________________
ભાવથી :જ્ઞાયકની સન્મુખ થઇને એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે. ભાવવંદન “હું પૂર્ણ જ્ઞાનધન સ્વભાવે નિર્મળ છું” એવા ભાવ સહિત રાગાદિ વિસ્મરણ કરી સ્વલક્ષે, રાગરહિત, અંદર કરવું તે અંતર એકાગ્રતા અર્થાત્
ભાવવંદન ભાવેદ્રિયનું સ્વરૂ૫:લબ્ધિ અને ઉપયોગને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ૧. લબ્ધિ = લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના
ચૈતન્યગુણનો ક્ષયોપશમહેતુક ઉઘાડ તે લબ્ધિ છે. ૨. ઉપયોગ= ઉયોગનો અર્થ ચૈતન્ય વ્યાપાર થાય છે. આત્માન ચૈતન્યગુણનો
જે ક્ષચોપશમ હેતુક ઉઘાડ છે તેના વ્યાપાર ને ઉપયોગ કહે છે. આત્મા શેય પદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્ય વ્યાપારને તે તરફ જોડે, તે ઉપયોગ છે. ઉપયોગ ચૈતન્યનું પરિણમન છે; તે કોઇ અન્ય ક્ષેય પદાર્થ તરફ લાગી રહ્યો હોય તો, આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ,
સાંભળે નહિ. લબ્ધિ અને ઉપયોગ બંને મળીને, જ્ઞાનની સિદ્ધિ થાય છે. ૩. પ્રશ્ન - ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેદ્રિયનું ફળ (અથવા કાર્યો છે, તેને
ભાવેન્દ્રિય શા માટે કહી શકાય? ઉત્તરઃ-કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગ(ઉપચારથી) ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ઘટ-આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાયે લોકમાં કાર્યને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય (ભાવેન્દ્રિય) છે; આત્મા તે સ્વ અર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ-ઇન્દ્રિયપણું કહી શકાય છે. ઉપયોગ ને લબ્ધિ એ બન્નેને ભાવેન્દ્રિય એ માટે કહે છે કે, તેઓ દ્રય પર્યાય નથી પણ ગુણપર્યાય છે. ક્ષયોપશમહેતુક લબ્ધિ પણ, એ પર્યાય યા ધર્મ છે અને ઉપયોગ પણ એક ધર્મ છે, કેમકે તે આત્માનો પરિણામ છે. તે ઉપયોગ
દર્શન અને જ્ઞાન એવા બે પ્રકારનો છે. ૫. ધર્મ, સ્વભાવ, ભાવ, ગુણપર્યાય, ગુણ એ શબ્દો એકાર્થ વાચક છે. ૬. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને શ્રધ્ધાન કરવા યોગ્ય જ્ઞાનની ક્ષયોપશમ લબ્ધિ
તો, સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને હોય છે; પણ જે જીવ પરનું લક્ષ ટાળી
૭૧૬ સ્વ(આત્મા) તરફ ઉપયોગને વાળે છે, તેને આત્માનું જ્ઞાન (સમ્યજ્ઞાન) થાય છે, અને જે જીવ. ૫ર તરફ જ ઉપયોગને વાળ્યા કરે છે તેને મિથ્યાજ્ઞાન થાય છે. અને તેથી તેનું અવિનાશી કલ્યાણ થતું નથી. જીવને છદ્મસ્થ દશામાં જ્ઞાનનો ઉઘાડ અર્થાત્ ક્ષયોપશમહેતુક લબ્ધિ ઘણી હોય તો પણ, તે બધા ઉઘાડનો ઉપયોગ એક સાથે કરી શકતો નથી, કેમ કે તેનો ઉપયોગ રાગમિશ્રત છે તેથી રાગમાં રોકાઇ જાય છે, તે કારણ જ્ઞાનનો ઉઘાડ (લબ્ધિ) ઘણો હોય તો પણ, વ્યાપાર (ઉપયોગ) તો અલ્પ હોય છે. જ્ઞાનગુણ તો દરેક જીવને પરિપૂર્ણ છે; વિકારી દશામાં તે જ્ઞાનગુણની પૂર્ણ પર્યાય ઊઘડતી નથી, એટલું જ નહિ પણ પર્યાયમાં જેટલો ઉઘાડ હોય તેટલો પણ વ્યાપાર એ સાથે કરી શકતો નથી. આત્માનું લક્ષ પર તરફ હોય ત્યાં સુધી, તેની આવી દશા હોય છે. માટે જીવે સ્વ અને પરનું યથાર્થ ભેદવિજ્ઞાન કરવું જોઇએ. ભેદવિજ્ઞાન થતાં તે પોતાનો પુરુષાર્થ સ્વતરફ વાળ્યા જ કરે છે, અને તેથી ક્રમે ક્રમે રાગટાળીને બારમા ગુણસ્થાને સર્વથા રાગ ટળી જતાં, વીતરાગતા થાય છે. ત્યારપછી થોડા જ વખતમાં પુરુષાર્થ વધતાં જ્ઞાનગુણ જેટલો પરિપૂર્ણ છે તેટલો જ પરિપૂર્ણ તેનો પર્યાય ઊઘડે છે; જ્ઞાન પર્યાય પૂર્ણ ઊઘડી ગયા પછી જ્ઞાનના વ્યાપારને એક બાજુથી બીજી બાજુ તરફ વાળવાનું રહેતું નથી; માટે દરેક મુમુક્ષુ જીવોએ યથાર્થ
ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ, કે જેનું ફળ કેવળ જ્ઞાન છે. ભાવનું ચાલું ભૂલરૂપ ક્ષણિક વિકારીભાવ છે. ભાવનું ભાવાન્તરના અભાવ સ્વભાવે અવભાસન છે :ભાવ અન્ય ભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે-દેખાય છે. ભાવનું લાણ :ભાવનું લક્ષણ પરિણમન માત્ર છે. ભાવેન્દ્રિય ખંડખંડરૂપ જ્ઞાન (૨) ભાવેન્દ્રિયના પાંચ ભેદ છેઃ સ્પર્શન, રસના,
ઘાણ, ચક્ષુ અને ક્ષોત્ર (૩) જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે અથવા જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે એવી ભાવેન્દ્રિયોને પ્રતીતિમાં આવતાં અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે પોતાથી જુદી જાણવી એ ભાવેનિદ્રયોનું જીતવું થયું.