________________
અસ્થિરતા-અવિરતિ-એત્રણ વિકારી પરિણામ મોહમાં જોડાવાથી ઉત્પન્ન થાય છે. (૧૫) સ્વરૂપમાં ભ્રાન્તિ એટલે કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું તે જ અનંત સંસારનું કારણ છે. સમ્યગ્દર્શન વડે તેનો નાશ થાય છે. (૧૬) મોતના ત્રણ ભેદ છે. -દર્શન મોહ, રાગ અને દ્વેષ (૧) પદાર્થના યર્થાથ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચો અને
મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે દર્શનામીહના ચિહ્ન છે.
ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે. અને (૩). અનિષ્ટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિહ્નોથી ત્રણે
પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુઓએ તેનો તત્કાળ નાશ કરવો
યોગ્ય છે. (૧૭) પર સાથે એકત્વબુધ્ધિ તે મિથ્યામોહ, આ મોહ અપરિમિત છે, તથા અસ્થિરતારૂપ રાગાદિ તે ચારિત્ર. મોહ, આ મોહ પરિમિત છે. (૧૮) પર વસ્તુ પ્રત્યેનો ઉત્સાહભાવ (૧૯) સ્વરૂપની અસાવધાની. તે વડે અનાદિથી પર ચીજ મારી, પુણય-પાપ મારાં એમ જીવ માને છે. આમ પરાધીનદષ્ટિ હોવાથી તેને સ્વતંત્ર થવાની વાત ગમતી નથી. (૨૦) પરમાં મારાપણનો ભાવ (૨૧) મૂર્છા; પર વસ્તુમાં મૂઝાઇ જવું તે, મોહ તે હું છું તે માનવું (૨૨) પર વસ્તુ પ્રત્યેનો ઉત્સાહભાવ-મમત્વભાવ (૨૩) મોહના ત્રણ પ્રકાર છે; અજ્ઞાન-રાગ-દ્વેષ-અજ્ઞાન કહો કે મોહ કહો. એમ મોહ-રાગ અને દ્વેષ એ ત્રણ મોહના પ્રકાર છે. (૧) પદાર્થનું
અયથાર્થ ગ્રહણ અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપે
ન માનતાં તેમના વિશે અન્યથા સમજણ (૨) તિર્યંચો-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ અને
વિષયોનો સંગ અર્થાત્ ઇષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને
અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ આ ત્રણ મોહના લિંગો છે.-દર્શનામોહ, રાગ અને દ્વેષ
૭૭૯ (૧) પદાર્થોના યર્થાથ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા
તિર્યંચોને મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે
દર્શનમોહના ચિહ્ન છે. (૨) ઇષ્ટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિહ્ન છે અને (૩) અનિટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિહ્નોથી ત્રણ પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ તેનો
તત્કાળ નાશ કરવો યોગ્ય છે. (૨૪) સ્વરૂપમાં અસાવધાની અને પરમાં સાવભાની. રાગદ્વેષની ક્રિયારહિત મારું સ્વરૂપ છે, તેવું ભાન ન હોવું તે મોહ તેને કારણે પરમાં રમણતા કરે છે. પરની કર્તુત્વ બુધ્ધિ તે પરમાં સાવધાની છે. (૨૫) સ્વરૂપની અસાવધાની. તે વડે અનાદિથી પર ચીજ મારા, પુય-પાપ મારું એમ જીવ માને છે. આમ પરાધીન દ્રષ્ટિ હોવાથી તેને સ્વતંત્ર થવાની વાત ગમતી નથી પણ તું પ્રભુ છો, પૂર્ણ છો, નિર્વિકારી છો, તેની શ્રદ્ધા કર, સ્વભાવની હા પાડતાં અંદરથી અનંતુ જોર આવશે. (૨૬) અજ્ઞાન (૨૭) સંપૂર્ણ બાહ્ય પદાર્થોને પોતાના આત્માના જે સુખ-દુઃખ થતા કલ્પવામાં આવે છે તે બધો મોહનો દોષ છે. મોહ-કર્મના ઉદયવશ જે દષ્ટિ વિકારાદી ઉત્પન્ન થાય છે તેમ જ કારણે આવી મિથ્થામાન્યતા બને છે, મોહના અભાવમાં આવું કદી બનતું નથી. (૨૮) મૂજીંબુદ્ધિ (૨૯) સ્વ-પરના એકપણાની ભ્રાન્તિ; મિથ્યાદર્શન (૩૦) આત્માનો અસાવધાનરૂપ ભાવ તે જીવ મોહ છે; અને તે ભાવ વખતે મોહનીય કર્મનો ઉદય તે અજીવમોહ છે. (૩૧) આકુળતા તે દુઃખ છે અને તેનું મૂળ મોહ છે એટલે મોહને લીધે આકુળ-વ્યાકુળ પરિણામ થાય છે. આખું જગત મોહાધીન થઇને દુઃખી થઇ રહ્યું છે, એમ હે શિષ, તું જો. પરમાત્મભાવનાના પ્રતિપક્ષી તે મોહ દર્શનમોહ તથા ચારિત્રમોહના ભેદથી બે પ્રકારે છે, એ મોહ આત્મભાવનામાં બાધક છે. બાહ્યમાં સ્ત્રી પુત્રાદિનો મોહ અવશ્ય તજવા યોગ્ય જ છે, તથા અત્યંતરમાં વાસનાના વશથી વસ્તુઓના સ્મરણરૂપ મોહ પણ વ્યાજ્ય છે. એમ મોહને તજીને આત્મામાં આત્મભાવના કરવી જોઇએ; એ શુધ્ધાત્મભાવના રૂપ તપશ્વરણ છે તે તપનું