________________
શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભયોગમાં જ | આવી ભષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જયાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ
પ્રયોજનવાન છે-એવો સ્યાદ્વાદ મતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. વ્યવહાર શુદ્ધિ જીવની અવસ્થા જીવની યોગ્યતાના કારણે થાય છે. તે પર
વલણમાં અટકે ત્યારે રજકણ સ્વયં રજકણની યોગ્યતાના કારણે બંધાય અને જીવ સ્વ વલણમાં ટકી ગુણનો વિકાસ કરે ત્યારે રજકણો તેના કારણે છૂટા થાય. તે રજકણોની કોઈ અવસ્થા આત્મા કરી શકે નહિ અને આત્માનો કોઈ ભાગ રજકણ ફેરવી શકે નહિ, બન્નેની સ્વતંત્ર અવસ્થા પોત-પોતાના કારણે છે. આમ દરેક વસ્તુની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો તે વ્યવહારશુદ્ધિ છે. (૨) જીવની અવસ્થા જીવની યોગ્યતાના કારણે થાય છે. તે પર વલણમાં અટકે ત્યારે રજકણ સ્વયં રજકણની યોગ્યતાના કારણે બંધાય અને સ્વ વલણમાં ટકી ગુણનો વિસાક કરે ત્યારે રજકણો તેના કારણે છૂટાં થાય. તે રજકણોની કોઈ અવસ્થા આત્મા કરી શકે નહિ અને આત્માનો કોઈ ભાવ રજકણો ફેરવી શકે નહિ, બન્ને ની સ્વતંત્ર અવસ્થા પોત-પોતાના કારણે છે. આમ દરેક
વસ્તુની સંવતંત્રતાનો સ્વીકાર કરોવ તે વ્યવહાર શુદ્ધિ છે. વ્યવહાર કેવળી જે જીવ જ્ઞાનની પર્યાયમાં બધા શેયોને જાણે છે- છે દ્રવ્યો
તેના ગુણ, પર્યાયો એમ બધા શેયોને જાણે છે તેને વ્યવહાર શ્રુતકેવળી કહે
છે. (૨) જેઓ ગુણ ગુણની ભેદથી પરમાર્થ માં વ્યવહાર સમકિત :અંતઃતત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવવસ્તુ અને બહિઃતત્વ
એટલે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા,બંધ અને મોક્ષ એ બે ભેદોવાળા તો એની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે. હૃયવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ, વ્યવહાર સમકિત એ રાગની પર્યાય છે. શુદ્ધ સમકિત છે જ નહીં એ તો આરોપથી (સમકિત) છે. નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમકિત, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે.
૮૪૩ વ્યવહાર સખ્યત્વ જીવ, અબ્ધ આદિ તત્ત્વોને શ્રદ્ધાન કરવું તેને વ્યવહાર
સમ્યકત્વ કહે છે. આત્માના અને પર પદાર્થોના સંશય, વિપર્યય અને
અનધ્યનસાયથી રહિત જ્ઞાનને વ્યવહાર સમ્યજ્ઞાન કહે છે. વ્યવહાર સમાન આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશ્રત દ્વારા છ દ્રવ્ય, પાંચ
અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનું જ્ઞાન આવશ્યક છે, તે પ્રાપ્ત કરવા પરમાગમનો અભ્યાસ કરવો અગત્યનો છે. આ શાસ્ત્રાભ્યાસ વ્યવહાર
સમ્યજ્ઞાન કહે છે. વ્યવહાર સાયગ્દર્શન : સાત તત્ત્વની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. જે સાત
તત્ત્વ આ પ્રકારે છેઃ(૧) જીવ તત્ત્વ= ચેતના-લક્ષણવંત જીવ છે, સંસાર અવસ્થામાં તે અશુદ્ધ છે.
સજીવ તત્ત્વ= (૧) જીવને વિકારનું કારણ પુદ્ગલ, (૨) ધર્માસ્કિાય, (૩) અધર્માસ્તિકાય, (૪) આકાશ અને (૫) કાલ, એ પાંચ ચેતના રહિત અજીવ દ્રવ્ય આ જગતમાં છે. આસ્રવ તત્ત્વ કર્મોના આવવાનાં કારણને અથવા કર્મોના આવવાને આસ્રવ કહે છે. બંધતત્ત્વ= કર્મોને આત્માની સાથે બંધાવાનાં કારણને અથવા કર્મોના બંધને બંધ કહે છે. સંવરતત્ત્વ= કર્મોના આવવાને રોકનારા કારણો અથવા કર્મોનું આવવું રોકાઈ જવું તેને સંવર કહે છે. નિર્જરાતત્ત્વ= કર્મોના કોઈ અંશે ક્ષયનાં કારણને અથવા કર્મોના કોઈ અંશે ક્ષયને નિર્જરા કહે છે. મોક્ષતઃ સર્વ પ્રકારે કર્મોથી છૂટી જવાનાં કારણને અથવા સશે કર્મોથી પૃથક થવાને મોક્ષ કહે છે. આ વિશ્વ જીવ અને અજીવ અર્થાત્ છ દ્રવ્યોનો -જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ એનો સમુદાય છે. પુદ્ગલોમાં સૂક્ષ્મ જાતિની કર્મવર્ગણા છે. અથવા કર્મ સ્કંધ છે. તેના સંયોગથી આત્મા અશુદ્ધ થાય છે. આસ્રવ અને બંધતત્ત્વ અશુદ્ધતાનાં કારણને બતાવે છે. સંવર