________________
મિથ્યાદિ ખોટી દ્રષ્ટિવાળો (૨) રાગ-દ્વેષ અજ્ઞાનભાવને પામેલ તે મૂઢાત્મા |
અથવા મિથ્યાદષ્ટિ છે. (૩) નર-નરકાદિ પર્યાય (અવસ્થા)માં રક્ત થયેલો જીવ મિથ્યાદ્રષ્ટિ થાય છે. અને અનેક પ્રકારના કર્મ બાંધે છે, જેથી ઘણા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. પરમાત્માના અનુભવની શ્રધ્ધાથી વિમુખ થઇ આઠ મદ, છ અનાયતન તથા ત્રણ મૂઢતાઓમાં લીન થયેલો જીવ મિથ્યાદષ્ટિ છે. તે નર-નરકાદિ પર્યાયોમાં રક્ત રહે છે. એટલે તે પર્યાયોમાં મમત્વ કરી રાગદ્વેષ કર્યા કરે છે અને તેથી કર્મ બાંધી બાંધી સંસારમાં રઝળ્યા કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના ભેદથી સંસાર પાંચ પ્રકારે છે. જે જીવ પર્યાયમાં (અવસ્થામાં) આસક્ત છે તે અજ્ઞાની છે તથા જે આત્મસ્વભાવમાં સ્થિત છે તેને સ્વ-સમય-સમ્યગ્દષ્ટિ જાણવો. જે પર દ્રવ્યમાં આસકત છે તે સાધુ મિથ્યાદૃષ્ટિ છે અને મિથ્યાત્વમાં પરિણમેલો તે જીવ દુષ્ટ એવા આઠ કર્મને બાંધે છે. માટે વીતરાગી સમ્યગ્દર્શન ઉપાદેય છે અને મિથ્યાત્વ સર્વથા હેય છે. (૪) તત્ત્વોની ઊંધી શ્રધ્ધા કરવાવાળા (૫) મિથ્યાષ્ટિને પર્યાય બુધ્ધિ, સંયોગી બુદ્ધિ, પર્યાય મૂઢ, વ્યવહાર દષ્ટિ, વ્યવહાર મૂઢ, સંસાર દ્રટિ, પરાવલંબી બુધ્ધિ, પરાશ્રિત દ્રષ્ટિ બહિરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. (૬) મૂઢ જીવ (૭) હું એક આત્મા પરિપૂર્ણ વસ્તુ છું મારો સ્વભાવ નિર્વિકાર અસંયોગી સિધ્ધ સમાન છે. જીવ જયારે પોતાના પરિપૂર્ણ, નિર્વિકાર, અસંયોગી ચૈતન્ય સ્વભાવને ભૂલ્યો ત્યારે આઠ જાતના જડ કર્મના નિમિત્તે થતી અપૂર્ણ અવસ્થા, વિકાર અને પરસંયોગ તરફ તેની દૃષ્ટિ ગઇ અને ત્યાં જ પોતાપણું માન્યું. જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય કર્મના કારણે જ્ઞાન-દર્શન અને વીર્યમાં અપૂર્ણતા, મોહનીયના કારણ શ્રદ્ધા અને ચારિત્રમાં ઊંધાઈ અને ચાર આધારિત કર્મના કારણે પર સામગ્રીને સંયોગ એ રીતે અપૂર્ણતા, વિકાર અને સામગ્રી ઉપરની દષ્ટિ તે જ મિથ્યાદષ્ટિ છે; અને ચૈતન્ય સ્વભાવ પોતાથી પરિપૂર્ણ, નિર્વિકાર અને પરસંયોગ રહિત છે. એની શ્રધ્ધા જ્ઞાનચારિત્ર એ જ સુખનો ઉપાય છે. (૮) ખોટી દ્રષ્ટિવાળો
મિથ્યાટિપણે જીવ નામનો પદાર્થ જે ચિદાનંદ-જ્ઞાનાનંદ-રસરૂપે સ્વતંત્ર છે તેને
પરના સંબંધવાળો માનવો, તેમ જ તે પરના સંબંધે, પુણ્ય-પાપ વિકાર થાય છે તેવડો આખા આત્માને માની લેવો તે મિથ્યાદષ્ટિપણું છે, પરાશ્રયથી ક્ષણિક બંધ અવસ્થા છે. તેને આત્માની ત્રિકાળી નિર્મળ સંબંધમાં ખતવી નાખવી તે મિથ્યાષ્ટિપણું છે. આત્મા તો સદાય અરૂપી જ્ઞાતા છે, તે જ્ઞાન અને શાંતિ અથવા અજ્ઞાન અને રાગદ્વેષના ભાવ સિવાય કાંઇ કરી શકતો નથી છતાં પરનું હું કરી શકું એમ માને છે, આત્માને હાથ, પગ, જીભ નથી છતાં તેનો ધણી થાય છે, એ
અનાદિનું મિથ્યાશલ્ય છે. મિથ્યા દુષણ :ખાલી આરોપ મિથ્યાનિયતવાદને ગુહીત મિથ્યાત્વ કેમ કહ્યું છે ? :ઉત્તર : નિમિત્તથી ધર્મ થાય.
રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીત મિથ્યાત્વ તો અનાદિનું હતું અને જન્મ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યા નિયતિવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અંગૃહીત મિથ્યાત્વ હોય તેને જ ગૃહીત મિથ્યાત્વ થાય. જીવો શાતાશીળિયાપણાથી ઇન્દ્રિયવિષયોના પોષણ માટે થવાનું હશે તેમ થશે. એમ કહી એક સ્વછંદતાનો માર્ગ શોધી
કાઢે છે તેનું નામ ગૃહીત મિથ્યાત્વ છે. મિથ્યાભાવ ૫રને પોતાપણે માનવું તે મિથ્યાત્વભાવ મિથ્યાભાવ અશાન અને અસ્થિરતા :૫રને પોતાપણે માનવારૂપ મિથ્યાભાવ.
પોતાને જાણવું મૂકીને એકલો પરનો જ વિષય કરે તે અજ્ઞાન, સ્વમાં એકાગ્રતા મૂકીને પરમાં એકાગ્રતા કરે તે અસ્થિરતા- એ ત્રણે વિકારી
પરિણામ મોહમાંથી જોડાવાથી ઉત્પન્ન થાય છે. મિથ્યાભાસરૂપ:અસકલ્પનારૂપ મિથ્યાશ્રધ્ધા આ રાગ મારો છે. મને તે ભલો છે, એનાથી (શુભરાગથી મને ધર્મ
થાય છે, રાગથી-રાગમાંથી ને પરમાંથી મને સુખ આવે છે તથા પર્યાયના અંશ જેટલો હું છું, પર્યાય સ્વરૂપ જ હું છું એવી એવી મિથ્યા વિપરીત