________________
શષ્ટ ગાડું શહેન્દ્રો ઈંદ્રો શકિત સામર્થ્ય, ઈશત્વ(મુકત આત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં
અર્થાત્ તેમનો અમલ કરવામાં સ્વયં સમર્થ છે તેથી તે પ્રભુ છે. (૨) તાકાત, બળ, પ્રભાવ, સામર્થ્ય (૩) સામથર્ય, ઈશત્વ(મુકત આત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં આર્થાત્ તેમનો અમલ કરવામાં સ્વયં સમર્થ છે તેથી
તે પ્રભુ છે.) (૪) સ્વભાવનું સામર્થ્ય શક્તિ અને વ્યક્તિ દ્રવ્ય અને પર્યાયની સંધિ શક્તિઓ સમયસારમાં ૪૭ શકિતનું વર્ણન કર્યું છે. તેમાં દષ્ટિ પ્રધાન હોવાથી
નિર્મળ પર્યાય સહિત ના દ્રવ્ય-ગુણ ને આત્મા ગણી છે. રાગને આત્મા ગયો જ નથી જયારે પ્રવચનસારમાં ૪૭ નયોનું વર્ણન છે તે જ્ઞાનપ્રધાન કથન હોવાથી સાધકને વર્તતો રાગ તે પણ પોતાનું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે તેમ કહ્યું છે. ઉપાદાન-નિમિત્તના દોહા પણ ૪૭ છે અને જ્ઞાનવરણ-દર્શનાવરણ મોહનીય. અંતરાય એ ચાર ઘાતી કર્મની પ્રવૃત્તિઓ પણ ૪૭ છે. એ ૪૭ પ્રકૃત્તિનો નાશ ૪૭ શકિતના (શકિતભૂત દ્રવ્યના)
આશ્રયે થાય છે. શક્તિની ઉત્સુકતા પરમ શુદ્ધતા શક્તિની ઉત્સુકતા રોકાઈ ગઈ છે ઈન્દ્રિયસુખરૂપે પરિણમનાર આત્માને જ્ઞાનદર્શન
વીર્યાત્મક સ્વભાવની ઉત્કૃષ્ટ શકિત રોકાઈ ગઈ છે અર્થાત્ સ્વભાવ અશુદ્ધ
થયો છે. શણાવવું મટાડવું
:પર, દુશ્મન થત-સાહસ-કોટિઃ (૧) ૧૦૦x૧૦૦૦x૧૦૦૦૦૦૦૦=૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦.
(એક હજાર અબજ). (૨) ૧૦૦×૧૦૦૦x૧૦૦૦૦૦૦૦
(સો ગુણયા હજાર ગુણ્યા એક કરોડ)
શબ્દ : શબ્દના બે પ્રકાર છે.
(૧) પ્રાયોગિક અને (૨) વૈઋસિક. પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો શબ્દ તે પ્રાયોગિક
છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો શબ્દ તે વૈઋસિક છે. અથવા નીચે પ્રમાણે પણ શબ્દના બે પ્રકાર છેઃ (૧) ભાષાત્મક અને
અભાષાત્મક. જેમાં ભાષાત્મક શબ્દ દ્વિવિધ છે-અક્ષરાત્મક અને અનક્ષરાત્મક, સંસ્કૃત પ્રાકૃતાદિભાષારૂપ તે અક્ષરાત્મક છે અને ઈન્દ્રિયાદિક જીવોનો શબ્દરૂપ તથા (કેવળી ભગવાનના) દિવ્ય ધ્વનિરૂપ તે અનક્ષરાત્મક છે. અભાષાત્મક શબ્દ પણ દ્વિવિધ છેપ્રાયોગિક અને વૈઋસિક, વીણા, ઢોલ, ઝાંઝ, વાંસળી વગેરેથી ઉત્પન્ન થતો તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો તે
વૈઋસિક છે. કોઈપણ પ્રકારનો શબ્દ હો પરંતુ સર્વ શબ્દનું ઉત્પાદન કારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ જ છે, તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપણે પરિણમે છે, જીભ, ઢોલ, મેઘ વગેરે માત્ર નિમિત્તભૂત છે. આખા લોકમાં સર્વત્ર વ્યાપેલી અનંત પરમાણુમથી શબ્દ યોગ્ય વણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમતી હોવા છતાં પવન-ગળું-તાળવું-જીભ-હોઠ, ઘંટ-મોગરી વગેરે મહા સ્કંધોનું અથડાવું તે બહિરંગકારણ સામગ્રી છે અર્થાત્ શબ્દરૂપ પરિણમનમાં તે મહાત્કંધો નિમિત્તભૂત છે તેથી તે અપેક્ષાએ (નિમિત્ત-અપેક્ષાએ) શબ્દને વ્યવહારથી અંધજન્ય કહેવામાં આવે છે. જેવી રીતે પરમાણુમાં ગંધાદિગુણ ભલે અવ્યકતપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણુમાં શબ્દ પણ અવ્યકતપણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યકતપણે કે અવ્યકતપણે બિલકુલ હોતો જ નથી.