________________
વધ છે:આદરણીય છે. પૂજનીય છે, વંદવાયોગ્ય છે, આદર-વિનય કરવો. વેદવું ભોગવવું, અનુભવવું. વેદાંત પર્યાયને માનતા નથી, અનેક ગુણોને માનતા નથી, અનેક આત્માને
માનતા નથી તેઓ આત્માને સર્વવ્યાપક, એક અભેદ નિત્ય શુદ્ધ બાહ્ય વસ્તુ કહે છે. આત્મા શરીર પ્રમાણ છે. જેને વંદાંતવાળા (ક્ષેત્રથી) સર્વ વ્યાપક માને છે. જેઓ બધું મળીને વસ્તુ એક કહે છે. એક શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે. પણ વસ્તુ અનેક છે. વળી વસ્તુમાં ગુણો છે એમ માનતા નથી. વસ્તુ સર્વથા નિત્ય કહે છે. અનિત્ય પર્યાયને માનતા નથી. આમ સર્વથા પર્યાય આદિને માયાસ્વરૂપ અસત્ય કહેતાં વેદાંતમત થઈ જાય. તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પથીરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે માટે સર્વથા એકાંત ન માનવું.
કથંચિત અશુદ્ધતા છે, ભેદો છે, પર્યાય છે એમ અપેક્ષાથી બરાબર સમજવું. વેદાય :અનુભવાય, જણાય, સમજાય. વૈધતિ વૈધરત= સત્તાવીસમો યોગ (જયોતિષમાં) વૈધૃત. વૃદ્ધિ પામેલો વધેલો, ઉગ્ર થયેલો, (સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જયારે
ઉગ્ર શુદ્ધોપયોગ થાય છે ત્યારે ઘણા કર્મોની નિર્જરા થાય છે. શુદ્ધોપયોગની ઉગ્ર કરવાની વિધિ શુદ્ધાત્મ દ્રવ્યના આલંબનની ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને સહજ દશાએ હઠ વિના જે અનશનાદિ સંબંધી ભાવો વર્તે તેમાં (શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણા કર્મોની નિર્જરા થાય છે. (મિથ્યાદષ્ટિને તો શુદ્ધાત્મદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સહજ દશા વિનાના-હઠપૂર્વક –અનશનાદિ સંબંધી શુભભાવો કદાચિત ભલે
હોય તોપણ, મોક્ષના હેતુભૂત નિર્જરા બિલકુલ હોતી નથી. વૈભવ :વિભવ, ઐશ્વર્ય, શકિત, બળ, સમુદ્ધિ વિભાવ વ્યંજન પર્યાય કોને કહે છે ? બીજાના નિમિત્તેથી, જે વ્યંજન પર્યાય
હોય. જેમ કે-જીવની મનુષ્ય નારકાદિ પર્યાય વિભાવિક ગુણ :આ એક વિશેષબાવવાળો ગુણ છે. જે ગુણના કારણે પરદ્રવ્ય
(નિમિત્ત)ના સંબંધપૂર્વક સ્વયં યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે.
૮૩૫ વૈભાવિક ભાવ જીવા ગુણોનું પોતાના સ્વરૂપથી બદલાઈને બીજા રૂપે થઈ જવું
એવું જ નામ વૈભાવિક ભાવ છે. એ જ જીવનો ભાવ કર્મનો બંધ કરવામાં કારણ છે અને વૈભાવિક ભાવના નિમિત્તથી થનારું તે જ કર્મ તે જ
વૈભાવિકભાવને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું કારણ ચે. વૈભાવિક શક્તિ વિશેષભાવ. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યમાં જ છે. બાકીના ચાર
દ્રવ્યોમાં નથી. (૨) આ એક વિશેષ ભાવવાળો ગુણ છે. જે ગુણના કારણે પર દ્રવ્યના (નિમિત્તના) સંબંધપૂર્વક, સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે. આ વૈભાવિક શકિત નામનો ગુણ, જીવ અને પુલ આ બે દ્રવ્યોમાં જ છે. બાકીના ચાર દ્રવ્યોમાં નથી. જીવના ગુણોમાં સ્વયંસિદ્ધ એક વૈભાવિક શકિત છે. જે જીવની સંસાર અવસ્થામાં પોતાના કારણે પોતે જ (અનાદિ કાળથી) વિકૃત થઈ રહી છે. (પંચાધ્યાયી ભાગ ૨ ગાથા ૯૪૬). મુકત અવસ્થામાં વૈભાવિક શકિતનું શુદ્ધ પરિણમન થાય છે. (પંચાધ્યાયી ભા.ર ગાથા ૮૧). મુકત-છૂટા પુદ્ગલ પરમાણુઓ જયાં સુધી છૂટા (અબંધ પર્યાયરૂપ) રહે ત્યાં સુધી તેમને આ ગુણનો શુદ્ધ પર્યાય થાય છે. જીવની વૈભાવિક શકિત તે ગુણ હોવાથી બંધનું કારણ નથી. તેનું પરિણમન પણ બંધનું કારણ નથી, કારણ કે તેનું પરિણમન તો સિદ્ધ ભગવાનોને પણ હોય છે. જો જીવ પર પદાર્થને વશ થાય તો તેના પર્યાયમાં વિકાર (અશુદ્ધતા) થાય. તે જીવનો પોતાનો અપરાધ છે. જીવ જે પરપદાર્થને વશ થાય છે તે પરપદાર્થને નિમિત્ત કહેવામાં આવે છે. જીવે વિકાર કર્યો (અશુદ્ધ ભાવે પોતે પરિણમ્યોત્યારે કયા પર પદાર્થને વશ થયો તે બતાવવા માટે તે પરપદાર્થને નિમિત્તકારણ અને વિકારને નૈમિત્તિક (કાર્ય) કહેવામાં આવે છે. આ કથન ભેદજ્ઞાન કરાવવા માટે છે, પણ નિમિત્ત-નૈમિત્તિકને કાંઈ અસર કરી અથવા તેના ઉપર પ્રભાવ પાડ્યો-એવું બતાવવા માટે તે કથન નથી, કારણ કે તેમ