________________
તો પણ વિકારને ટાળવાનું સામર્થ્ય પોતામાં ભયું છે તેને ઓળખીને તેમાં સ્થિર થાય તો વિકારનો નાશ થાય અને મોક્ષની શુધ્ધ પર્યાય પ્રગટે. મોટાની પર્યાય પ્રગટવાનું કારણે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં અનેક જાતનો વ્યવહાર આવે છે. આ વ્યવહાર ન માને તો જ્ઞાન ખોટું અને નિશ્ચય સ્વરૂપ ન માને તો શ્રધ્ધા ખોટી વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવી શ્રધ્ધા, તેવું જ્ઞાન અને તેવું જ આચરણ કરવાથી મોક્ષ પર્યાય પ્રગટે છે.
મોની પ્રાપ્તિ માટે શું કરવું ? :અંતર્મુખ દિષ્ટ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દિષ્ટ વડે જ ભેદશાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદર શુધ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુઆત્મ પદાર્થ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ છે ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિ કાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ
એક ઉપાય છે.
મોક્ષનો પંથ ઃઅનંત કાળથી જીવે બધું કર્યું છે પણ વિકારી ભાવથી છૂટા પડવાનો પ્રયત્ન કર્યો નથી. અવિકારી સબંધ સ્વરૂપ આત્માને સમજયે જ મોક્ષનો પંથ પ્રગટે છે. મોક્ષને સાધવા રૂપ દોરી હાથમાં આવે છે; સમ્યજ્ઞાન થતાં જ આસવોથી ભેદજ્ઞાન થાય છે.
મોક્ષનો માર્ગ સમ્યક્ત્વ જ્ઞાનયુકત ચારિત્ર કે જે રાગદ્વેવષ રહિત હોય તે જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા ભવ્ય જીવોને, ક્ષીણકષાયપણું હોતાં જ મોક્ષનો માર્ગ હોય છે. (૨) સર્વ વિરતિપણું
મોડાનો રાજમાર્ગ :સર્વવિરતિપણું
મોાભાવ નિજસ્વરૂપમાં વાસ
મોામાં આત્મા ક્યા રૂપે રહે છે? ઃમુક્તિ અવસ્થામાં આત્મા પરસંયોગ રહિત સ્વસ્વભાવમાં વ્યવસ્થિત, નિસ્તરંગ સમુદ્રસમાન, સર્વ પ્રકારની ઉત્સુકતાથી રહિત, સર્વથા કલેશવર્જિત, કૃતકૃત્ય નિષ્કલંક નિરાબાધ અને સદા આનંદરૂપ રહે છે. - એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે.
મોક્ષ પામેલો જીવ કયા રૂપે રહે છે. એનું આ બહુ જ સુંદર અને સરસ વ્યાપક સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અને તે એ છે કે મુતાત્મા સમસ્ત પર સંબંધોથી રહિત થઇ પોતાના જ્ઞાન-દર્શન સ્વભાવમાં પૂર્ણપણે વ્યવસ્થિત
મોક્ષામાં જીવનો સદ્ભાવ છે તેનાં કારણો ઃ
દ્રવ્ય, દ્રવ્યપણે શાશ્વત છે,
નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે.
દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય (થવા યોગ્ય, પરિણામવા યોગ્ય) છે,
દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયોરૂપે અભાવ્ય (નહિ થવા યોગ્ય) છે,
દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે.
દ્રવ્ય સદ્રવ્યથી સદા અશૂન્ય છે,
(૧)
(૨)
(3)
(૪)
(૫)
(૦)
(c)
૭૭૩
રહે છે. નિસ્તરંગ સમુદ્ર સમાન સમસ્ત રાગાદિ વિકલ્પોથી શૂન્ય રહે છે. કોઇ પણ પ્રકારનું દુઃખ કલેશ કદી તેમની પાસે ફરકી શકતું નથી. તેમનું કોઇપણ પ્રયોજન સિધ્ધ થવા માટે બાકી નથી રહેતું. દ્રવ્ય-ભાવાદિરૂપે સર્વ પ્રકારના મળ અને વિકારોથી રહિત થાય છે. તે કોઇને કોઇ બાધા પહોંચાડતા નથી, અને ન તેમને કોઇ કોઇ પ્રકારની બાધા પહોંચાડી શકે છે તે પોતાના સ્વરૂપમાં મગ્ન થયા થકા સદા આનંદમય રહ્યા કરે છે. કારણ કે તેનાથી અધિક સુંદર અને સ્પૃહણીય બીજું કોઇ પણ રૂપ વિશ્વમાં કયાંય નથી-આખું વિશ્વ તેના જ્ઞાનમાં ઝળકે છે.
T
કોઈ જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે,
કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં સાંત અજ્ઞાન છે. આ બધું અન્યથા નહિ ઘટતું થયું, મોક્ષમાં જીવના સદ્ભાવને જાહેર કરે છે.
(મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉકત આઠ ભાવો ઘટે જ નહિ.
જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો
(૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે-એ વાત કેમ ઘટે ?
(૨)
દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયોનો નાશ થયા કરે છે-એ વાત કેમ ઘટે ?
(૩ થી ૬) દરેક પર્યાય સર્વદા અનાગત પર્યાયો ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય, સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે
એ વાતો કેમ ઘટે ?
(૭) કોઈક જીવમાં દ્રવ્યમાં અનંત જ્ઞાન છે –એ વાત કેમ ઘટે ?