________________
ભાઇ! આવા રત્નોનો જ આખો પહાડ તું છો..... તારા મતિ-શ્રુત જ્ઞાનને અંતરમાં વાળીને આ ચૈતન્ય રત્નના પહાડને તું દેખ. પોતે આનંદનો મોટો
ડુંગર, પણ દષ્ટિના દોષને લીધે જીવ તેને દેખતો નથી. મહારસ :દારૂ મહાસત્તા અને અવાન્તર સત્તા :આમાન્ય વિશેષાત્મક સત્તાના બે પડખાં છે, એક
પડખું તે મહાસત્તા અને બીજું પડખું તે અવાન્તર સત્તા(*) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે. તેથી જો મહાસત્તા સત્તા કહીએ તો અવાક્તરસત્તાને અસત્તા કહેવાય. (૯) મહાસત્તા ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય એવાં ત્રણ લક્ષણવાળી છે તેથી તે ત્રિલક્ષણા છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ છે. નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ એક લક્ષણ છે, તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી હોવાથી અત્રિલક્ષણ છે. (૯) મહાસત્તા સમસ્ત પદાર્થ સમૂહમાં સત્ સત્ એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની સ્વરૂપ સત્તા બીજી કોઈ વસ્તુની સ્વરૂપ સત્તા નથી, તેથી વસ્તુઓ તેટલી સ્વરૂપ સત્તાઓ માટે આવી સ્વરૂપ સત્તાઓ અથવા અવાન્તર સત્તાઓ અનેક છે. (૯) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા સર્વ પદાર્થોમાં રહેલી છે. વ્યકિતગત પદાર્થોમાં રહેલી ભિન્ન ભિન્ન વ્યકિતગત સત્તાઓ વડે જ પદાર્થોનું ભિન્ન ભિન્ન નિશ્ચિત વ્યકિતત્વ રહી શકે, તેથી તેને પદાર્થની અવાન્તરસત્તા તે તે એક પદાર્થમાં જ સ્થિત છે. (*) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો (સ્વભાવો) સહિત છે તેથી તે સવિશ્વરૂપ (સ્વરૂપવાળી છે. વસ્તુની સત્તાનું (કથંચિત) એકરૂપ હોય તો જ તે વસ્તુનું એકરૂપ (ચોકકસ એક સ્વભાવ) રહી શકે તેથી પ્રત્યેક વસ્તુની અવાન્તર સત્તા નિશ્ચિત એક રૂપવાળી જ છે. (૯). મહાસત્તા સર્વ પર્યાયોમાં રહેલી છે તેથી તે અનંતપર્યાયમય છે. ભિન્ન ભિન્ન પર્યાયોમાં (કથંચિત) ભિન્ન ભિન્ન સત્તાઓ હોય તો જ એક એક પર્યાય ભિન્ન ભિન્ન રહીને અનંત પર્યાયો સિદ્ધ થાય, નહિ તો પર્યાયોનું અનંતપણું જ ન
૭૪૮ રહે- એકપણું થઈ જાય. માટે પ્રત્યેક પર્યાયની અવાન્તર સત્તા તે તે એક પર્યાયમય જ છે. આ રીતે સામાન્ય વિશેષાત્મક સત્તા, મહાસત્તારૂપ તેમજ અવાન્તર સત્તારૂપ હોવાથી (*) સત્તા પણ છે અને અસત્તા પણ છે.(*) ત્રિલક્ષણા પણ છે અને અત્રિલક્ષણા પણ છે, (૪) એક પણ છે અને અનેક પણ છે. (૪) સર્વ પદાર્થ સ્થિત પણ છે અને એક પદાર્થ સ્થિત પણ છે. (*) સવિશ્વરૂપ પણ છે અને એકરૂપ પણ છે. (*) અનંત પર્યાયમય પણ છે અને એક
પર્યાયમય પણ છે. મહાવ્રત નિશ્ચય રત્નત્રયપૂવૃક ત્રણે યોગ (મન, વચન, કાયા) તથા કરણ
કરાવણ-અનુમોદન સહિત હિંસાદિ પાંચ પાપોનો સર્વથા ત્યાગ. (હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોનો સર્વથા ત્યાગ) (૨) હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મચર્ય (મૈથુન) અને પરિગ્રહ આ પાંચ પાપોનો સર્વથા ત્યાગ. (નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન અને વીતરાગચારિત્ર રહિત એકલા વ્યવહારવ્રતના શુભ ભાવને મહાવ્રત કરેલ નથી પણ બાળવ્રત-અજ્ઞાન વ્રત
કહેલ છે.) મહાવ્રત અને ત૫ :જીવો કથંચિત જિનાગમમાઃ કહેલાં મહાવ્રત અને તપના
ભારથી ઘણા વખત સુધી ભગ્ન થયા થકા તૂટી મરતા થકા કલેશ પામો તો પામો; પરંતુ જે સાક્ષાત્ મોક્ષ સ્વરૂપ છે, નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે. અને સ્વયં સંવેદ્યમાન છે-પોતાની મેળે પોતે વેદવામાં આવે છે. એવું આ જ્ઞાન તો જ્ઞાનગુણ વિના કોઇ પણ રીતે તેઓ પ્રાપ્ત કરી શકતા
નથી.
આશય એ છે કે જ્ઞાન છે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઇ
ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. (સમયસ્વર નિર્જ અધિકાર) મહાવિદેહોત્ર:આત્મક્ષેત્ર; આત્મદેશના નિવાસી મહાવીર ભગવાન મહાવીરના પાંચ નામ હતા (૧) વીર (૨) વર્ધમાન (૩)
સન્મતિનાથ (૪) અતીવીર ને (૫) મહાવીર