________________
૩૮૦
સાધ્ય આ શરીર છે તેથી શરીરને અર્થે જે આહારાદિ લેવામાં આવે છે તે પ્રત્યે પણ મમતા ન કરવી. (૩૨) પર દ્રવ્યમાં મમત્વરૂપ પરિણામ તેને મોહ કહે છે. (૩૩) કર્તા કર્મપણાનું અજ્ઞાન (૩૪) સ્વરૂપમાં ભ્રાન્તિ એટલે કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. તે જ અનંત સંસારનું કારણ છે. સમ્યગ્દર્શન વડે તેનો નાશ થાય છે. (૩૫) પર વસ્તુ પ્રત્યેનો ઉત્સાહ; મારાપણાનો ભાવ (૩૬) મોહ અને ક્ષોભ રહિત પરિણામ, સામ્ય, ધર્મ, અને ચારિત્ર એ બધાં એકાર્ણવાચક છે. (૩૭) મિથ્યાદર્શન ; અતત્ત્વશ્રધ્ધાન (૩૮) આ જીવ જયાં સુધી ચેતન-અચેતનરૂપ પર પદાર્થોમાં પોતાપણાની-મારાપણાની બુધ્ધિ રાખે છે. પર પદાર્થોને પોતાના સમજે છે. ત્યાં સુધી મોહ-મિથ્યાત્વ વધતો રહે છે. (૩૯) મૂઢતા; ઘેલછા (૪૦) મોહજનિત રાગ-દ્વેષમાં બધા કષાયોનો સમાવેશ થાય છે. રાગમાં માયા, લોભ આ બે કષાયો અને હાસ્ય, રતિ તથા કામ (વેદ) આ ત્રણ નો કષાયોમાં સમાવેશ થાય છે અને દ્વેષમાં ક્રોધ, માન આ બે કષાયો તથા અરતિ, શોક, ભય અને ગુપ્સા (ગ્લાનિ) આ ચાર નો કષાયોમાં સમાવેશ થાય છે. જે રાગ મિથ્યાદર્શન સહિત હોય છે તેને મોહ કહે છે. (૪૧) શુધ્ધ
આત્માની શ્રધ્ધારૂપ સમ્યક્તથી વિરુધ્ધ ભાવ અર્થાત્ મિથ્યાત્વ તે મોહ છે. મોહ રાશિ મોહની દુષ્ટ ગાંઠ મોહ મુગ્ધ મોહમાં પાગલ; મોહથી પાગલ થયેલા. ભ્રમણા ભ્રાન્તિમાં પડેલા મોહ યૂહ :મોહ સમૂહ(જે મુની સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી પોતાનું
સ્વરૂપ પર દ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત છે એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અશ્વયંત લીન થઈ નિજ સ્વભાવભૂત દર્શન જ્ઞાન ભેદોને આત્માથી
અભેદપણે આચરે છે. જે મુનિંદ્ર સ્વચારિત્રના આચરનાર છે. પ્રોહ અંધકાર :અજ્ઞાન અંધકાર મોહકર્મ કેવી રીતે જીતાય ? :જડ મોહકર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદયરૂપ
થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી અહીં જે કર્મ સત્તામાં પડયાં છે તેની વાત નથી. પણ ઉદયમાં આવ્યાં છે એની વાત છે. ઉદયપણે
જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવક કોને થાય છે? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર-ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે. અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જયાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. જેથી ભાવ્ય ભાવક બન્ને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. એ જિતેન્દ્રિય જિન થયો છે, પરંતુ હજુ ભાવ્ય-ભાવક-સંકરદોષ ટાળવાનો બાકી છે. ચારિત્ર-મોહનો ઉદય આવે છે અને તેના અનુસાર પ્રવૃત્તિ થવાથી ભાવ્ય-વિકારી દશા થાય છે. જ્ઞાની તે વિકારી ભાવ્ય ને ઉપશમ કરે છે. કર્મનો ઉદય આવે માટે તેને અનુસરવું જ પડે એમ નથી. પરંતુ કર્મનો ઉદય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય-વિકારી થાય છે. જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા, ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતાં, દૂરથી ઉદયથી પાછો વળીને, જ્ઞાયકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને મોહકર્મદોષ ભાવ્ય-ભાવસંકરદોષ ટળે છે. દૂરથી જ પાછોવાળીને એટલે શું ? ભાવક એવા ઉદયને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું અને પછી તેનાથી હઠ, પાછો વળે એમ નહિ, પરંતુ ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદય તરફનો વિકારી ભાવ્ય છયો જ નહિ તેને દૂરથી પાછો વાળ્યો એમ કહેવાય છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને દૂરથી જ પાછો વાળીને એમ કહ્યું છે. અહાહા ! ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી પરથી ભિન્ન હું એક જ્ઞાયક છું અમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદય તરફથી દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય જ, તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે.પરંતુ ભેદ જ્ઞાનના બળ વડે કર્મથી દૂર જ પાછો વળી ઉદયને અનુસરે નહિ