________________
૮૪૧
વ્યવસાય :પ્રયત્ન (૨) ઉદ્યમ, નિર્ણય (૩) નિમિત્ત (૪) વ્યવહાર કહેવામાત્ર (૨) નિમિત્ત, રાગ,દુઃખ, આકુળતા, અસ્થિરતા (3)
નિમિત્ત, ઉપચાર, ભેદ, ઉપલક, સ્થૂળ દષ્ટિ (૪) ગુણમાં વિચાર દ્વારા ભેદ પાડી અખંડને સમજવું તે વ્યવહાર છે. (૫) અખંડના લક્ષે ભેદ વિચારમાં રહેવું, તે વ્યવહાર છે. (૬) સમ્યગ્દર્શન થયા પહેલાં અને સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રમાં સ્થિર થયા પહેલાં અશુભ ભાવોને ટાળવા માટે શુભ ભાવોનું આલંબન આવે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. (૭) પરાશ્રિત ભાવ તે વ્યવહાર છે. (૮) ઉપચાર, કથનમાત્ર, કહેવા પૂરતું. (૯) સાધક ભાવ. (૧૦) કર્મો નિમિત્ત છે-પરવસ્તુ છે માટે વ્યવહાર છે. વ્યવહારનય (૯) કોઈ નિમિત્તની અપેક્ષાએ એક પદાર્થને બીજા પદાર્થરૂપે જાણવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. જેમ કે- માટીના ઘડાને ઘીના રહેવાના નિમિત્તથી ઘીનો ઘડો કહે છે. () એક અખંડ દ્રવ્યને ભેદરૂપ વિષય કરવાવાળા જ્ઞાનને વ્યવહારનય કહે છે. (૯) વ્યવહારનય પરાશ્રિત છે. અનેક વિષયોને એકપણે ગ્રહણ કરેલા પદાર્થોને વિધિપૂર્વક ભેદ કરે તે વ્યવહાર નવે છે. (૧૧) આત્માના ત્રિકાળી શુદ્ધ અખંડ ચૈતન્ય સ્વરૂપને નિશ્ચય કહેવામાં આવે છે. આ ત્રિકાળી શુદ્ધતા તરફના વલણથી જીવનો જે શુદ્ધ પર્યાય પ્રગટે છે તે યુદ્ધ પર્યાય ને વ્યવહાર કહેવામાં આવે છે, તે અદ્દભૂત વ્યવહાર છે અને અવસ્થામાં જે વિકાર કે રાગનો અંશ છે તે પર્યાય જીવનો અસભૂત વ્યવહાર છે. શુભ ભાવ તે વ્યવહાર એવા ચારિત્રના મિશ્ર પર્યાય નીચલી અવસ્થામાં હોય છે. સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચય (શુદ્ધભાવ) અને વ્યવહાર (શુભભાવ) એવા ચારિત્રના મિશ્ર પર્યાય નીચલી અવસ્થામાં એક વખતે હોય છે. કોઈ વખતે નિશ્ચય (શુદ્ધભાવ) મુખ્યપણે હોય છે, કોઈ વખતે વ્યવહાર (શુભભાવ) મુખ્યપણે હોય છે. આનો અર્થ એવો છે કે સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તેનું નામ નિશ્ચય પર્યાય (શુદ્ધતા) છે અને તેમાં સ્થિર રહી શકે નહિ ત્યારે સ્વલક્ષે અશુભભાવ ટાળી શુભમાં રહે અને તે શુભને ધર્મ માને
નહિ તેને વ્યવહાર પર્યાય (શુભપર્યાય) કહેવામાં આવે છે.કે કે જીવને શુભપર્યાય થોડા વખતમાં ટળી શુદ્ધપર્યાય પ્રગટે છે. આ ફેક્ષા લક્ષમાં રાખી વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય એમ પર્યાયાર્થિકન કહેવામાં આવે છે. તેનો અર્થ એવો છે કે સમ્યગ્દષ્ટિનો શુભ પર્યાય ટળી ક્રમે ક્રમે શુદ્ધ પર્યાય થતો જાય છે. (૧૨) પરાશ્રિત ભાવ તે વ્યવહાર (૧૩) ઉપચાર, અસત્યાર્થ, કથનમાત્ર (૧૪) ગુણમાં વિચાર દ્વારા ભેદ પાડી અખંડને સમજવું ને વ્યવહાર છે. બીજો વ્યવહાર નથી એમ આચાર્યદવ કહે છે. (૧૫) જેમાં નિમિત્ત તરફની અપેક્ષાથી કહેવાય તેને વ્યવહાર કહે છે. સર્વજ્ઞાના શાસ્ત્રમાં જે પરાશ્રયવાત કહેવામાં આવી હોય તેને વ્યવહાર કહેવાય. (૧૬) આરોપીત ભાવ, ઔપાધિક ભાવ, સંયોગી ભાવ, પરાશ્રયભાવ. (૧૭) અસત્યાર્થ, ઉપચાર (૧૮) વસ્તુસ્વરૂપને જાણતાં વચ્ચે રાગમિશ્રિત વિચાર નિમિત્તપણે આવે છે, પણ તે સ્વરૂપમાં મદદગાર નથી, આમ જાણવું તે વ્યવહાર. (૧૯) એકનો બીજામાં ઉપચાર, બિલાડીને વાઘ કહેવી તે ઉપચાર છે. જેણે કદી વાઘ જોયો નથી તેને સમજાવવા બિલાડીને વાઘનો ઉપચાર કરી વાઘપણે ઓળખાય છે, પણ બિલાડી તે ખરેખર વાઘ નથી. જેને ઉપચારનું વ્યવહારનું ભાન નથી તે બિલાડીને જ ખરેખરો વાઘમાની લે છે. તેમ સર્વજ્ઞ ભગવાને અખંડ આત્માની ઓળખાણ કરાવવા ઉપચારથી વ્યવહારથી નવતત્વના ભેદ કહ્યા છે. તે નવ તત્ત્વની વિકલ્પવાળી શ્રદ્ધાના ભેદને જ યથાર્થ આત્માનું સ્વરૂપ માની બેસે તેને વ્યવહારની પણ ખબર નથી. (૨૦) પૂર્ણ વીતરાગી તે દેવ, નિગ્રંથ મુનિ તે ગુરુ અને સભ્ય દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચ્ચારિત્રરૂપ ધર્મ, તે ત્રણેની ભકિતરૂપ શુભ વિકલ્પ તેને પણ જ્ઞાનીઓએ વ્યવહાર કહ્યો છે. (૨૧) નિમિત્ત, રાગ, દુઃખ,આકુળતા, અસ્થિરતા. (૨૨) પરાત્રિત ભાવ તે વ્યવહાર છે. (૨૩) રાગ-દ્વેષ અને અજ્ઞાન છે તે વ્યવહાર છે. અને તેનું ફળ સંસાર છે. અજ્ઞાન પણ વ્યવહાર અને સંસાર પણ વ્યવહાર છે. એમ બન્ને વ્યવહાર છે. જેનું કારણ વ્યવહાર તેનું કાર્ય પણ વ્યવહાર જ હોય, આત્માની સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ જે નિર્મળ પર્યાય પ્રગટે તેના ફળમાં મોક્ષ પ્રગટે. જેનું કારણ નિશ્ચય તેનું કાર્ય