________________
૮૦૮
અવળું કરવા જઈશ તો સત્ સત્ નહિ રહે. વસ્તુનો ભાવ જ યથાર્થ આમ છે ને એમ જ બેસવો જોઈએ. યોગસ્થાન એટલે કંપન, જીવનો જે અયોગગુણ છે તેની તે વિકારી પર્યાય છે. જે કર્મ-ગ્રહણમાં નિમિત્ત છે. કર્મ પરમાણુનું આવવું તો તેના પોતાના ઉપાદાનના કારણે છે. પરમાણુંનો તે કાળે તે રીતે પરિણમવાનો કાળ છે તેથી તે રીતે કર્મરૂપે પરિણમે છે. જેમાં યોગનું નિમિત્તે કહેવું તે વ્યવહાર છે. અહીં યોગના પરિણામ આત્માના નથી પણ પુલના છે એમ જે કહ્યું છે તે સ્વભાવની દષ્ટિ કરાવવા કહ્યું છે. યોગના કંપનના વિકારી પરિણામ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી. તેથી સ્વભાવની દષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને પરમાં નાખી દઈ તે પુલના પરિણામમય છે એમ કહ્યું છે. ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે
ત્યાં બીજું શું થાય ? પ્રશ્નઃ- કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો.
માટે તે એકાંત થઈ જાય છે. ઉત્તરઃ-ભાઈ, સમયસરની ગાથા ૩૭૨માં આવે છે કે-“મારી કુંભભાવે
ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો, જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે. અને જેનો હાથ વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે, તેથી ઘડો માટીથી થયો છે, કુંભારથી થયો છે એમ જોતા નથી. નિમિત્તથી કાર્ય થયું છે એમ જોતાં નથી. કુંભાર, “ઘડો કરું છું એમ અહંકારથી ભરેલો
હોય તો પણ તેનો સ્વભાવ કાંઈ ઘડામાં જતો આવતો (મસરતો) નથી, અન્યથા કુંભારના સ્વભાવે ઘડો થવો જોઈએ. પરંતુ ઘડો તો માટીના સ્વભાવે જ થાય છે. કુંભારના સ્વભાવે થતો નથી. માટે ઘડાનો કર્તા માટી જ છે, કુંભાર નહિ પરંતુ જયાં બે કારણ કહ્યાં છે. ત્યાં, જે વાસ્તવિક કારણ નથી પણ ઉપચારમાત્ર કારણ છે તેને સહકારી દેખીને કે કાળે તે હોય છે. એમ કહ્યું છે. આ પ્રમાણે બે કારણથી કાર્ય થાય છે એમ વ્યવહાર કર્યો છે. આવી વસ્તુસ્થિતિ
છે. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ અને ગહન છે, ભાઈ. યોગસાર જે યોગથી-સંબંધ- વિશેષરુપ ધ્યાન થી -ભિન્ન આત્માનું પરિજ્ઞાન
(અનુભવ) થાય છે. જેને તે યોગીઓએ યોગ કહ્યો છે. કે જેમણે યોગ ધ્વારા પાપોને- કયાયદિ મળને આત્મામાંથી ધોઇ નાખ્યાં છે અને તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં યોગસાર નામ શુદ્ધાત્મરુપ સમયસારનું પણ વાચક છે. (૨) જે યોગથી સંબંધ વિશેષરૂપ ધ્યાનથી ભિન્ન આત્માનું પરિજ્ઞાન(અનુભવ થાય છે તેને તે યોગીઓએ યોગ કહ્યો છે. કે જેમણે યોગ દ્વારા પાપોને-કષાયાદિ મળને-આત્મામાંથી ધોઈ નાખ્યા છે અને તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં યોગસાર નામ શુદ્ધાત્મરૂપ સમયસારનું પણ વાચક છે. (૩) જે યોગથી અર્થાત્ ધ્યાનથી (દ્રવ્યકર્મ અને ભાવકર્મથી) વિમુકત-ભિન્ન આત્માનું પરિજ્ઞાન(અનુભવ) થાય છે, તે યોગીઓ દ્વારા યોગ કહેવામાં આવેલ છે, કે જેમણે - જે યોગીઓએ યોઘબળથી પાતકોનો નાશ કર્યો છે. યોગસારનો અર્થ યથાર્થપણે (સમ્યક રીતે) યોગ એટલે
આભસ્વરૂપમાં જોડાણ એવો થાય છે. યોગી પરમ યોગ્યતાવાળા (૨) ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું
લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે સર્વ પ્રકારની સ્પૃહાએ રહિતપણે સત્યમાં કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે “સ” જ આચરે છે. જગત જેને વિસ્મૃત થયું છે તે યોગી છે. (૩) યોગને (મન,વચન, કાયાને) આત્મામાં જોડનારને યોગી કહે છે. (૪) પર દ્રવ્યના સંગ-પ્રસંગથી અલગ થઈને ઈન્દ્રિયોને અંતર્મુખ કરનાર યોગી છે.