________________
કારણ છે. આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. તેના હોવાથી મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થાય જ. ને આ વિના સર્વથા કાર્ય ન થાય. અને એ વખતે તેને પ્રતિબંધક કર્મનો અભાવ ન હોય એમ બને નહિ. અહીં ત્રણ કારણ કહ્યા
| મોક્ષ વખતે નિમિત્તકારણરૂપે નગ્ન દશા હોય જ એમ
કહ્યું મોક્ષ થતી વખતે તપનું નિમિત્ત કારણ કહ્યું પણ તે હોય જ એવો નિયમ નથી. ને ત્રીજું ઉપાદાન કારણ આત્માનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું
કારણ હોય જ છે. (૧૩) નિજ પરમાત્મ દ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ છે, પરના આશ્રયે મોક્ષમાર્ગ નથી. શું કીધું ? આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ એ ત્રણે સ્વાશ્રિત પરિણામ છે, તેમાં પરનું કે રાગનું અવલંબન જરાય નથી. તે ત્રણેય ભાવો શુધ્ધાત્માભિમુખ છે ને પરથી વિમુખ છે. આ રીતે મોક્ષમાર્ગ અત્યંત નિરપેક્ષ છે, પરમ ઉદાસીન છે. જેટલા પર સન્મુખના પરાશ્રિત રાગાદિ વ્યવહારભાવો છે તે કોઇ પણ મોક્ષમાર્ગ નથી. સ્વાભિમુખ સ્વાશ્રિત પરિણામમાં વ્યવહારના રાગની ઉત્પતિ જ થતી નથી. માટે તે રાગાદિ ભાવો મોક્ષ માર્ગ નથી; જે સ્વાશ્રિત નિર્મળ રત્નત્રયરૂપ ભાવ છે તે જ મોક્ષમાર્ગ છે. અને તે જ ધર્મ છે. તેને જ આગમ ભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહેવામાં આવેલ છે. એ તો પ્રથમથી જ મોક્ષ સ્વરૂપ છે અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણ સ્વભાવે પ્રગટ થાય તે વ્યકિતરૂપ મોક્ષ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એમ અનંત ચતુષ્ટય પ્રગટ થતાં તે વ્યકતરૂપ મોક્ષ છે અને તે મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે, પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષમાર્ગના કારણથી થાય છે, પર પદાર્થ એનું કારણ નથી, તેમ ત્રિકાળી
દ્રવ્ય પણ એનું કારણ નથી. વાસ્તમાં તો તે તે પર્યાયનું શુધ્ધ ઉપાદાન જ તે પર્યાયનું (મોક્ષનું) કારણ છે. મોક્ષમાર્ગની પર્યાયને અહીં મોક્ષનું કારણ કહ્યું છે. એ પણ અપેક્ષાથી વાત છે. મોક્ષમાર્ગની જે પર્યાય છે તે વ્યય થઇને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે, પણ એમ નથી કે જોર કરીને તે મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે છે વા કરાવી દે છે. આવી વાત છે. આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઇ! તારો ચૈતન્ય ખજાનો અંદર મોક્ષ સ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઉતરીને એમાંથી જોઇએ એટલું કાઢ: સમ્યગ્દર્શન કાઢ, સમ્યજ્ઞાન કાઢ, સમક્યારિત્ર કાઢ, કેવળ જ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ, અહા! સદા કાળ એમાંથી પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ લીધા ન કર; તારો ખજાનો ખૂટે એમ નથી. અહા! તારું આત્મ દ્રવ્ય અવિનાશી અનંતગુણ સ્વભાવથી ભરેલું અહા મોક્ષસ્વરૂપ જ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અહા! આવા નિજ સ્વભાવનું જ્ઞાનશ્રધ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતા શી વાર ! જેણે અંતરમાં શક્તિરૂપ મોક્ષ ભાળ્યો તેને મોક્ષના ભણકાર (૧૪) ભગવાન આત્મા ત્રિકાળી પ્રભુ એક સમયની પર્યાય વાળો પણ નથી. એ તો સહજ અનંતજ્ઞાન, અનંત સુખામૃત, અનંતચિત્થતિ ને ત્રિકાળ શ્રધ્ધાથી ભરપૂર ભરેલો ભગવાન છે. એવા નિજ આત્મ સ્વરૂપને ભાવવું-અનુભવવું, અર્થાત એમાં એકાગ્રતા ને રમણતા-લીનતા કરવી. અહીં ભાવવો એટલે વિકલ્પ કરવો એમ વાત નથી પણ પ્રથમ તેને શ્રધ્ધામાં લઇને શેય બનાવીને પછી તેમાં રમવું-લીન થવું એમ વાત છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે ને આ મોક્ષમાર્ગ છે. (૧૫). આત્માનાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. (૧૬) મોક્ષનો પ્રથમમાં પ્રથમ ઉપાય આત્મામાં ભેદજ્ઞાન જયોતિ પ્રગટ કરવી તે છે; તેને સમ્યજ્ઞાન જયોતિ કહે છે. જેમ અંધકારના કારણે બધી ચીજ જુદી જુદી જણાય નહિ તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં મન, વાણી, દેહ, પુણય, પાપ વગેરે આત્માથી જુદા છે તે જુદા જણાય નહીં, પણ ભેદજ્ઞાન પરથી