ષ વગેરે નિશ્ચિત કાળ સુધી જવાઆવવાનું પરિમાણ કરીને બહારના ક્ષેત્રથી વિરકત થવું અને જે દેશવ્રત કહે છે. આ દેશવ્રતથી પણ અહિંસા પળાય છે.