________________
૮૮૩
વિસ્કંપમ :વિસ્તાર વિષકુંભ ઝેરનો ઘડો. ત્રણ કક્ષાયના અભાવસ્વરૂપ વીતરાગતા જેમને અંતરમાં
પરિણમી છે. પ્રચુર સ્વસંવેદન નિરંતર વર્તી રહ્યું છે એવા પ્રશાંતમૂર્તિ વીતરાગ મુનિરાજને પણ પ્રમત્ત દશામાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના વગેરેનો ભગવાનના દર્શન કરવાનો -ભગવાન સાક્ષાત્ ન હોય તો જિનમંદિરે જઈ જિન પ્રતિમાનાં દર્શન-સ્તવન વગેરેનો વિકલ્પ આવે છે તે વિકલ્પરૂપ
શુભરાગ પણ દુઃખરૂપ છે. તેને વિષકુંભ -ઝેરનો ઘડો કહ્યો છે. વિષ્ઠભ :વિસ્તાર, વિષ્ઠભક્રમ =વિસ્તારક્રમ વિષ્ઠભકમ વિસ્તારનો ક્રમ વિષણું રાગ-દ્વેષ મોહરૂપ વિકાર રહિત પોતાના શુદ્ધ સ્વભાવને ટકાવે અથવા
વિભાવથી પોતાને બચાવે. નિજગુણની રક્ષા કરે તે દરેક સમયે પોતાના
અનંતગુણ સામર્થ્યની સત્તાથી નિજ ધ્રુવશકિત (સદશ અંશ) ને સળંગ ટકાવી
રાખનાર હોવાથી દરેક આત્મા સ્વભાવે વિષ્ણુ છે. વિશદ્ધ મંદકષાયરૂપ પરિણામ વિશુદ્ધ છે. વિષમ દારુણ, ભયાનક, આપત્તિજનક (૨) અવળું, ઊલટું, વિપરીત, દારુણ,
ભયાનક, સમાંતર નહોય તેવું અસમ, વલક્ષણ, જેમતેમ (૩) જેમતેમ (૪) અસમાન જાતિના (૫) મૂર્ત, અમૂર્ત, આદિ અસમાન જાતિના પદાર્થો, હાનિવૃદ્ધિ (૬) મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના (૭) અસમાન જાતિના (મૂર્ત-અમૂર્ત આદિ) (૮) અસમાન જાતિના પદાર્થો (૯)
દુઃખદાયક, હાનિ વૃદ્ધિ સહિત, અસ્થિર વિષમ આત્મા એક પ્રતિ ઈષ્ટપણું, બીજા પ્રત્યે અનિરુપણું તે વિષમ. વિષમતા ઈટાનિષ્ટ સંયોગોમાં હર્ષશોકાદિ વિષમ પરિણામો નું અનુભવવું તે
વિષમતા છે. વિષધ્યાત્મા વિષમ આત્મા એક પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ, બીજા પ્રત્યે અનિટ બુદ્ધિ એમ
વિષમ બુદ્ધિ રાખનારો માત્ર એક વિષમાત્મા જ દુઃખનું કારણ છે. વિષય આધાર (૨) યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વસ્તુઓ છે, (૩) ધ્યેય (૪)
આત્માનું લક્ષ છોડી, પરનું લક્ષ કરવું, તેમાં ઈષ્ટ-અનિષ્ટરૂપ વૃત્તિ તે વિષય
છે. (૫) લક્ષ્ય (૬) લક્ષ, ને લક્ષ એટલે ધ્યેય, ધ્યેય એટલે સાધ્ય. (૭) શબ્દ, રસ, રૂપાદિ (૮) કર્મ (૯) ઈન્દ્રિય. (૧૦) ધ્યેય (૧૧) પર વસ્તુ પ્રત્યે રાગદ્વેષ-મોહવાળો ભાવ તે વિષય. પર વસ્તુ વિષય નથી. વસ્તુ તો વસ્તુ જ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં વિષય નથી, પણ તેના પ્રત્યેનો રાગબાવ તે વિષય છે. આનું રૂપ સુંદર છે, ઠીક છે, એમ માની ત્યાં જ્ઞાન સ્વરૂપી આત્મા રૂપસંબંધી રાગ કરે તે રૂપસંબંધી વિષય છે. તેમ ગંધ, રસ, અને સ્પર્શનું સમજવું પર દ્રવ્ય ઉપર લક્ષ કરી જીવ રાગ-દ્વેષ કરે ત્યારે પર દ્રવ્ય વિકારનું નિમિત્ત હોવાથી ઉપચારથી પર દ્રવ્યને વિષય કહેવાય છે. જ્ઞાન ભાવે પર દ્રવ્યને જાણે તેમાં રાગ-દ્વેષ ન કરે તો તે પર દ્રવ્ય શેય કહેવાય છે. સ્વપદાર્થનું લક્ષ કરે તે સ્ત્ર વિષય છે. સ્વનું લક્ષ કરે તો જીવને રાગ-દ્વેષ ન થાય. (૧૨)
લક્ષ, ને લગ્ન એટલે ધ્યેય, ધ્યેય એટલે સાધ્ય વિષય કષાયની સતત વિટંબણામાંથી છૂટવાં સાધન શું ? :વિષય-કષાયનો પ્રેમ
છોડવો-રૂચિ છોડવી, વિષય-કષાયના રાગથી ચેતન્યનું બંદજ્ઞાન કરવું તે
વિષય કષાયની સતત વિટંબણાથી છૂટવાનું સાધન છે. વિષય પ્રતિબંધ વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું (દર્શન અને જ્ઞાનના વિષયમાં મર્યાદિતપણું હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે. વિષયગ્રામ ઈન્દ્રિયવિષયોનો સમૂહ વિષયનો નાથ વેદનો અભાવ-ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે
વિષયની મંદતા હોય છે. ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. વિષયપ્રતિબંધ વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું(દર્શન અને જ્ઞાનના
વિષયમાં મર્યાદિતપણું હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે. વિષયાતીત :અતીન્દ્રિય, પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (સ્પર્શ, રસ,ગંધ,વર્ણ અને
શબ્દના તથા સંકલ્પ-વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું હોવાથી) વિષયાતીત (૨) અતીન્દ્રિય, સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દના તથા સંકલ્પ વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું (૩) અતીન્દ્રિય (૪) અતીન્દ્રિય, પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી સ્પર્શ, રસ, ગંધ,વર્ણ અને શબ્દના તથા સંકલ્પ-વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું.