________________
તથા સ્વયંભૂસ્તોત્રમાં ભકિતનો અધિકાર હોવાથી શ્રી સમતભદ્ર સ્વામીએ નિમિત્તની હયાતી (બહિર્બાપ્તિ) સિદ્ધ કરવા એમ કહ્યું કે અત્યંતર અને બાહ્ય કારણની સમગ્રતા એ કાર્ય ઉત્પત્તિનું કારણ છે. જો કે કાર્યની ઉત્પત્તિનું વાસ્તવિક કારણ તો સ્વ (અત્યંતર કારણે) જ છે. છતાં જોડે જે નિમિત્ત છે તેનું જ્ઞાન કરાવવા તેને સહચર દેખી ઉપચારથી આરોપ કરીને, નિમિત્તથી કાર્ય થયું છે એમ વ્યવહારનયથી કહેવામાં આવ્યું છે. જેથી એમ ન સમજવું કે નિમિત્ત આવ્યુ માટે કાર્ય થયું કે નિમિત્ત વડે કાર્ય થયું છે. પર્યાયમાં જે વિકાર થાય છે તે શું ચીજ છે ? જે છે તો પોતાનો (જીવનો) જ અપરાધ. જે કોઈ નિમિત્તનો-કર્મનો કરાવ્યો થયો છે એમ નથી. તથા નિમિત્ત છે માટે થયો એમ પણ નથી. વિકારી કે નિર્વિકારી પર્યાય, થવા કાળે પોતાની સ્વતંત્રતાથી થાય છે. જે વખતે નિમિત્ત તરીકે બીજી ચીજ હયાત
કાર્યકાળે કે નિમિત્ત કોણ છે અને ત્યાં જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. જેથી બીજું બાહ્ય કારણ પણ કહ્યું છે. જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થતાં ભૂતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ નિશ્ચય કહ્યો, તથા પર્યાયમાં જે અશુદ્ધતા-અપૂર્ણતા છે તેને જાણવી તે વ્યવહારનય કહ્યો, તેમ જીવદ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વતઃ(પોતાથી) થાય છે. પરથી નહિ, અને તે પરિણામ પોતાના જ છે. છતાં બાહ્ય કારણથી થાય છે એમ કહેવું એ નિમિત્તનું જ્ઞાન કરાવનારું વ્યવહારનું કથન છે. એમાં નિશ્ચયથી પર્યાય પોતાથી થાય છે એમ જણાવીને નિમિત્તનું પણ સાથે જ્ઞાન કરાવ્યું છે, કેમ કે નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે. યવહાર જાણે લો પ્રયોજનવાન છે અને બારમી ગાથામાં કહ્યું છે ને ? જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, તે સ્વને જાણે અને પર જે નિમિત્ત હોય તેને પણ જાણે. નિમિત્તથી કાર્ય થાય છે અમ નહિ પણ કાર્યકાળે નિમિત્તની ઉપસ્થિતિ છે. તેથી નિમિત્ત જાણેલું પ્રયોજનવાન છે, આદરેલું નહિ. બાહ્ય નિમિત્તથી રાગ ઉત્પન્ન થાય છે. કે વ્યવહાર રત્નમયથી નિશ્ચય રત્નમય ઉત્પન્ન થાય છે. આમ કહેવું એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો નિશ્ચય રત્નમય નિજ સ્વદ્રવ્યના આશ્રયે જ થાય છે. આવી વાત છે, ભાઈ! અહીં તો એકલી સ્વભાવદષ્ટિની અપેક્ષાથી વાત છે. તેથી તે રાગના કંપનના પરિણામને પુગલના કહ્યા છે કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. તો તેનું પરિણમન અશુદ્ધ કેમ હોય ? શુદ્ધ ચૈતન્યમય વસ્તુનું પરિણમન તો શુદ્ધ ચૈતન્યમય હોય, અશુદ્ધ ન હોય. તેથી અહીં અશુદ્ધ પરિણમને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. અહીં ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની-શુદ્ધ ઉપાદાનની દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. જયારે ગાથા ૩૭૨(સમયસાર)માં જે વિકારી અશુધ્ધ પરિણામ થાય છે તે જીવના જીવમાં થાય છે એમ કહ્યું છે તે સમયની પર્યાયની જન્મક્ષણ સિધ્ધ કરી છે. રાગાદિ વિકાર નિમિત્તથી નીપજે છે એમ નથી પણ પોતાથી પોતામાં સ્વતંત્રપણે થાય છે, એમ ત્યાં સિદ્ધ કર્યું છે.
જીવ પોતે (અશુદ્ધ ઉપાદાન) વિકારનું કારણ છે એ જ નિશ્ચય કારણ છે. પરંતુ અહીં તો શુદ્ધ જીવ વિકારનું કારણ છે જ નહિ એમ સિધ્ધ કરવું છે. અહીં તો શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરાવવી છે ને ? અહાહા? શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, નિર્મળાનંદ પ્રભુ એવા ભગવાન આત્મામાં પુણય-પાપને ઉત્પન્ન કરે એવું છે જ શું ? તેથી દ્રવ્યસ્વભાવની દુટિની અપેક્ષાએ વિકારના પરિણામને પુગલના કહીને જીવમાંથી કાઢી નાખ્યા છે. પરંતુ કોઈ એમ જ પકડીને બેસી જાય કે વિકારી પર્યાય કર્મની છે, અને કર્મને લઈને છે તો તેને એમ કહ્યું કે વિકાર જીવમાં, જીવથી, જીવને લઈને થાય છે ભાઈ! જો તું પર્યાય છે અને માનતો નથી તોતું મૂઢ છે. તથા તું પર્યાયમાં જ માત્ર લીન છે અને સ્વભાવદષ્ટિ કરતો નથી તો પણ તું મૂઢ છે, મુર્ખ છે. સ્થી પ્રથમ પર્યાયની સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને પછી, ત્રિકાળ સ્વભાવની દષ્ટિશ્રદ્ધાન કરાવવા વિકારના પરિણામ પુદ્ગલના છે એમ અહીં કહ્યું છે. પ્રશ્ન :- એક કાર્યમાં બે કારણ હોય છે ને? સમાધાન :- બે કારણ હોય છે તે બરાબર છે. તે પૈકી એક યથાર્થ વાસ્તવિક કારણ છે અને બીજું ઉપચાર આરોપિત છે. વાસ્તવિક કારણ તો એક જ છે.