________________
સ્પર્શનાર અને કોઇનો પણ નિશ્ચય ન કરનાર શ્રધ્ધાનને સંશય મિથ્યાત્વ કહે છે જેમ કે મોક્ષમાર્ગ દર્શન-જ્ઞાન ચારિત્ર રૂપ છે કે નહિ, આ પ્રકારે કોઇ એક પક્ષનો સ્વીકાર ન કરવાનો સંદેહ ચાલું રાખવો તે. સર્વાર્થ સિધ્ધિ આદિ બીજા ગ્રંથોમાં મિથ્યાત્વના પાંચ ભેદોનો પણ ઉલ્લેખ છે. જેમના નામ છે - એકાંત મિથ્યાદર્શન, વિપરીત મિથ્યાદર્શન, વૈનયિક મિથ્યાદર્શન, અજ્ઞાનિક મિથ્યાદર્શન અને સંશય મિથ્યાદર્શન જેમાંથી પ્રથમ ચારને અહીં ગૃહીત મિથ્યાત્વની અંતર્ગત સમજવા જોઇએ. (૨૨) મિથ્યાત્વાદિ ભાવ જે થાય છે. તેને જીવ સ્વતંત્રપણું પોતાની પર્યાયમાં ઉત્પન્ન કરે છે. ત્રિકાળી જીવદ્રવ્ય એનું કારણ નહિ. તેમ પર દ્રવ્ય-કર્મ પણ એનું કારણ નહિ. એ મિથ્યાત્વભાવનો કર્તા મિથ્યાત્વ પર્યાય છે. મિથ્યાત્વની પર્યાય ને કર્તા, મિથ્યાત્વની પર્યાય પોતે સાધન, મિથ્યાત્વના પરિણામ તે સંપ્રદાન, મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ થયું તે અપાદાન અને મિથ્યાત્વને આધારે મિથ્યાત્વ થયું તે અધિકરણ; આ પ્રમાણે મિથ્યાત્વની વિકારી પર્યાય કર્તા-કર્મ આદિ પોતાના પકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એને નિમિત્તની કે કર્મના કારકોની કોઇ અપેક્ષા નથી. (૨૩) પુદ્ગલમાં સુખબુધ્ધિ થવી તે ભ્રાંતિ છે. મિથ્યાત્વ છે હું કોઇનું કલ્યાણ કરું ને કોઇ મારું કલ્યાણ કરે છે એવી માન્યતા તે મિથ્યાત્વ છે, આત્મા અખંડ જ્ઞાપકમૂતિ છે, એને ભૂલીને શરીર તે હું છુંવાણી તે હું છું-મન તે હું છું-શુભાશુભ પરિણામ તે હું છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે. (૨૪) જે કારણે જ્ઞાનમાં વસ્તુનો અન્યથા પરિચ્છેદવિપરીતાદિ રૂપે જાણવું થાય છે તેને સત્પષોએ મિથ્યાત્વ માન્યું છે કે જે કર્મરૂપી બગીચો ઉગાડવાં તથા વિસ્તારવા માટે જળસિંચન સમાન છે. જે વસ્તુ જે રૂપેસ્થિત છે તેનું તે રૂપે જ્ઞાન ન થતાં વિપરીત આદિપે જ્ઞાન જેના સંબંધથી થાય છે. તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ સંપૂર્ણ કર્મરૂપ બગીચો ઉગાડવા તથા વિસ્તારના માટે જળસિંચન સમાન છે. મિથ્યાત્વનું આ વિશેષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની પુરેપૂરી લાલાનો સંકેત કરે છે. (૨૫) મિથ્યાત્વના બે પ્રકાર છે; (૧) જીવ મિથ્યાત્વ અને
| (૨) અજીવ મિથ્યાત્વ પર પદાર્થને પોતાના માનવા રૂપ ઊંધો
અભિપ્રાય તે જીવ મિથ્યાત્વ છે, તેનું બાહ્ય નિમિત્ત પામીને રજકણો મિથ્યાત્વકર્મ પણે પરિણમે તે અજીવ મિથ્યાત્વ છે. ઊંધો ભાવ કરે પોતે, પણ તે વખતે પૂર્વ કર્મ હાજર હોય છે. ઊંધી માન્યતાના ભાવ વખતે દર્શન મોહનીય કર્મનો ઉદય નિમિત્તરૂપ છે. પોતાનું સ્વય ભૂલીને માત્ર પરય કરે અને તે પરણેયને પોતાનું જાણે તે જીવ અજ્ઞાન છે. તે જીવ અજ્ઞાનના ઊંધા ભાવ વખતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું નિમિત્ત છે તે અજીવજ્ઞાન છે. જડ કર્મ ઊંધો ભાવ આત્માને કરાવી દેતું નથી, પણ ઊંધો ભાવ જીવ પોતે કરે ત્યારે જડકર્મના ઉદયનું નિમિત્ત હોય છે. પરપદાર્થ પ્રત્યેની આસક્તિનો અત્યાગભાવ તે જીવ અવિરતિ પોતાના સ્વરૂપમાં સ્થિર નહિ રહેતાં અસ્થિર થઇ જાય તે અવિરતિ; સમ્યગ્દર્શન થતાં પર પદાર્થની આસકિતનો શ્રધ્ધામાંથી ત્યાગ થઇ ગયો હોય, જે જે રાગદ્વેષના પરિણામ આવે તેનાથી જુદું ભાન વર્તતું હોય તો પણ અસ્થિરતામાંથી આસકિત છૂટી ન હોય તેનું નામ જીવ અવિરતિ. તે જીવ અવિરતિ વખતે અપ્રત્યાખ્યાનાવરણીય આદિ ચારિત્ર મોહનો ઉદય છે તે અજીવ અવિરતિ છે. આત્માના પ્રદેશોનું કંપન તે જીવ યોગ છે; મન યોગ, વચન યોગ, અને કાયયોગની પ્રકૃતિનો ઉદય તે જડ યોગ છે. આત્માનો અસાવધાનરૂપ ભાવ તે જીવમોહ છે. અને તે ભાવ વખતે મોહનીય કર્મનો ઉદય તે અજીવ મોહ છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક વગેરે કષાયભાવો જીવના પરિણામમાં થાય છે તે જીવક્રોધાદિ છે; તે ભાવો વખતે દ્રવ્યકર્મરૂપ ક્રોધાદિ કર્મ ઉદયમાં છે તે જડ ક્રોધાદિ છે. એમ બધા વિકારી ભાવોમાં જીવ, અજીવ બબ્બે પ્રકાર છે. સમ્યગ્દર્શનની ભૂલ મિથ્યાત્વ, જ્ઞાનની ભૂલ તે અજ્ઞાન, ચારિત્રની ભૂલ તે અસ્થિરતા; મોહ ને ક્રોધાદિ તે ચારિત્રની ભૂલમાં સમાઇ જાય છે.