________________
નિમિત્તે વિકારી થવાની અને જે કર્મપણે થવાની તૈયારી વાળા રજકણો છે | તેને કર્મરૂપ થવામાં નિમિત્તરૂપ નીવડવાની યોગ્યતા તે જ જીવમાં છે એમ જીવની એક જ વિકારી અવસ્થામાં બે અપેક્ષા આવે છે.
(૧) વિકારીપણે થનાર (૨) વિકાર કરનાર. જગતમાં અનંત રજકણો પડ્યા છે તે બધા આત્માને વિકારરૂપ થવામાં નિમિત્ત થતા નથી. પણ પૂર્વે જે રજકણો કર્મપણે બંધાયાં છે તે જુનાં કર્મોનો સંયોગ જીવને શુભાશુભ ભાવ થાય ત્યારે નિમિત્તરૂપ કહેવાય છે. અને જીવના વર્તમાન રાગદ્વેષનું નિમિત્ત પામીને જે પરમાણુમાં બંધ થવાની યોગ્યતા હોય છે તે નવાં કર્મરૂપે બંધાય છે. જીવને વિકાર કરતી વખતે મોહકર્મના પરમાણુઓની ઉદયરૂપ પ્રગટ વિસ્તા નિમિત્ત છે. એના સંયોગ વિના વિકારી અવસ્થા થાય નહિ પણ તે નિમિત્ત વિકાર કરાવતું નથી. જો નિમિત્ત વિકાર કરાવતું હોય તો પોતે જુદો સ્વતંત્ર કહેવાય નહિ અને રાગ ટાળી શકે નહિ. બન્ને સ્વતંત્ર ચીજ છે. આત્મામાં કર્મની નાસ્તિ છે, જે પોતામાં નથી તે પોતાને નુકશાન કરી શકે નહિ. પોતે સ્વલ વિકાર કરી શકે નહિ પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જયાં જીવને વિકારી ભાવ
કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય. વિકાર રૂપ :વિરોધ રૂપ વિકાર સ્વ-પરહેતુક છે. એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ
બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યા છે. વિકારને જયારે વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દસા છે એમ બતાવવું હોય ત્યારે ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે પર એમ સ્વપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી) ઉત્પન્ન થાય એમ બને નહિ. પર ઉપર લક્ષ જતાં પર્યાયમાં
વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે. વિકારશ્નારી વિકાર કરનારો
૮૬૩ વિકારકારી મોહાંકરનો પ્રાદર્ભાવ થતો નથી વિકાર કરનારો મહાકુંર પ્રગટ થતો
નથી. વિકારના નાશનો ઉપાય નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાનો ઉપદેશ, રાગના નાશનો
ઉપદેશ, વીતરાગભાવ પ્રગટાવવાનો ઉપદેશ. વિકારનો કર્તા : (૧) વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની
પર્યાય છે. (૨) વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું (ઉપાદાન-નિમિત્તનું સાથે) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. વિકારીભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્તનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે તે અભૂત ઉપચાર -વ્યવહાર છે. (૩) હવે ભગવાન આત્મા જે અનંત-અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યદળ-ચૈતન્યરસનું આખું ત્રિકાળી સત્વ છે તે કદીય વિકારપણે પરિણમે નહિ. માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પુગલના પરિણામ કહ્યા છે. ભાઈ ! આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી. ભગવાન વીતરાગ દેવનો માર્ગ જેવો છે તેવો અંતરમાં બેસવો જોઈએ. શ્રી વાસુપૂજય ભગવાનની સ્તુતિ કરતાં સ્વયંભૂસ્તોત્ર માંથી સમતભદ્રસ્વામીએ કહ્યું છે કે- કાર્યમાં બાહ્ય અને અત્યંતર નિમિત્ત અને ઉપાદાન એમ બન્ને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે. શ્રી અકલંક દેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે. એ તો બે (ઉપાદાન-નિમિત્ત) સિદ્ધ કરવા છે અને પ્રમાણ જ્ઞાન કરાવવું છે તેથી એમ કહ્યું છે. ખરેખર તો કાર્ય થાય છે પોતાથી પોતાના કારણે અને ત્યારે નિમિત્ત હોય છે. પરંતુ નિમિત્તની અપેક્ષા છે એમ નથી. શ્રી પંચાસ્તિકાયની ગાથા કરમાં (કરમી ગાથામાં) આવે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના પર્ફોરકથી થાય છે. દ્રવ્યગુણથી તો નહિ પણ પરકારકથી નિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી. અહીં અસ્તિકાય સિદ્ધ કરવું છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરવું છે. તેથી વિકાર છે તે પર્યાયના ધક્કારકનું પરિણમન છે. એમ કહ્યું છે. અહાહા! વિકારના