________________
શકતું નથી. તેથી તે પ્રકારના ઉપદેશના અસ્તિત્વની સિદ્ધિ થઇ જાય છે. સુખ અને દુઃખના કારણભૂત દ્રવ્યોનું સંપાદન કરવાવાળું બીજું કોઇ કર્મ
નથી, કેમ કે; એવું કોઇ કર્મ મળતું નથી. (ક) પ્રદેશ બંધનું સ્વરૂપ
જ્ઞાનાવરણાદિ કર્મ પ્રકૃતિઓનું કારણ સર્વ તરફથી અર્થાત્ સમસ્ત ભવોમાં યોગવિશેષથી સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાહરૂપ સ્થિત અને સર્વ આત્મપ્રદેશોએ જે કર્મ પુલના અનંતાનંત પ્રદેશો (પરમાણુઓ) છે તે પ્રદેશબંધ છે. નીચેની છ બાબતો આ સૂત્રમાં જણાવી છે. (૧) સર્વ કર્મના જ્ઞાનાવરણાદિ મૂળપ્રકૃતિરૂપ, ઉત્તર પ્રકૃતિરૂપ અને |
ઉત્તરોત્તર પ્રકૃતિરૂપ થવાનું કારણ કાર્મણવર્ગણા છે. (૨) ત્રિકાળીવર્તી સમસ્ત ભવોમાં (જન્મોમાં) મન-વચન-કાયાના
યોગના નિમિત્તે તે કર્મો આવે છે. તે કર્મો સૂમ છે.-ઇન્દ્રિય ગોચર નથી. આત્માના સર્વ પ્રદેશોની સાથે દૂધ-પાણીની જેમ એકક્ષેત્રમાં તે કર્મો વ્યાપ્ત છે. આત્માના સર્વ પ્રદેશોએ અનંતાનંત પુદ્ગલો સ્થિત થાય છે. એક આત્માના અસંખ્ય પ્રદેશ છે, તે દરેક પ્રદેશો સંસારી જીવને અનંતાનંત પુલસ્કંધો વિદ્યમાન છે. પ્રદેશબંધનું વર્ણન અહીં પૂરું
થયું. (ક) સ્થિતિબંધ
જ્ઞાનાવરણ, દર્શનાવરણ અંતરાય અને વેદનીય એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડા ક્રોડી સાગરોપમની છે. નોંધ :-(૧) આ ઉત્કૃષ્ટ સિથતિનો બંધ મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક
જીવને જ થાય છે. (૨) એક કરોડને એક કરોડથી ગુણતાં જે ગુણાકાર આવે તે ક્રોડાકોડી છે.(૨) મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમ છે. નોંધ :- આ સ્થિતિ પણ મિથ્યાદષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપક જીવને જ બંધાય છે. (૩) નામ અને ગોત્રકર્મની
૮૩૪ ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાકોડી સાગરોપમ છે. (૪) આયુ કર્મની ઉત્કૃષ્ટ
સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. (*) જઘન્ય સ્થિતિ
(૧) વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહર્ત છે. (૨) નામ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ આઠ મૂહર્તની છે. (૩) બાકીના જ્ઞાનાવરણાદિ પાંચ કર્મો એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ,
મોહનીય, અંતરાય અને આયુ-એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ
અંતર્મુહર્ત છે. સ્થિતિબંધના પેટા બંધનું વર્ણન અહીં પૂરું થયું. વેદનીય કર્મ બીજાં ઉદયમાં આવેલાં કર્મોનું આત્મા ગમે તેમ સમાધામ કરી શકે,
પણ વેદનીય કર્મમાં તેમ થઈ શકે નહીં, ને તે આત્મપ્રદેશ વેદવું જ જોઈએ, ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહકારે પરિણમે એટલે દેહ પોતાનો માની લઈ વેદ છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાદની વેદતાં નિર્જરા થાય છે. ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, ને જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે.
ફયાખ્યાનસાર-૨ વેદનીય કર્મની સ્થિતિ વેદનીય કર્મની સ્થિતિ ધન્ય જ બાર મુહર્તની છે. તેથી
ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે, બીજે સમયે વેદે,
ત્રીજે સમયે નિર્જરે. વેદનીયર્મ કેમ છતાય ? સાતા-અસાતા વેદનીયકર્મનો ઉદય હોય, એ તો જડમાં
છે. વળી ખરેખર તો એ સંયોગની પ્રાપ્તિમાં, નિમિત્ત છે. તેના ઉદયે, જીવની પર્યાયમાં કિંચિત્ નુકસાન થાય છે, તે પોતાના કારણે છે, પરંતુ
ઉદયના કારણે નહિ. વેય વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય, વેદ્ય =વેદવું, ભાગવવું, અનુભવવું. વેધ વિષય અભિલાષને ઉત્પન્ન કરનાર પુદ્ગલ, વેદ. (૨) વેદાવા યોગ્ય, જાણવા
યોગ્ય, અનુભવવા યોગ્ય, ભોગવવા યોગ્ય