________________
શરદ સપ્ટેમ્બર ૨૨મીથી નવેમ્બર ૨૨મી ની ઋતુ આસો અને કારતક બે માસની |
શરદરતુ સપ્ટેમ્બરની ૨૨ થી નવેમ્બરની ૨૨ મી સુધીની ઋતુ શરીર ઔદારિક, વૈકિયિક અને આહારક આ ત્રણ પ્રકારના શરીર છે. શરીરી:દેહી, શરીરવાળો(અર્થાત્ આત્મા) (૨) ઔદારિક, વૈક્રિયિક અને આહારક
એ ત્રણ પ્રકારના શરીર છે. (૩) શરીર છે તે જીવ પુલનાં સંયોગજનિત પર્યાય છે. (૪) શરીરનાં પાંચ પ્રકાર છે. ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કાર્માણ. (૫) પાંચ પ્રકારના શરીર છે તે આત્માને નથી. ઔદારિક એટલે ઉદાર, ઉદાર એટલે પ્રધાન. જેમાં કેવળજ્ઞાન થઈ શકે છે માટે ઔદારિક શરીર તે પ્રધાન શરીર છે. વૈક્રિયિક શરીરમાં કેવળ જ્ઞાન થતું નથી, વૈક્રિયિક શરીર દેવો અને નારકીને હોય છે. વૈક્રિયિક એટલે વિક્રિયા કરે. જુદા જુદા શરીર બનાવી શકે તે દેવાનાં શરીર સુંદર હોય છે અને નારકીનાં વૈક્રિયિક શરીર કાળાં કૂબડાં હોય છે. આહારકે શરીર છ સાતમે ગુણસ્થાને ઝૂલતા નગ્ન દિગંબર કોઈ કોઈ મુનિને તે આહારક શરીરની લબ્ધિ પ્રગટે છે. તે સંત મનુનિને કોઈ શંકા પડે તો શંકાના સમાધાન માટે માતામાંથી એક હાથનું મહાસુંદર પૂતળું નીકળે છે. તે પૂતળું જયાં ભગવાન બિરાજતા હોયત્યાં જાય અને ત્યાં ભગવાનના દર્શન માત્રથી તેને સમાધાન થઈ ઝા, પૂછવું ન પડે તે શરીરને આહારક શરીર કહેવાય. તેજસ શરીરથી પણ આત્મા જુદા છે તેજસ શરીર અનંતા રજકણોની માટી આઠ કર્મના રજકણની મૂર્તિ છે, તે જડ છે, કાર્મણ એટલે કર્મના રજકણનો એક જથ્થો. તે કાર્મણ શરીર નિમિત્તરૂપે આત્માની જોડે છે. આત્માના સ્વભાવમાં નથી. મનુષ્ય અને હોરને ઔદારિક, તેજસ અને કાર્યણ સરીર હોય છે. દેવ અને નારકીને વૈક્રિયિક તેજસ અને કાર્મણ શરીર હોય છે. ઔદારિક , વૈક્રિયિક , આહારક તેજસ અને કાર્પણ તે પાંચ શરીરનો આત્મા કર્તા નથી. તે શરીરની ક્રિયાથી આત્મામાં ધર્મ થાય તેમ નથી. તે શરીર આત્માને ત્રણ કાળમાં મદદ કરે તેમ નથી.
૮૯૭ શરીર નામકર્મ જે કર્મના ઉદયથી, આત્માના ઔદારિકાદિ શરીર બને. શરીર પાંચ પ્રકારના છે :મૌદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને
કાર્માણવર્ગણાયુકત આવે પાંચ પ્રકારના શરીર છે. શરીર સુખ ઈન્દ્રિય સુખ. શરીર શુખ-દુઃખ કરતું નથી. દેવનું ઉત્તમ વૈક્રિયિક શરીર
સુખનું કારણ નથી કે નારકનું શરીર દુઃખનું કારણ નથી. આત્મા પોતે જ
ઈટ-અનિષ્ટ વિષયોને વશ થઈ સુખદુઃખની કલ્પનારૂપે પરિણમે છે. શરીરના પરમાણુ કાર્મણ, તેજસ્ આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ
શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે, પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય સ્થળો જીભ, નાસિકા, ઈત્યાદિ પ્રગટ જણાય છે. જેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા
નથી પણ એ જરૂર છે. શરીરના પાંચ પ્રકાર :ઔદારિકનું વૈક્રિયિક, આહારક, તેજસ અને કાર્માણ. શરીરની અવસ્થા બાળઅવસ્થા એટલે શરીરની કોમળ અવસ્થા યૌવન અવસ્થા
એટલે લોહી માંસની મજબૂત અવસ્થા અને વૃધ્ધાવસ્થા એટલે લોહી
માંસની ઢીલી અવસ્થા. શરીરાદી પદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થપણું પ્રગટ કરે છેઃ- શરીર, વાણી અને મનને હું પર
દ્રવ્યપણે સમજું છું, તેથી તેમના પ્રત્યે મને કાંઈ પણ પક્ષપાત નથી, (તે) બધાંય પ્રત્યે હું અત્યંત મધ્યસ્થ છે તે આ પ્રમાણે :
ખરેખર હું શરીર, વાણી અને મનના સ્વરૂપના આધારભૂત એવું અચેતન દ્રવ્ય નથી, હું સ્વરૂપ-આધાર વિના પણ (અર્થાત્ હું તેમના સ્વરૂપનો આધાર હોયા વિના પણ) તેઓ ખરેખર પોતાના સ્વરૂપને ધારે છે, માટે હું શરીર, વાણી અને મનનો પક્ષપાત છોડી અત્યંત મધ્યસ્થ છું. વળી હું શરીર, વાણી અને મનનું કારણ એવું અચેતનદ્રવ્ય નથી, હું કારણ વિના પણ (અર્થાત્ હું કારણ હોયા વિના પણ) તેઓ ખરેખર કારણવાળાં છે. માટે તેમના કારણપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.