________________
અંશ પોતામાં પ્રવેશી શકે નહિ એવો જાણનારો ઘનરૂપ છે. નિબિડરૂપ છે. જાણનાર સ્વભાવ તે આત્માનો અનન્ય સ્વભાવ છે, એકરૂપ છે. જુદા સ્વભાવવાળો નથી. વિકારી ભાવો પોતાને પણ ન જાણે અને પરને પણ ન જાણે અને વિજ્ઞાનઘન આત્મા પોતે પોતાને પણ જાણે છે ને પરને પણ જાણે છે. (૫) પોતાના જાણવા દેખવાનો સ્વભાવ. (૬) જ્ઞાનનો ધનપિંડ, નિબીડ,નકોર,ત્રણે કાળ એવો નકોર છે કે એમાં પરનો કે રાગનો પ્રવેશ થઈ શકતો નથી, વિજ્ઞાનઘન સ્વભાવ૫ણે હોવાથી પોતે જ ચેતક-જ્ઞાતા છે. પોતાને અને પરને જાણે છે. પોતાનો વિજ્ઞાનઘન સ્વભાવ હોવાથી પોતાને જાણે છે અને જે રાગ થાય તેને પણ જાણે છે. અહાહા! પર પદાર્થના અનંત ભાવોને જાણવા છતાં પરનો અંશ પણ પ્રવેશી ન શકે એવો તે વિજ્ઞાનઘનરૂપ નિબીડ છે. હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકા અનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે:પરંતુ જે અપુનર્ભવને (મોક્ષને) માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ એકને જ નહિ અવલંબતા હોવાથી કેવળ નિશ્ચયાવલંબી કે કેવળ વ્યવહારવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધ ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડ-પરિણતિને મહાભ્યમાંથી વારતા (શુભક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાભ્ય નહિ અર્પતા) અત્યંત ઉદાસીન વર્તતા, યથાશકિત આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્ય-ઉપયુકત રહે છે, તેઓ (તે મહાભાગ ભગવંતો) ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા (સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભભાવોને છોડતા) અત્યંત નિપ્રમાદ વર્તતા, અત્યંત નિકંપમૂર્તિ હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત(નટ) કરી છે એવા કર્માનુભૂતિ પ્રત્યે (નિરુત્સુક વર્તતા , કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્વિક આનંદથી અત્યંત ભરપૂર
વર્તતા, શીધ્ર સંસાર સમુદ્રને પાર ઉતરી શબ્દ બ્રહ્મના શાશ્વત ફળના (નિર્વાણ સુખના) ભોકતા થાય છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય વ્યવહારના સુમેળનું (અવિરોધનું ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમજ દેશવ્રતાદિ સંબંધી શુભભાવો વતાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. (૭) આત્માને વિજ્ઞાનધન કહેવામાં પરિપૂર્ણ નિર્મળ વિજ્ઞાનધન લીધો છે. વિજ્ઞાનધન એટલે આત્મા જ્ઞાનનો પિંડ છે, તે નિબિડ છે, નકોર છે, કઠણ છે, જાણનારો નકોર છે કે જેમાં કોઇ પરનો પ્રવેશ થઇ શકે તેમ નથી; એવો જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે - જ્ઞાતા છે. તે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે અને બીજા સમસ્ત પદાર્થોનાં દ્રવ્યગુણ-પર્યાયને પણ જાણે છે. પર પદાર્થના અનંતભાવોને જાણે છતાં પણ પરનો કોઇ અંશ પોતામાં પ્રવેશી શકે નહિ એવો જાણનારો ઘનરૂપ છેનિબિડ છે. જાણનાર સ્વભાવ તે આત્માનો અનન્ય સ્વભાવ છે, એકરૂપ છે, જુદા સ્વભાવવાળો નથી. વિકારી ભાવો પોતાને પણ ન જાણે અને પરને પણ ન જાણે અને વિજ્ઞાનધન આત્મા પોતે પોતાને પણ જાણે છે, પરને પણ જાણે છે. (૮) આત્મા જ્ઞાનનો પિંડ છે. તે નિબિડ છે, નકોર છે, કઠણ છે, જાણનારો નકોર છે. કે જેમાં કોઈપરનો પ્રવેશ થઈ શકે તેમ નથી. એવો જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે- જ્ઞાતા છે. તે પોતાનાં દ્રવ્ય-ગુણપર્યાયને જાણે છે અને બીજા સમસ્ત પદાર્થોનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને પણ જાણે છે. પર પદાર્થના અનંત ભાવો ને જાણે છતાં પણ પરનો કોઈ અંશ પોતામાં પ્રવેશી શકે નહિ એવો જાણનારો કરનારૂપ છે- નિબંડરૂપ છે. (૯) આત્મા જ્ઞાનનો પિંડ છે. તે નિબિડ છે. નકોર છે. કઠણ છે. જાણનારો નકોર છે. જેમાં કોઈ પરનો પ્રવેશ થઈ શકે તેમ નથી. એવો જાણનાર નકોર આત્મા પોતે ચેતક છે, જ્ઞાતા છે.