________________
માથે કોઇ નાથ નથી માટે અનાથ છે; ને પોતે મુક્તિસુંદરીનો નાથ છે. અહા! આવો અંદરમાં નિજ ભગવાન આત્મા છે એને જાણીને અંતર એકાગ્ર થવું, તેને અનુભવવો, તેમાં લીન કહેવું તે ધર્મ છે, મોક્ષનો માર્ગ છે; ને તેનું ફળ
મુક્તિ છે કે જેનો પોતે જ નાથ છે. આવી અલૌકિક વાત છે. મકેલી :સ્થાપેલી, એકાગ્ર કરેલી, મૂકવું,સ્થાપવું; એકાગ્ર કરવું મુવા મુકત કરવા, છોડવા મુકિત સંસારના શોકથી મુકત થવું તે, પરિણામમાં જ્ઞાનદર્શનાદિક અનુપમ
વસ્તુઓ પ્રાપ્ત કરવી. જેમાં પરમ સુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે,
જન્મ મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુઃખનો ક્ષય છે. મુખપાકે કરવો સ્મરણમાં રાખવો-રહેવો મુખમુદ્રા :પ્રસ્તાવના; ઉપોદઘાત (૨) જેમ કોઇનું મોઢું જોઇને લાગે કે આ શાંત
છે. આ ક્રોધી છે. તેમ આ પુસ્તકમાં શું કહેવું છે તે આ પ્રસ્તાવના વાંચીને કહી શકાય છે. (૩) મોટું જોઇને તેના ભાવ જણાય, તેમ પ્રસ્તાવના
વાંચીને પુસ્તકમાં શું આવવાનું છે તે જાણી શકાય મુખ્ય : નિશ્ચયકથન (૨) પ્રધાન; ખરેખરા મુખ્ય અને ઉપચાર મુખ્ય એટલે નિશ્ચય અને ઉપચાર એટલે વ્યવહાર. નિશ્ચયકથન
અને વ્યવહાર કથન. મુદ દશા :આનંદદશા મુદ્દા :આનંદ મુદ્દાઓ :પોઈન્ટસ રજૂ કરવાની મૂળ અને મહત્ત્વની વાતો; પૂરાવા ; સાબિતીઓ મુદિત :આનંદ પામવું, પ્રસન્ન થવું. મુદિતા :આનંદ, પ્રસન્નતા મુદ્રા મહોર છાપ (૨) મૃતિ :આકારે ખનિ જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તથા કેવળ જ્ઞાન હોય તે. (૨) શ્રમણ,
મૌન ઉપરથી મુનિ નામ પડયું છે. જે સ્વરૂપને જાણે તે મુનિ. (૩) ત્રણ કપાય(ક્રોધ, માન,માયા) નો અભાવ થયો છે તે મુનિ છે, મુનિ તો પરમેશ્વર
છે. (૪) સ્વ૫ર પદાર્થના જ્ઞાતા મુનિ (૫) ત્રણ કષાયનો અભાવ થયો છે તે મુનિ પરમેશ્વર સમાન છે. (૬) શ્રમણ; મૌન ઉપરથી પણ મુનિ નામ પડયું છે. જે સ્વરૂપને જાણે તે મુનિ. (૭) આત્મજ્ઞાન ત્યાં મુનિપણું; આત્મજ્ઞાન સહિત જેણે સ્વભાવનું પરિણમન કર્યું અને તેમાં લીન થયો તે જ મુનિ છે; જયાં આત્માનું સાચું જ્ઞાન હોય ત્યાં જ મુનિપણું હોઇ શકે. (૮) (સાધુ પરમેષ્ઠી) સમસ્ત વ્યાપારથી વિમુકત, ચાર પ્રકારની આરાધનામાં સદા લીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય છે, બધા ભાવલિંગ મુનિને નગ્ન દિગમ્બર દશા તથા સાધુના ૨૮ મૂળગુણ હોય છે. (૯) સમસ્ત વ્યાપારથી વિરકત, ચાર પ્રકારની આરાધનામાં તલ્લીન, નિગ્રંથ અને નિર્મોહ એવા સર્વ સાધુ હોય છે. તે નિશ્ચય સમ્યગ્દર્શન સહિત, વિરાગી થઈને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને શુધ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને, અંતરંગમાં શુધ્ધોપયોગરૂપ દ્વારા પોતાના આત્માનો અનુભવ કરે છે. પર દ્રવ્યમાં અહંબધ્ધિ કરતા નથી. જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે. પરભાવોમાં મમત્વ કરતા નથી. કોઇને ઇષ્ટ-અનિટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિ અશુભ ઉપયોગનું તો તેને અસ્તિત્વ જ મટી ગયું હોય છે. અનેક વાર સાતમા ગુણસ્થાનના નિવિસ્કલ્પ આનંદમાં લીન થાય છે. જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે ત્યારે તેને ૨૮ મૂળગુણોને અખંડિતપણે પાળવાના શુભસ્વકલ્પ આવે છે. તેને ત્રણ કષાયના અભાવરૂપ નિશ્ચય સમ્યક ચારિત્ર હોય છે તથા ત્રણે કાળ ભાવ લિંગી મુનિને નગ્ન દિગંબર દશા હોય છે, તેમાં કદી અપવાદ હોતો નથી. માટે વસ્ત્રાદિ સહિત મુનિ હોય નહિ (૧૦) ધર્માત્મા; મહાત્મા; સાધક; સાધુ (૧૧) મુનિદશાથી વિશેષ સ્થિરતા, એકાગ્રતા, નિર્વિકલ્પ ધ્યાન દશા સાતમે (અપ્રમત્ત) ગુણસ્થાનકે મુનિને હોય છે. તે વખતે બુધ્ધિપૂર્વક વિકલ્પ નથી, હું અનુભવ કરું છું આનંદ લઉં છું, એવો વિકલ્પ નથી; અંદર સ્વરૂપનો અખંડ આનંદ અનુભવે છે. (૧૨) સ્વરૂપને જાણે તે મુનિ, શ્રમણ (૧૩) સમસ્ત વ્યાપાથી વિમુકત,