________________
શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે. ફરી ફરીને પોતાના આત્માને) દોષાઅનુસાર પ્રાયશ્ચિત દેતા થકા તેઓ સતત ઉદ્યમવંત વર્તે છે. વળી, ભિન્ન વિષયવાળાં (વ્યવહાર-શ્રદ્ધાનજ્ઞાનચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે. કારણકે વ્યવહારશ્રદ્ધાનનો વિષય નવ પદાર્થો છે, વ્યવહારજ્ઞાનનો વિષય અંગ-પૂર્વ છે અને વ્યવહાર ચારિત્રનો વિષય આચારાદિસૂત્રકથિત મુનિ-આચારો છે.) શ્રદ્ધાન -જ્ઞાનચારિત્ર વડે (આર્ભોથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદરત્નત્રય વડે) જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એવા ભિન્ન સાધ્ય સાધનભાવવાળા પોતાના આત્મા વિષે-ધાબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર (સાબ) લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક- થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને, (જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન શુદ્ધિ કરતો જાય છે, તેવી રીતે માસ્પદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્નત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે. એમ વ્યવહારનય કહેવામાં આવે છે. પરમાર્થ એમ છે કે તે ભેદરત્નમનવાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય છે તે જ ઉગ્ર થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો, શુદ્ધાત્મસ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિત સાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભભાવોમાં આવી શકે છે. કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન(શુદ્ધાત્મસ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ કર્યું હોય) તે જ પોતાના આત્માને નિશ્ચયનયે ભિન્નસાધ્ય સાધનભાવના અભાવને લીધે, દર્શન જ્ઞાન ચારિત્રનું સમાહિતપણું (અભેદપણું).
૮૪૭ જેનું રૂપ છે, સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે(અભાવને લીધે) જે નિસ્તરંગ પરમ ચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા (અર્થાત્ દર્શન જ્ઞાન ચારિત્રના ઐકયસ્વરૂ૫, નિર્વિકલ્પ પરમ ચૈતન્યશાળી તથા ભરપૂર આનંદયુકત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર કરતા થકા) ક્રમે સમરસીભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી પરમ વીતરાગભાવને પ્રાપ્ત કરી
સાક્ષાત્ મોક્ષને અનુભવે છે. વ્યવહારની શુદ્ધિની યોગ્યતા :વ્યવહાર શુદ્ધિની યોગ્યતાના ત્રણ પ્રકાર છે...
સંસાર તરફના વિચાર બંધ કરી , પાંચ ઈન્દ્રિયના વિષયનાં તીવ્ર રાગથી પાછો ફરી, મનશુદ્ધિ વડે સાચા નવતત્ત્વની ભૂમિકામાં આવ્યો તે પોતાની યોગ્યતા છે. પોતાની વર્તમાન યોગ્યતા અને નિમિત્તની યોગ્યતરૂ૫ હાજરીનો સ્વીકાર કર્યો કે પર મને ભૂલ કરાવતું નથી પણ જયારે હું પરલક્ષે વિકાર કરું ત્યારે મારી જ યોગ્યતાથી ભૂલ અને વિકાર ક્ષણિક અવસ્થામાં થાય છે. એ પાપના નિમિત્તથી અને વિકલ્પથી જરા ખસીને પોતાની અવસ્થાના શુભ વ્યવહારમાં આવ્યો તે પુણભાવ પૂર્વનું કોઈ કર્મ કરાવતું નથી. આ નિમિત્તની શુદ્ધતા છે. નિમિત્તરૂપ જે દેવ, ગુરૂ, શાસ્ત્ર તે પરચી જ છે; મારી યોગ્યતાની તૈયારી થઇ ત્યાં સાચા દેવ-ગુરૂનું નિમિત્ત તેના સ્વતંત્ર કારણે હાજર હોય છે. તીર્થરૂપ વ્યવહારથી બીજાને મોક્ષમાર્ગ સમજાવતાં પરમાર્થની શ્રદ્ધા માટે પ્રથમ નવતત્ત્વના ભેદ પાડવા પડે છે; તે ભેદથી અભેદ ગુણમાં જવાતું નથી. પણ પોતાની જાતની તૈયારી કરી જ્યારે અખંડ રૂચિના જોરથી યથાર્થ નિર્મળ અંશનો ઉત્પાદ અને વિકાર તેમજ ભૂલનો નાશ કરે છે, ત્યારે પોતાના અનુસાર તેવાં નિમિત્તને દિવ, ગુરૂ, શાસ્ત્ર કે નવતત્ત્વના ભેદને) ઉપચારથી ઉપકારી કહેવાય છે. જો પોતાથી ન સમજે તો અનંત કાળનો સંસાર ખાતેનો પરાશ્રયરૂપ વ્યવહારભાસ એવોને એવોજ ઊભો જ છે.