________________
૮૮૪
વિષયી ઈન્દ્રિય જ્ઞાન વિષયો :વિષયભૂત પદાર્થો વિશ્વ વ્યાપાર વિષયોમાં પ્રવૃત્તિ વિષયોથી પરાવત ઈન્દ્રિયોની સહાય વિનાનું તે અતીન્દ્રિય જ્ઞાન છે તે આત્મીય
વિષયોની અભિલાષાનો નિરોધ જે જીવોને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી તેમને ભલે
કદાચિત્ પાંચ ઈન્દ્રિયોના વિષયોનો સંયોગ ન દેખાયો હોય, છે જીવનિકાયની દ્રવ્યહિંસા ન દેખાતી હોય અને એ રીતે સંયોગથી નિવૃત્તિ દેખાતી હોય, તોપણ કાયા અને કષાયો સાથે એકતા માનનારા તે જીવોને ખરેખર પાંચ ઈન્દ્રિયોના વિષયોની અભિલાષાનો નિરોધ નથી, હિંસાનો
જરાય અભાવ નથી અને એ રીતે પરભાવથી બિલકુલ નિવૃત્તિ નથી. વિષયોનો સંગ ઈષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ એ
મોહ છે. વિપર્યય સ્વરૂ૫ :વિપરીત, મિથ્યા સ્વરૂપ વિપર્યાસબુદ્ધિ ગૃહ કુટુંબ, પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતાચા છે અને
તેની પ્રાપ્તિ અપ્રાતિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ વિપર્યાયબુદ્ધિ છે. વિપાક :ઉદય વિષય :આધાર વિષાદ :શોક, ખેદ વિષાયહાર સ્તોત્ર વિષાપહાર નામનું સ્તોત્ર છે. શ્રી ઘનંજય મહાકવિએ આ
સ્તોત્ર રહ્યું છે. કવિના પુત્રને સર્પ કરડ્યો હતો, તેને ભગવાન પાસે લઈ જઈને નાખ્યો અને કવિ પોતે અંદર આત્માની વિચારધારામાં ચડી ગયા અને એમાંથી આ સ્તોત્ર રચ્યું. કુદરતે નિમિત્ત એવું મળી ગયું કે કવિએ તો રાગદ્વેષ વિનાશક ભગવાનની અર્થાત્ નિજ આત્માની ભકિત કરી અને વ્યવહાર જિનેન્દ્ર ભગવાનની ભકિત કરી ત્યાં આ બાજુ બાળકને સર્પનું ઝેર પણ ઊતરી ગયું.
વિસસા એકલા પુગલ પરમાણુ હોય તેને વિશ્વસા કહેવાય અને ચૈતન્યનું
નિમિત્ત જે પુદગલમાં હોય તેને પ્રયોગતા પુદ્ગલ કહેવાય. વિસસા ઉપથયો કાર્મણ વર્ગણાઓ વિસસોપશ્ય જે પુગલ પરમાણુ (કાર્માણ વર્ગણા) કર્મરૂપે પરિણમ્યા તો ન હોય
પરંતુ આત્માની આસપાસ જ કર્મરૂપે પરિણમવાને સન્મુખ હોય, તેમને વિસસોપચય કહે છે. આ પુલ પરમાણુઓની બંધરૂપ અવસ્થા નથી. જે સમયે આત્મા ત્રણયોગ અને રાગદ્વેષાદિ કષાયભાવો ધારણ કરે છે તે જ સમયે વિશ્વમાં ભરેલો અન્ય કાર્માણવર્ગણાઓ અથવા આ વિસસોપચય નામ ધારણ કરનાર પરમાણુઓ તરત જ આત્માની સાથે બંધાઈ જાય છે. બંધાતા જ તેમને કર્મ સંજ્ઞા મળે છે. તેના પહેલાં કાર્માણ (કર્મ થવાને ) એવી સંજ્ઞા છે. આ વિસૂસોપચય આત્મા સાથે બંધાયેલા કર્મો કરતાં પણ અનંતગુણ છે. કેમ કે પહેલાં તો આત્માની સાથે બંધાયેલા કર્મ પરમાણુ જ અનંતાનંત છે. તે કર્મરૂપ પરમાણુઓમાંથી પ્રત્યેક પરમાણુ સાથે અનંતાનંત
સૂક્ષ્મ પરમાણુ (વિશ્વસોપચય) લાગેલાં છે. વિારણ :વિસ્મરણ વિસ્તરીકરણ :વિસ્તાર કરીને સમજાવવું. વિસ્તાર :ફેલાવ (૨) દર્શાવવું, વિગતવાર વર્ણન, ફેલાવો, પથરાટ (૩) પહોળાઈ,
દ્રવ્યના પહોળાઈ-અપેક્ષાના(એકસાથે રહેનારા સદ્ભાવી ભેદોને (વિસ્તારવિશેષોને ગુણો કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તાર વિશેષ અર્થાત્ ગુણો છે. તે વિસ્તાર વિશેષોમાં રહેતા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તાર સામાન્ય (અથવા વિસ્તાર સામાન્ય
સમુદાય, તે દ્રવ્ય છે. વિસ્તાર સંતોષાત્મક :વિસ્તારાત્મક કે સંક્ષેપાત્મક વિસ્તાર સંગ્રહ લોક જેટલું જેનું નિશ્ચિત માપ છે. વિસ્તાર સામાન્ય સમુદાય વિસ્તાર, સામાન્યરૂપ સમુદાય, વિસ્તાર એટલે
પહોળાઈ, દ્રવ્યના પહોળાઈ અપેક્ષાના (એક સાથે રહેનારા, સહભાગી)