________________
૮૬૧
વિકારી જીવ-ભાવ, પુદ્ગલ કર્મ પ્રદેશોમાં જોડાવાથી ઉત્પન્ન થાય છે. જડ કર્મ પરાણે વિકાર કરાવી શકે નહિ પણ પોતે પોતાને ભૂલી, પોતે પુદ્ગલ પ્રદેશમાં સ્થિત થાય છે. રાગ દ્વારા પોતે પરવલંબી ભાવ કરે છે. કર્મ જીવને બગાડ્યો નથી પણ પોતે અશુદ્ધતા ધારણ કરે. ત્યારે કર્મની હાજરીને નિમિત્ત કહેવાય. માટે બંધાવું કે મુકત થવું તે પોતાના ભાવને આધીન છે. (૧૧) વિભાવ પરિણમન (૧૨) ફેરફાર, પરિવર્તન, શારીરિક કે માનસિક બગાડ. (૧૩) વિકારનું પુ જન્ય કહ્યો છે ને ? હા , કહ્યું છે. ત્યાં વિકાર તો ઔપાધિકભાવ છે, પુલના નિમિત્તના સંગે ઉત્પન્ન થાય છે અને નિજ ચિદાનંદ સ્વભાવના સંગમાં રહેતાં તે નીકળી જાય છે. તો સ્વભાવ દષ્ટિની
અપેક્ષાએ તેને પુગલજન્ય કહ્યો છે. જીવને રાગ થાય છે. તે ખરેખર કાંઈ પુલકર્મ કરે છે એમ નથી, પણ જીવ જયારે પુલકર્મના નિમિત્તને આધીન થઈ પરિણમે છે ત્યારે રાગ ઉત્પન્ન થાય છે, અને સ્વદ્રવ્યને આધીન રહી પરિણમતા રાગ નીકળી જાય છે. (રાગ ઉત્પન્ન થતો નથી, માટે તે રાગાદિ ભાવોને સ્વભાવની મુખ્યતાથી પૌદગલિક કહ્યા છે કેમ કે તેઓ સ્વભાવ ભાવ નથી. ભાઈ! જયાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. (૧૪) વિભાવપરિણમન, કર્મભનિત પરિણમન. (૧૫) પરાવલંબન (૧૬) પુલ પરમાણમાં બે પ્રકારનો વિકાર થા? છે, એક પ્રકાર તો એકે પરમાણું ભેગા થઈને સ્કંધ થાય છે તે વિકાર છે અને જીવના વિકાર ભાવનું નિમિત્ત પામીને પુલ પરમાણુ કર્મ સ્કંધપણે પરિણમે છે તે બીજા પ્રકારનો વિકાર છે. તેમ આત્મામાં કર્મની અપેક્ષા તરફના બે પ્રકારના ભાવ થાય છે. કર્મના નિમિત્તાધીન થઈને, જે ઉદયભાવ-વિકારી ભાવ થાય છે તે જડ કર્મનો અંધ થાય છે તેના સામો લેવો ને બીજો ભાવ ઉપશમ શ્રયોપશમ શ્રાવિકભાવ થાય છે તે પરમાણુ પરમાણુ ભેગા થઈને વિભાવ થાય છે તેના સામો લેવો. તે ઉપરાંત, ક્ષયોપશમ અને ક્ષાવિકભાવમાં કર્મના અભાવની અપેક્ષા છે તે અપેક્ષાએ તેને વિભાવભાવ કહ્યો છે. જેમ પુલમાં બે જાતના વિભાવ છે તેમ આત્મામાં પણ આ પ્રકારે બે જાતના વિભાવ છે. પુદ્ગલ કરતાં આત્માનો સ્વભાવ વિરુદ્ધ જાતનો છે માટે
બીજી જાતના બે વિભાવ લીધા, આત્મામાં જે બે વિભાવભાવ લીધા તેમાં એકમાં કર્મના નિમિત્તની હયાતીની પેક્ષા છે અને બીજામાં કર્મના નિમિત્તના અભાવની અપેક્ષા છે, એકમાં અસ્તિની અપેક્ષા છે અને એકમાં નાસ્તિની અપેક્ષા છે. (૧૭) પર સંયોગ આધીન વિકારભાવનું કર્તા ભોકતાપણું વ્યવહારથી અજ્ઞાની જીવને છે. પણ વિકાર મારું સ્વરૂપ નથી, સ્વભાવના બાન વડે સ્થિરતાથી તે વિકાર ટાળી શકાય છે. સંયોગાધીન વિકારી અવસ્થા વર્તમાનમાં છે તેમ જાણવું તે વ્યવહારનયની અપેક્ષા છે. પોતે જયારે વિકારી ભાવ કરે ત્યારે વિકાર થાય છે. તે વિકાર ક્ષણિક અવસ્થા પૂરતો છે. નિત્ય સ્વભાવની દૃષ્ટિથી જે તેનો ધણી થતો નથી, તેને પોતાનો સ્વભાવ માનતો નથી તે જ્ઞાની છે. અવસ્થા દષ્ટિને ગૌણ કરી એકરૂપ યથાર્થ વસ્તુ સ્વભાવને લક્ષમાં લે તો નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ અપૂર્વ આત્મભાન થાય છે.
અને એકાંત પક્ષની માન્યતા ટળી જાય છે. (૧૮) બાળક ભાવ (૧૯). પ્રશ્ન - રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને ? પર્યાયનો વ્યય તો
થાય છે. તો વ્યય થઈને કયાં જાય છે? જો અંદર જાય છે તો વિકાર અંદર
ગયો કે નહીં ? ઉત્તર :- ભાઈ! વિકાર અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે
પારિણામિક ભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવરૂપ છે. પરંતુ જયારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. એવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાનો ભાવ વ્યય પામીને ગયો કયાં ? વળી તે અંદરમાં ક્ષયોપથીમ
ભાવે છે? ના, તે પરિણામિકભાવે અંદર વસ્તુમાં છે. વિકાર અને વિભાવ:ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ તે
ચાર દ્રવ્ય તો છૂટાં છે, એક જ પ્રકારે છે, તેમાં વિકાર થતો નથી અને પુદ્ગલ પરમાણુમાં બે પ્રકારનો વિકાર થાય છે. એક પ્રકારતો એ કે પરમાણુ પરમાણુ ભેગા થઈને સ્કંધ થાય છે. તે વિકાર છે અને જીવના વિકારભાવનું નિમિત્ત