________________
(૨) નિયમ =આત્માને વિશેષરૂપે વિશુદ્ધ અને નિયમિત કરનાર પાંચ
નિયમ છે.શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આસન=પદ્રવ્યો અને પરભાવોથી વ્યાવૃત્ત થવા આસન થવા અને શુદ્ધ આત્મરૂપ ધ્યેયમાં મન એકાગ્ર કરવા ધ્યાનને સહાયકારી એવાં યોગનાં (વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, કાયોત્સર્ગ આસન આદિ) અનેક આસનોમાંથી કોઈ ગમે તે અનુકૂળ આસનના જપનો અભ્યાસ કરવો, આસનની દઢતા કરવી, એક આરો ને સ્થિર કરવાનો અભ્યાસ વધારવો તે આસન તેથી મનની સ્થિરતા કરવામાં સુગમતા થાય. પ્રાણાયમ= ચિત્તવૃત્તિરૂપ શ્વાસોચ્છવાસના જય અને, મનના જય અર્થે વાતનાના જય અર્થે, દેહાધ્યાસ આદિ બાહ્યભાવોને છોડવા તે રેચક, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ હું આત્મા છું. એમ અંતરાત્મભાવને પોષક ભાવો સબોધમય ભાવો ચિત્તમાં ભરવા તે પૂરક, અને આત્મભાવને અંતરમાં સ્થિર કરવા તે કુંભક, એ મુમુક્ષુ યોગીને ભાવ-પ્રાણાયામ છે. પ્રત્યાહાર=વિષય વિકારમાંથી વ્યવસ્થિપણે ઈન્દ્રિયોને પાછીવાળવી, વિરમાવવી તે પ્રત્યાહાર, “વિષયવિકારે ઈંદ્રિયને જોડે, ઈહાં પ્રત્યાહારો રે -"શ્રીમદ યેશાવિજયજી ધારણા=શુદ્ધચિદ્રપ નિજ આત્મસ્વરૂપ તે ધ્યેય તેમાં ચિત્તનું
એકદેશે બંધાવું સ્થિર થઈ જવું તે ધારણા. (૭) ધ્યાન=ધ્યેયમાં એકાગ્રતા અમુક કાળ ચાલુ રહે તે ધ્યાન. ધ્યાન
ચાર પ્રકારનાં છે. પ્રથમ બે આર્ત અને રૌદ્ર ધ્યાન તજવા યોગ્ય છે. અને ધર્મ અને શુકલધ્યાન ઉપાદેય છે. સમાધિ =આત્મા પોતાના સ્વભાવ સ્વરૂપમાં નિર્વિકલ્પ પણે રહે
તે સમાધિ. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.”
શ્રીમદ્ રાજચંદ્ર
(૫) શુદ્ધોપયોગ (૬) આત્માના પ્રદેશોનું, સકંપ થવું તે યોગ છે. (૭) યોગના બે પ્રકાર છે. (૯) સકષાય યોગ અને (૯) અકયાય યોગ. (૮) શુભ પરિણામ સહિતની નિર્દોષ ક્રિયા વિશેષને યોગ કહે છે. (૯) કાય, વચન, અને મનના અવલંબને (નિમિતે) આત્માના પ્રદેશોનું સંપ થવું તે યોગ છે. (૧૦) મોક્ષની સાથે જીવનો જે સંબંધ જોડે તે યોગ . જેના આઠ અંગ છે : (૯) યમ, (૯) નિયમ, (૯) આસન, (૯) પ્રાણાયમ, (૯) પ્રત્યાહાર,(૯) ધારણા, (૯) ધ્યાન અને (*) સમાધિ (૧૧) આત્મ સ્વભાવમાં જોડાણ (૧૨) ધ્યાન, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી વિમુકત-ભિન્ન આત્માનું પરિણાન-અનુભવ થાય છે. તે યોગીઓ દ્વારા યોગ કહેવામાં આવેલ છે. કે જેમણે જે યોગીઓએ યોગ બળથી પાતકોનો નાશ કર્યો છે. (૧૩) આત્મપ્રદેશોનું કંપન તે યોગ. જયાં પ્રદેશનું કંપન થાય ત્યાં કર્મના રજકણો આત્મામાં પ્રવેશ કરે છે. જેમ લોઢાના ગોળામાં અગ્નિ હોય ત્યારે પાણી અંદર પ્રવેશી જાય છે. તેમ આત્મામાં પ્રદેશોનું કંપન થાય છે. પ્રદેશ જયારે અસ્થિર થાય છે ત્યારે કર્મના રજકણો આત્માના પ્રદેશો ગ્રહય છે. કેવળજ્ઞાનીને પણ પ્રદેશનું કંપન રહ્યું છે તેથી એક સમયનો બંધ ત્યાં પણ છે. યોગના પંદર ભેદ છેઃ મનોયોગના ૪ ભેદ છે.(સત્યમનોયોગ, અસત્યમનોયોગ, ઉભયમનોયોગ, અને અનુભવમનોયોગ) કાયયોગના ૭ ભેદ છે. (ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિયિક, વૈકિયિકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્માણ) વચનયોગના ૪ ભેદ છે.(સત્યવચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ અને અનુભયવચનયોગ.) આ પ્રમાણે યોગના પંદર ભેદ થયા. (૧૪) જે યોગથી અર્થાત્ ધ્યાનથી (દ૩વ્ય કર્મ અને ભાવકર્મથી) વિમુકત-ભિન્ન આત્માનું પરિજ્ઞાન(અનુભવ થાય છે, તે યોગીઓ દ્વારા યોગ કહેવામાં આવેલ છે. કે જેમણે જે યોગીઓએ યોગબળથી પાતકોનો નાશ કર્યો છે. યોગ એટલે આત્મસ્વરૂપમાં જોડાણ. (૧૫) બહારના જડયોગ ન સમજવા પરતું ચૈતન્યના પ્રદેશનું કંપન સમજવું. (૧૬) મન, વચન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશનું ચલનકંપન. (૧૭) પ્રાપ્તિ કરાવનાર. (૧૮) પ્રદેશનું કંપન. (૧૯) અમર યૌવન