________________
ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે. ત્યારે પોતે) ભાવોનું વિશ્વરૂપ પણું (અનેકરૂપપણું) રહ્યું હોવાને લીધે તેને જે વિવિધ પ્રકારના ગુણપર્યાયપણું હોય છે તે પર સમય અર્થાત્ પર ચારિત્ર છે, તે જ (જીવ) જયારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી હોડીને અશ્વયંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું છું હોવાને લીધે તેને જે નિશ્ચિત ગુણપર્યાયપણું હોય છે તે સ્વ સમય અર્થાત્ સ્વચરિત્ર છે. હવે, ખરેખર જો કોઈ પણ પ્રકારે સમ્યજ્ઞાન જયોતિ પ્રગટ કરીને ઝીવ પર સમયને છોડી સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે, જેથી ખરેખર (એમ નકકી થાય છે કે, જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. (૫) (૯) આગમજ્ઞાન(૯) તે-પૂર્વક તત્ત્વાર્થ શ્રદ્ધાન અને (૯) તે બન્ને-પૂર્વક સંયતપણું-એ ત્રણેનું સાથે હોવું તે જ મોક્ષમાર્ગ છે. (૬) પોતાના આત્માની શુદ્ધિનો પંથ-રસ્તો-માર્ગ-ઉપાય. તેને અમૃતમાર્ગ, સ્વરૂપમાર્ગ અથવા કલ્યામમાર્ગ પણ કહેવાય છે. (૭) મોક્ષનું કારણ (૮) સંસારી જીવ દ્રવ્ય અપેક્ષાઓ જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત (નિશ્ચયપણે રહેલો) હોવા છતાં, જયારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરકત ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે પોતે) ભાવોનું વિશ્વરૂપણુમું (અનેકરૂપપણું) રહ્યું હોવાને લીધે તેને જે અનિયત ગુણ પર્યાયપણું હોય છે તે પર સમય અથાત્ પરચારિત્ર છે, તે જ (જીવ) જયારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું રહ્યું હોવાને લીધે તેને જે નિયત ગુણપર્યાયપણું હોય છે તે સ્વસમય અર્થાત્ સ્વચારિત્ર છે. હવે, ખરેખર જો કોઈપણ પ્રકારે સમ્યજ્ઞાન જયોતિ પ્રકટ કરીને જીવ પર સમયને છોડીને સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે, જેથી ખરેખર (એમ નકકી થાય છે કે, જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. (૯) મોક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે.
૭૭૫ અગમ્ય - માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં કુળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે. અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળ :- મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે, અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલીક વખત જાય તે તેને સમજતાં વધારે વખત જવો જોઈએ, તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં, અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય તો કોઈ દિવસ પાર આવે નહી, પણ તેની સંકલના છે, ને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે અંતર્મુહર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. આ જીવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તો પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખ દશાએ પરિણમ્યા હોય તો તલ્લણ મુકત થાય. પરમ શાંત રસમય ભગવતી આરાધના જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે, કારણ કે આ આરા-કાળમાં તે સહેલું સરલ છે. (૧૦) (૯) આગમજ્ઞાન (૯) તપૂર્વક તત્ત્વાર્થ શ્રધ્ધાન અને (૯) તે બન્નપૂર્વક સંયતપણું -એ ત્રણેનું સાથે હોવું તે જ મોક્ષમાર્ગ છે. (૧૧) આત્મ આત્માને જાણી-શ્રધ્ધી આત્મામાં જ વર્તે એ જ મોક્ષ માર્ગ છે. (૧૨) રાગથી આઘો ખસીને જ્ઞાન વડે અંતરના સ્વભાવમાં ઘૂસી જાય ત્યારે શુધ્ધ આત્માના અપૂર્વ અનુભવસહિત મોક્ષમાર્ગ શરૂ થાય છે. (૧૩) અંતરના આશ્રયે રાગ રહિત રૂચિ થઇ અંતર સ્થિરતા થાય તે સાચો મોક્ષમાર્ગ છે. ત્યારે કર્મરૂપી પ્રતિબંધનો અભાવ છે ને બીજી સહકારી સામગ્રીનો સદ્ભાવ હોય છે, મોક્ષદશામાં શરીરની નગનદશાનો નિયમ છે. મોક્ષદશામાં મનુષ્યપણું, બાદરપણું,ઉત્તમ સંહનન વગેરે સહકારી સમર્થ