________________
(૩) ઉપરિત અસદ્ભૂત વ્યહાર :- આત્માની પર્યાયમાં જે રાગ છે તે શુદ્ધ સરૂપ આત્મવસ્તુમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડયો તે વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે સ્થૂળ રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે.
(૪) અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર ઃ- જે સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગારી જે વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી તે અનુપરિત અસદ્ભૂત વ્યવહાર છે. જે વ્યવહાર બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય ભૂતાર્થ હોવાથી ભૂત અર્થને એટલે છતા ત્રિકાળી પદાર્થને પ્રગટ કરે છે. યવહાર અભૂતાર્થ છે તેથી વ્યવહાર છે જ નહિ એમ નહિ પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી તેથી હેય છે. વ્યવહારનય :અનેક પ્રકારના ભેદ કરી વ્યવહાર કરે- ભેદને વ્યવહારમયે છે સંગ્રહનય વ્યવહાર ગ્રહણ કેરેલ પદાર્થો નો વિધિપુર્વક ભેદ કરે તેને વ્યવહારનય કહે છે. જેમ સત બે પ્રકારે છે. દ્રવ્ય અને ગુણ.
દ્રવ્યનાં છ ભેદ છે. જીવ પુદગલ,ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ ગુણ નાં બે ભેદ છે. સામાન્ય અને વિશેષ આ રીતે જયાં સુધી ભેદ થઇ શકે છે ત્યાં સુધી આનય પ્રવર્તે છે. (૨) પરમાર્થે જીવ એક જ છે. અધ્યવસાનાદિ ભાવો જીવ નથી. અશુદ્ધતાને કરે એવી જીવમાં કોઈ શકિત કે ગુણ નથી. પર્યાયમાં જે અશુદ્ધતાનો વિકારી ભાવો થાય છે તે જીવમાં છે એમ વ્યવહારથી કહેવાય છે, ખરેખર એ મૂળ વસ્તુમાં નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ-શાસ્ત્રની માન્યતાનો વિકલ્પ, નવતત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનનો રાગ, શાસ્ત્ર ભણવાની રુચિનો વિકલ્પ, પાંચ મહાવ્રત પાળવાનો વિકલ્પ, છ કાયના જીવોની રક્ષાનો વિકલ્પ એ બધામાં આત્મા વ્યાપતો નથી છતાં એ બધામાં આત્મા છે એમ કહેવું એ વ્યવહારનય છે. (૩) પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે તેમજ બ્રાહ્મણે કલેચ્છ ન થવું એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
૮૪૫
(૪) જેમ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે. તેમાં તફાવત નથી. એ રીતે આ વ્યવહારનય નિષેધવા યોગ્ય જ છે. (૫) વ્યવહારનયનો વિષય તો ભેદરૂપે અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી. નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે. તેથી તે જ પરમાર્થ છે. (૬) મલિન ઊણી અવસ્થાનું પડખું જોવું તે વ્યવહારનય. (૭) અભૂત અર્થને
પ્રગટ કરે છે એવો વ્યવાહરનય ચાર પ્રકારે છે
(*) ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય, (-) અનુપરિત અસદ્ભૂત વ્યવહારનય, (*) ઉપચરિત સદ્ભૂતવ્યવહારનય, (*) અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય. (૭) પરાશ્રયથી વિકાર થાય છે માટે વ્યવહારનય. (૮) અભેદમાં ભેદ પાડીને કથન કરવું તે વ્યવહારનય છે. (૯) જે એક વસ્તુને પર વસ્તુની અપેક્ષાએ જાણે અને કથન કરે તે જ્ઞાનને વ્યવહારનય કહેવાય છે. (૧૦) પરાશ્રિતો વ્યહાર જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યહાર કહીએ. કિંચિતમાત્ર કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે છે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે છે. એને જાણીને શરીરાદિ સાથે સંબંધરૂપ સંસારદશા છે તેને જાણીને સંસારના કારણ જે આસ્રવબંધ તેને ઓળખી, મુકિત થવાના ઉપાય જે સંવર-નિર્જરા તેમાં પ્રવર્તે . અજ્ઞાની એને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે છે તે રહેલાં જ વ્યવહારસાધન ને છોડીને પાપાચરણમાં જોડાઈ, નરકાદિક દુઃખસંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈ. તે વ્યહારનયને આધીન છે. એથી વ્યવહારનયનું પણ જાણપણું જોઈએ. (૧૧) સત્યાર્થ એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું તે. અથવા પર્યાયભેદ નું કથન પણ વ્યવહારનયે કથન છે. (૧૨) વ્યવહારનય એક દ્રવ્યની અવસ્થાને બીજા દ્રવ્યની અવસઅતારૂપે કથન કરે છે માટે તે વ્યવહાર વ્યાપકરૂપે નથી.
વ્યવહારનય અને નિશ્ચયનય :સ્વભાવ દષ્ટિએ રાગાદિનો કર્તા નથી, છતાં પુરુષાર્થ ની નબળાઈથી રાગ થાય છે-તેને જાણવું તે વ્યવહારનય છે. ઢળવું પોતાન્યપૂર્ણ સ્વભાવ તરફ અને જ્ઞાન કરવું દ્રવ્ય-પર્યાય બન્નેનું જે અવસ્થામાં