________________
તો ભાવ્ય-વિકારી થાય નહિ, ઉદય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અક્ષયની અભાવ છે. જેથી ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી. મોહકર્મ છે એમ એની અસ્તિ સિદ્ધ કરી, હવે તે ફળદેવાના સામર્થ્યરૂપ પ્રગટ થયું- એટલે કે સત્તામાંથી તે પાકમાં -ઉદયમાં આવ્યું. જો જીવ તેને અનુસરીને ભાવ્ય-વિકાર કરે તો ઉદયને ભાવકપણે પ્રગટ થયો એમ કહેવાય અને મોહરૂપ થનાર જીવને ભાવ્ય કહેવાય છે. ભાવ્ય આત્માને ભેદજ્ઞાનના બળ દ્વારા દૂરથી જ પાછો વાળવાથી ઉદય તરફનું લક્ષ છૂટી જાય છે. અને પોતાના સ્વભાવ ઉપર લક્ષ જાય છે. આને મોહનું જીતવું કહે છે. જે સમયે ઉદય આવ્યો તે સમયે જ સાથે જ રાગનો અભાવ હોય છે, કારણ કે ઉદય આવ્યો ત્યારે તેના અનુસારે પરિણમન ન થયું અને તેથી રાગ ઉત્પન્ન જ થયો નહિ.
જે સત્તામાં મોહકર્મ છે તે હવે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે તે સમયે જ્ઞાનની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાવ્ય થવાની યોગ્યતા પણ છે. આ પ્રમાણે બન્નેની અસ્તિ સિદ્ધ કરી. હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત તરફનો આદર છોડી દે છે. કર્મના વિપાકનો અનાદર કરીને તે જ્ઞાની અંદર ભગવાન જ્ઞાયક ત્રિકાળીના આદરમાં-આશ્રયમાં જાય છે. જેને ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે, પોતાના ભાવમાં એનું ભાસન થવું જોઈએ. એમ ને એમ માની લે તે કામ આવે નહિ.
જ્ઞાનના સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ ભાવોથી પરમોક્ષ ભિન્ન એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જિતમોહ છે તેણે મોહને જીત્યો છે પણ હજુ ટાળ્યો નથી. મોહનો ઉપશમ કર્યો છે પણ ક્ષય કર્યો નથી. એટલો પુરુષાર્થ હજુ મંદ છે.
મુનિને અને સમકિતીને દૃષ્ટિમાં રાગનો અભાવ છે. જેથી કર્મના ઉદયે રાગ થાય છે એમ નથી. પરંતુ પર્યાયમાં રાગ થવાની લાયકાત છે તેથી ભાવક (કર્મ) તરફનું વલણ થતાં રાગરૂપ ભાવ્ય થાય છે. હવે મુનિ ભાવક જે
૩૮૧
મોહકર્મ તેની ઉપેક્ષા કરીને- તેનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ ત્રિકાળી ધ્રુવ ભગવાનનો આશ્રય કરે છે તેને જિમોહ જિન કહે છે. ભાઈ ! આ એક (જ્ઞાયક) ભાવ જેને યથાર્થ બેસે એને બધા ભાવ પર્યાય બેસી જાય પણ જેને એક ભાવનાં ઠેકાંણાં ન મળે તે નાખે કર્મ ઉપર. પણ તેથી શું થાય ? (સંસાર ન મટે)
કેવો છે જ્ઞાન સ્વભાવ ? આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક થવાનો સ્વભાવ છે. જેથી જ્ઞાન સ્વભાવ વડે તે શેયને “લોકને જાણે છે છતાં તે જ્ઞેયથી ભિન્ન રહે છે. શેયને બરાબર જાણતો હોવા છતાં શેયરૂપ થતો નથી. તરતો રહે છે એટલે જાણવા યોગ્ય શેયથી જુદા રહે છે. વળી તે જ્ઞાન સ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. જેથી જ્ઞાનની પર્યાય અંતરમાં આત્માને વિષય બનાવતાં તે પ્રત્યક્ષ થાય છે. આવો અવિનાશી ભગવાન આત્મસ્વભાવ પોતાથી જ સિદ્ધ અને પરર્માર્થ સત્ છે. અહાહ ! આત્મા તો ભગવાન છે પણ તેનો જ્ઞાનસ્વભાવ પણ ભગવાન છે. આ ભગવાનની સ્તુતિ છે. એટલે પોતે ભગવાન છે એની સ્તુતિ છે.
મોહકર્ષના બળપૂર્વક તિરસ્કાર :બળપૂર્વક મોહકર્મના તિરસ્કાર કર્યો કે જગતના કોઇ પણ પદાર્થનો હું કર્તા હર્તા નથી. જગતના કોઇ પણ પદાર્થો તથા કોઇ પણ શુભાશુભભાવ અને સુખરૂપ કે મદદગાર નથી એમ બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને સમસ્ત ભાવ્ય-ભાવક સંકટદોષ દૂર કર્યો. અહીં આચાર્યદેવે બળપૂર્વક મોહનો તિરસ્કાર કહીને પુરુષાર્થ બતાવ્યો છે. હું જ્ઞાયકજયોતિ ચૈતન્યમૂર્તિ છું, ર્નિદોષ અને નિરાવલંબન છું. દેવ, ગુરુ શાસ્ત્રનું પણ મને અવલંબન નથી એમ પરના અવલંબન વગર નિરાવલંબન સ્વભાવમાં એકાગ્ર થયો ને પરમાં જોડાયો નહિ એટલે મોહનો બળપૂર્વક તિરસ્કાર સહેજે થયો. બીજો કોઇ તિરસ્કાર કરવાનો નથી. પોતાનો નિર્વિકલ્પ, વીતરાગ સ્વભાવમાં સ્થિર થયો એટલે મોહનો તિરસ્કાર સહેજે થઇ જાય છે. આ જ ખરો પુરુષાર્થ છે, આ જ ખરો ધર્મ છે, અને આ જ ખરી ભગવાનની ભક્તિ છે.