________________
૮૮૭
વીતરાગની વાણી ચારે કોરથી પરથી સંયોગથી, નિમિત્તથી અને રાગથી આત્માને
ભિન્ન બતાવી ઉદાસીનતા પ્રેરે છે. વીતરાગભાવ:સ્વભાવનું અવલંબન અને નિમિત્તની ઉપેક્ષાને વીતરાગભાવ છે. વીતરાગત :વીતરાગની વાણી, વીતરાગ પ્રણીત શાસ્ત્રો. વીતરાગી પ્રતિમા :વીતરાગની મૂર્તિ હથિયાર, વસ્ત્ર, માળા, અલંકાર અને પરિગ્રહ
એ પાંચ દોષ રહિત હોય છે. તે નગ્ન, સુંદર, શાંત, ગંભીર અને પવિત્ર વીતરાગનો જ ખ્યાલ આવે તેવી હોય છે. તટાકાર ભગવાનનું જે
પ્રતિનિધિત્વ જણાવે એવી પ્રતિમાને વીતરાગની વીતલોભ કોઈપણ કાર્ય ઉદયાધીન પણ થતું હોય ત્યારે તેમાંથી કોઈપણ જાતનો
લાભ લેવાનો હેતુ ન હોય. મુનિ વિહાર કરે, જ્ઞાનદાન કરે કે અન્ય કોઈ કાર્ય કરે ત્યારે તેમાંથી માન, પૂજા, સત્કાર આદિ કોઈપણ લાભ લેવાની લેશ પણ ઈચ્છા કર્યા વિના તે કાર્ય કરવું તે. વીતલોભ પણે કાર્ય કર્યું ગણાય. પ્રત્યેક
વસ્તુ સંયમના હેતુથી થવી જોઈએ. એવી ભાવના છે. વીર વિક્રાન્ત, પરાક્રમાં, વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ-પરાક્રમ કોર,
કર્મશત્રુઓ પર વિજય મેળવે તે વીર છે. વિશેષ પ્રેરે તે વીર એટલે પોતાના વીર્યને વિશેષ પ્રેરે -સ્વભાવ સન્મુખ કરે તે વીર છે. (૨) વીર એટલે વિક્રાન્ત (પરાક્રમ) ભગવાન વીર વિક્રાન્ત પરાક્રમ છે. શામાં પરાક્રમા છે ? કે મોહરાગ-દ્વેષ જીતવામાં તેઓ અતુલ પરાક્રમ છે. (૩) શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ , શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ ભગવાન મહાવીરના
નામોથી યુકત છે. વીર વિકાન્ત :પરાક્રમા, વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ-પરાક્રમ ફોરવે.
કર્મશત્રુઓ પર વિજય મેળવે તે વીર છે. વીરજનની શૂરવીરને જન્મ આપનારી, શૂરવીરની માતા વીર્ય આત્મામાં વીર્ય નામનો ગુણ છે. સ્વરૂપની રચના કરવી એ એનું કાર્ય છે.
રાગને રચવો કે દેહની ક્રિયા કરવી એ એનું સ્વરૂપ' ત્રણ કાળમાં નથી. આવા પરિપૂર્ણ વીર્યગુણથી પુરુષાર્થ ગુણથી ઠસોઠસ ભગવાન આત્મા ભરેલો છે. વીર્યગુણનું કાર્ય આનંદ આદિ શુદ્ધ નિર્મળ પર્યાયને રચવાનું છે. રાગને રચે
એ તો નપુંસકતા છે, એ આત્માનું વીર્ય નહિ. રાગ એ સ્વરૂપની ચીજ નથી. વીર્યગુણને ધરનાર ભગવાન આત્માનું ગ્રહણ કરતાં તે વીર્ય નિર્મળ પર્યાયને જ રચે છે. વ્યવહારને (રાગને) રચે એવું તેના સ્વરૂપમાં જ નથી. (૨) સામર્થ્ય (૩) આત્મબળ (૪) પુરુષાર્થ (૫) આત્માની શકિત-સામર્થ્યને (બળને) વીર્ય કહે છે. (૬) વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે રીતે પ્રકારે પ્રવર્તી શકે છે
(૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય છે. જ્ઞાન દર્શનમાં ભૂલ થતી નથી પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે. જો સમ્યકપણે થાય તો સિદ્ધ પર્યાય પામે. આત્મા કોઈપણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જયાં સુધી યોગો (શરીર) છે ત્યાં સુધી ક્રિયા કરે છે. તે પોતાની વીર્ય શકિતથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. આ જ પ્રમાણે જ્ઞાન દર્શનનું સમજવાનું છે. જ્ઞાનનું કામ જાણવાનું ચે. દર્શનનું કામ દેખવાનું છે. અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. આત્માના જ્ઞાન, દર્શન અને વીર્ય થોડા ઘણાં પણ ખુલ્લા રહેતા હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાછલ હંમેશા રહ્યા
કરે છે. કર્મગ્રંથ વાંચવાથી નિર્ણય સ્પષ્ટ થશે. વીર્ય શકિત સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ આત્મામાં એક વીર્યશકિત છે. જેનું
કાર્ય-સ્વરૂપસ્થિત દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ ઈત્યાદિ ગુણોની નિર્મળ
પર્યાયોની રચના કરવી તે તેનું કાર્ય છે. વીર્યગાણ આત્માની શકિત-સામર્થ્ય(બલ) ને વીર્ય કહે છે. અર્થાત્ સ્વરૂપની
રચનાના સામર્થ્યરૂપ શકિતને વીર્યગુણ કહે છે. અર્થાત્ પુરુષાર્થરૂપ પરિણામોના કારણભૂત જીવની ત્રિકાલી શકિતને વીર્યગુણ કહે છે.