________________
સમ્યગ્દષ્ટિ જીવની દેવગતિ જ હોય છે. તેમાં પણ તે ભુવનવાસી આદિ દેવમાં નહિ જતાં ઉત્તમ વૈમાનિક દેવમાં જ જાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનમાં, બારમાં ક્ષીણમોહ ગુણસ્થાનકમાં અને તેમાં સંયોગીકેવલી ગુણસ્થાનકમાં તથા આઠ, નવ અને દશ જે #પણ શ્રેણીનાં બાકીનાં ગુણસ્થાનક છે તેમાં મરણ થતું નથી. તે સિવાયના બાકીનાં ગુણસ્થાન માં મરણ થાય છે. ચૌદમા અયોગી ગુણસ્થાનકે મરણ કરીને મન, વચન, કાયાના યોગને આત્યંતિકપણે તજી દઈને ભવ્યજીવો શિવાલય, મોક્ષમંદિરરૂપ સિદ્ધિપદ સહજાત્મસ્વરૂપ અનુપમ શાશ્વત શાંતિધામમાં જઈ બિરાજે છે. બાકીનાં પાંચમાંથી અગિયારમાં સુધીમાં સાત ગુણસ્થાનકમાં મરણ કરનાર
જીવો એકમાત્ર ઉચ્ચદેવગતિમાં જાય છે. મૃતિ તિ:તખતીરૂપ(એપીએથ) નિકપણું વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પુલના ગુણ છે. પુદગલમાં રૂપીપણું
(મૂર્તિકપણું) છે. તે સિવાય પાંચ વસ્તુ (પદાર્થો) અરૂપી (અમૂર્તિક) છે. કૃતિકા:માટી બ્રતિકાપિંડ :માટીનો પિંડ, માટીનો પિંડો મૂર્ત પુદગલ દ્રવ્યના ગુણો વર્ણ, રસ, ગંધ ને સ્પર્શ, એ ગુણો સૂક્ષ્મથી માંડીને
પૃથ્વી પર્યંતના સર્વ પુદ્ગલને હોય છે, જે વિવિધ પ્રકારનો શબ્દ, તે પુદ્ગલ અર્થાત્ પૌલિક પર્યાય છે. સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ ઇન્દ્રિયગ્રાહ્ય છે, કારણ કે, તેઓ ઇન્દ્રિયોના વિષયો છે. તેઓ ઇન્દ્રિયગ્રાહ્યપણાની વ્યકિત અને શકિતને વશે, ઇન્દ્રિયો વડે ભલે ગ્રહતા હોય કે, ન ગ્રહતા હોય તો પણ, તેઓ એક દ્રવ્યાત્મક સૂક્ષ્મ પર્યાયરૂપ પરમાણુથી માંડીને, અનેક દ્રવ્યાત્મક સ્થૂલ પર્યાયરૂપ, પૃથ્વી સ્કંધ સુધીના સર્વ પુદ્ગલને અવિશેષપણે વિશેષ ગુણો તરીકે હોય છે, અને તેઓ મૂર્ત હોવાને લીધે (પુદ્ગલ સિવાયના) બાકીનાં દ્રવ્યોને, નહિ વર્તતા હોવાથી, પુદ્ગલને જણાવે છે. (પરમાણુ, કાર્મણવર્ગણ વગેરેમાં ઇન્દ્રિયગ્રાહપ્પણું વ્યકત નથી, તો પણ
૭૯૨ શક્તિરૂપે અવશ્ય હોય છે, તેથી જ ઘણા પરમાણુઓ સ્કંધ રૂપે થઇ શૂલપણું ધારણ કરતાં, ઇન્દ્રિયો વડે જણાય છે.) શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એવી શકરવી, કારણ કે, તે (શબ્દ) વિચિત્રતા વડે, વિશ્વરૂપપણું (અનેકાનેક પ્રકારપણું) દર્શાવતો હોવા છતાં, તેને અનેક દ્રવ્યાત્મક પુદ્ગલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. (વિચિત્રતા = વિવિધતા (શબ્દ ભાષાત્મક, અભાષાત્મક, પ્રાયોગિક, વૈઋસિક-એમ વિવિધ છે.) શબ્દને પર્યાય નહિ માન, ગુણ માનવામાં આવે, તો તે કઇ રીતે યોગ્ય નથી, તેનું સમાધાનઃપ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી, કેમ કે ગુણ-ગુણીને અભેદ પ્રદેશપણું હોવાથે લીધે (ગુણ-ગુણી), એક વેદનથી વેધ હોવાથી, અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણેન્દ્રિયના વિષય ભૂતપણું આવી પડે. (એક વેદનથી વેદ્ય=એક જ્ઞાનથી જણાવવા યોગ્ય. (નૈયાયિકો, શબ્દને આકાશનો ગુણ માને છે, પણ તે માન્યતા અપ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો અભિન્ન હોય છે, તેથી ગુણ, જે ઇન્દ્રિયથી જણાય તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઇએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે, માટે આકાશ પણ કન્દ્રિયથી જણાવું જોઇએ. પણ આકાશ તો કર્ણ ઇન્દ્રિયથી જણાતું નથી. માટે શબ્દ, આકાશ વગેરે, અમૂર્તિક દ્રવ્યોનો ગુણ નથી.) બીજું, શબ્દમાં પર્યાયના લક્ષણ , ગુણનું લક્ષણ ઉત્થાપિત થતું હોવાથી, શબ્દ મૂર્ત દ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કદાચિત્કપણું (અનિત્યપણું) છે, અને ગુણનું લક્ષણ નિત્યપણું છે; માટે શબ્દમાં કાદાચિત્કપણ વડે નિત્યપણું, ઉસ્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઇક વાર જ થતો હોવાથી, અને નિત્ય નહિ હોવાથી), શબ્દ તે ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે, તે તેને (શબ્દને) ઉત્પન્ન કરનારાં પુલોનું, અને સ્પર્શાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ, એમ દ્રઢપણે ગ્રહણ કરવું. વળી, જો, પુલનો પર્યાય હોય, તો પૃથ્વી સ્કંધની જેમ, તે સ્પર્શનાદિક ઇન્દ્રિયોનો વિષય હોવો જોઇએ. અર્થાત્ જેમ પૃથ્વીસ્કંધરૂપ પુદ્ગલપર્યાય