________________
૭૫૮
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ કારણ છે. સાદિ મિથ્યાત્વમાં મિથ્યાત્વ સમ્પમિથ્યાત્વ અને સમ્યક પ્રવૃત્તિ મિથ્યાત્વ અનંતાનુબંધી કષાયક્રોધ, માન, માયા અને લોભ એ સાત કારણો છે. (૬) જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેનું તે રૂપે જ્ઞાન ન થતાં વિપરીતાદિ રૂપે જ્ઞાન જેના સંબંધથી થાય છે તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ સંપૂર્ણ કર્મ રૂપ બગીચો ઉગાડવા તથા વિસ્તારવા માટે જળસિંચન સમાન છે. મિથ્યાત્વનું આ વિશેષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની પૂરેપૂરી લીલાનો સંકેત કરે છે. (૭) મિથ્યાત્વના બે પ્રકાર છે. પર પદાર્થને પોતાના માનવારૂપ ઊંધો અભિપ્રાય તે જીવમિથ્યાત્વ છે. તેનું બાહ્ય નિમિત્ત પામીને રજકણો મિથ્યાત્વકર્મપણે પરિણમે તે અજીવમિથ્યાત્વ છે.ઊંધો ભાવ કરે પોતે, પણ તે વખતે પૂર્વ કર્મ હાજર હોય છે, ઊંધી માન્યતાના ભાવ વખતે દર્શનમોહનીય કર્મનો ઉદય નિમિત્તરૂપ છે. પોતાનું સ્વક્ષેય ભૂલીને માત્ર પરણેય કરે અને તે પરણેયને પોતાનું જાણે તે જીવઅજ્ઞાન છે. તે જીવઅજ્ઞાનના ઊંધા ભાવ વખતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું નિમિત્ત છે તે અજીવ અજ્ઞાન છે. જડ કર્મ ઊંધો ભાવ આત્માને કરાવી દેતું નથી પણ ઊંધો ભાવ જીવ પોતે કરે ત્યારે જડ કર્મના ઉદયનું નિમિત્ત હોય છે. પરપદાર્થ પ્રત્યેની આસક્તિનો અત્યાગભાવ તે જીવઅવિરતિ, પોતાના સ્વરૂપમાં સ્થિર નહિ રહેતાં અસ્થિર થઇ જાય તે અવિરતિ, સમ્યગ્દર્શન થતાં પર પદાર્થની આસક્તિનો શ્રધ્ધામાંથી ત્યાગ થઇ ગયો હોય, જે જે રાગ-દ્વેષના પરિણામ આવે તેનાથી જ ભાન વર્તતું હોય તો પણ અસ્થિરતમાંથી આસક્તિ છૂટી ન હોય તેનું નામ જીવઅવિરતિ. તે જીવઅવિરતિ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય આદિ ચારિત્ર મોહનો ઉદય છે તે અજીવ અવિરતિ છે. આત્માના પ્રદેશોનું કંપન તે જીવયોગ છે. મનયોગ; વચન યોગ; અને કાય યોગની પ્રકૃતિનો ઉદય તે જડ યોગ છે. આત્માનો અસાવધાનરૂપ ભાવ તે જીવમોહ છે; અને તે ભાવ વખતે મોહનીય કર્મનો ઉદય તે અજીવમોહ છે.
ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક વગેરે કષાયભાવો જીવના પરિણામમાં થાય છે તે જીવક્રોધાદિ છે. તે ભાવો વખતે દ્રવ્યકર્મરૂપ ક્રોધાદિ કર્મ ઉદયમાં છે તે જડક્રોધાદિ છે. એમ બધા વિકારી ભાવોમાં જીવ અજીવ બબ્બે પ્રકાર છે. સમ્યગ્દર્શનની ભૂલ મિથ્યાત્વ, જ્ઞાનની ભૂલ તે અજ્ઞાન, ચારિત્રની ભૂલ તે અસ્થિરતા; મોહ ને ક્રોધાદિ તે ચારિત્રની ભૂલમાં સમાઇ જાય છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે. તે. પ્રત્યેક મયૂર અને દર્પણની જેમ અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, અજ્ઞાન એટલે ઊંધું જ્ઞાન, અને અવિરતિ એટલે ચારિત્રગુણનો વિકાર. એ ત્રણે અવસ્થા છે, એ ત્રણે ઉપયોગરૂપ છે, એ ત્રણેય ચૈતન્યનો અરૂપી વિકાર છે. નિશ્ચયથી જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ, ઇત્યાદિ અજીવ છે તે તો
અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય એવું મૂર્તિક પુદગલકર્મ છે; અને જે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જીવ છે. તે મૂર્તિક પુદકર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. આત્માગદ્વેષ વિનાનું તત્વ છે, તે પુદગલની અવસ્થાથી અન્ય એવું ચૈતન્ય દ્રવ્ય છે. હું રાગી-દ્વેષી આત્મા છું તેવી માન્યતા તે જીવનો વિકારભાવ છે, મિથ્યાત્વ છે. જે જ્ઞાન એકલો પર દ્રવ્યને જ જાણે પરંતુ પોતાના સ્વ દ્રવ્યને ન જાણે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે અને વીતરાગ સ્વરૂપે નહિ રહેતાં રાગ-દ્વેષરૂપે અસ્થિર થાય તે જીવનો અવિરતિરૂપ વિકારભાવ છે. (૮) કોઇ એમ માને કે હું એકલો શુધ્ધ છું; અવસ્થામાં કંઇ નથી, અવસ્થામાં રાગ નથી. અવસ્થામાં વિકલ્પ નથી તેમ એકાંત માને તેપણ મિથ્યાત્વ છે. વળી જે સ્વભાવને સમજે નહિ ને એકલો વ્યવહાર વ્યવહાર કર્યા કરે એને સાચા વ્યવહારનું જ્ઞાન હોય જ કયાંથી ? માટે તે વ્યવહારની પકડવાળો પણ મિથ્યાવી છે. (૯) મિથ્યાત્વ; સમ્યમિથ્યાત્વ અને સમ્યકપ્રકૃતિ મિથ્યાત્વ એવા મિથ્યાત્વના ત્રણ ભેદ છે. (૧૦) વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું નહિ