________________
કરે, જડ પરમાણું વગેરે પોતાની ક્રિયા પોતે કરે, તેમાં કોઈની મદદ નથી, માટે દેહની ક્રિયા જીવની મદદ વગર સ્વતંત્રપણે દેહ કરે છે. દેહની ક્રિયા દેહમાં રહેલા પરમાણ સ્વતંત્રપણે કરે છે, તેમાં આત્માનું કારણ નથી. એ રીતે આત્માની ક્રિયા આત્મા અને જડ દેહાદિની ક્રિયા જડ કરે છે, પણ અજ્ઞાની માને કે હું પરનું કાંઈ કરી શકું તે કર્તાપણાનું અજ્ઞાન છે. પર ચીજની ક્રિયા ત્રિકાળ, ત્રણ લોકમાં કોઈ આત્મા કરી શકે નહિ. (૩) જે શકિતના કારણથી દ્રવ્યથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થક્રિયા જલધારણ છે. (૪) જે શકિતના કારણથી દ્રવ્યમાં અર્થ ક્રિયા કરવાપણું હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થક્રિયા જળ દારણ આત્માની અર્થક્રિયા -જાણવું વગેરે. (૫) જે શકિતના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા કરવાપણું હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થ ક્રિયા જળ-ધારણ, આત્માની અર્થક્રિયા જાણવું વગેરે. કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ (કાર્ય) વિના નકામું હોતું નથી એમ
વસ્તુત્વગુણ બતાવે છે. વસ્તુનું તત્ત્વ યથાર્થ સ્વરૂપ વસ્તુના સ્વરૂપનો નિશ્ચય ક્યા પ્રકારે કરવો ? :ઉત્તર : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ
પ્રમાણે કરવો કે- આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારા શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કંઈ પણ સંબંધ મારે નથી, કોઈપણ પદાર્થ મારો નથી ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સ્વભાવ સામર્થ્યથી જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપે પરિણમી રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી. જે જીવ આવો નિર્મય કરે તે જ ૫ર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે તેને જ સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે પહેલાં વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. વિકલ્પથી નિર્વિકલ્પ થવામાં વિકલ્પ રોકતો નથી પણ અંદર ઢળવા યોગ્ય પુરુષાર્થ કરતો નથી.
૮૫૬ વિકલ્પને તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં
વિકલ્પ સહજ તૂટી જાય છે. વતનો સ્વભાવ તેને અનુકુળ હોય, પ્રતિકુળ ન હોય શું કહે છે ? ભગવાન
આત્મા સ્વતઃસિદ્ધ વસ્તુ છે, તેનો સ્વભાવ-સહજ જ્ઞાન, સહજ આનંદ, સહજ શાંતિ, સહજ વીતરાગતા વગેરે તેના ગુણ સ્વભાવ – તેને અનુકૂળ હોય. ગુણ સ્વભાવ ત્રિકાળ સુદ્ધ હોવાથી વિકાર ને દુઃખમય હોય નહિ. સ્વભાવ કદી પ્રતિકૂળ હોય નહિ એટલે કે પર્યાયમાં સ્વભાવથી વિરુદ્ધ જે વિભાવ ઉત્પન્ન થાય છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. જોવું, જાણવું તે તો આત્માના દર્શન-જ્ઞાનમય સહજ સ્વભાવ છે. તે શું આત્માને પ્રતિકૂળ હોય ? દ્રવ્ય સ્વભાવ હમેંશાદ્રવ્યને અનુકૂળ જ હોય. અહા! આવો ઉપદેશ ! આવો માર્ગ! ભારી! તું પણ એક વસ્તુ છો ને ! વસ્તુ હોય તેને તેના જ્ઞાન અને
આનંદ આદિ સ્વભાવ અનુકૂળ જ હોય, પ્રતિકૂળ ન હોય. વસ્તભેદ ભિન્નવસ્તુઓ. (૨) (પાત્રભેદથી) પાત્રના ભેદથી. (જેમ બીજા તેનાં તે
જ હોવા છતાં ભમિની વિપરીતતાથી નિષ્પત્તિની વિપરીતતા હોય છે(અર્થાત્ સારી ભૂમિમાં ધાન્ય સારું પાડે છે અને ખરાબ ભૂમિમાં ધાન્ય ખરાબ થઈ જાય છે અથવા પાકતું જ નથી ) તેમ પ્રશસ્તરાગ સ્વરૂપ શુભોપયોગ તેનો તે જ હોવા છતાં પણ પાત્રની વિપરીતતાથી કુળની વિપરીતતા હોય છે, કેમ કે કારણના ભેદથી કાર્યનો ભેદ અવશ્યભાવી
(અનિવાર્ય છે. (૩) પાત્રતાભેદ, પાત્રની વિપરીતતા (૪) ભિન્ન વસ્તુઓ વસ્તુસ્થિતિ:વસ્તુના સ્વરૂપની મર્યાદા વિસ્તાર સંતોષાત્મક વિસ્તારાત્મક કે સંક્ષેપાત્મક વસતિકા :પ્રાચીન સમયમાં નગર-ગામોની બહાર ધર્માત્માજન મુનિઓને ઉતરવા
માટે- આરામ માટે અથવા સામાયિક આદિ કરવા માટે ઝૂંપડી કરાવી દેતા, તેને વસતિકા કહેતા હતા. અનેક નગરોમાં વસતિકાઓ આજ પણ જોવામાં
આવે છે. વસમું :આકરું, વિકટ. વસવાયાં કામ કરનારા, કારીગર વર્ગ