________________
મોહાદશા આત્માની અવસ્થામાં વિકારરહિત સર્વથા નિર્મળપણું તેનું નામ મોક્ષદશા છે.
મોડાનું કારણ :નિશ્ચય-વ્યવહાર રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ મોાનું ફળ કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે રૂપ મોક્ષનું ફળ છે. (૨) ભગવાન કુન્દકુન્દાચાર્ય જગત પાસે જાહેર કરે છે કે વિકાર અને ગુણના પ્રકારના ભેદ રહિત એકલો જ્ઞાયક છું એવી દિષ્ટ વડે અખંડ સ્વભાવની શ્રધ્ધા કરવી તે જ મોક્ષનું મૂળ છે. વ્યવહાર સમજાવવા માટે બીજા પદાર્થો છે તેનાથી આત્માને જુદો દેખાડવા માટે કથનથી ગુણગુણીના ભેદ પાડે, પણ વસ્તુને અખંડ જ્ઞાયકપણે જોતાં તેના અનંતગુણ એકરૂપ અનુભવમાં આવે છે, તેમાં વિકલ્પ નથી, બુધ્ધિપૂર્વક વિકલ્પનો ખ્યાલ પણ નથી, એવી શ્રધ્ધાનું જોર તે પ્રથમ જ ધર્મનો ઉપાય છે ને તે જ મુક્તિનું કારણ છે. મોકાના પ્રકાર :શ્રી જયસેનાચાર્ય દેવ વીતરાગી સંત મુનિવર કહે છે- મોક્ષના બે પ્રકાર છે. એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યકિતરૂપ મોક્ષ. ત્યાં પર્યાયમાં પરિણમન થઇને આત્માનો પૂર્ણ લાભ વ્યકતરૂપે પ્રાપ્ત થવો તે વ્યકિતરૂપ મોક્ષ છે. અને જે વસ્તુ જે શુધ્ધ પારિણામિક સ્વભાવે છે તે શકિતરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ પરમ સ્વભાવરૂપ જે શુધ્ધ શક્તિરૂપ મોક્ષ છે. તેમાં મોક્ષ કરવો છે એમ નથી.
એ તો પ્રથમથી જ મોક્ષ સ્વરૂપ છે અને તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણ સ્વભાવે પ્રગટ થાય તે વ્યકિતરૂપ મોક્ષ છે.
અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એમ અનંત ચતુષ્ટય પ્રગટ થતાં તે વ્યકતરૂપ મોક્ષ છે અને તે મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે, પર્યાયમાં જે મોક્ષ થાય છે એ મોક્ષમાર્ગના કારણથી થાય છે, પર પદાર્થ એનું કારણ નથી, તેમ ત્રિકાળી દ્રવ્ય પણ એનું કારણ નથી. વાસ્તમાં તો તે તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે પર્યાયનું (મોક્ષનું) કારણ છે.
મોક્ષમાર્ગની પર્યાયને અહીં મોક્ષનું કારણ કહ્યું છે. એ પણ અપેક્ષાથી વાત છે. મોક્ષમાર્ગની જે પર્યાય છે તે વ્યય થઇને મોક્ષની પર્યાય પ્રગટ થાય છે,
૭૭૨ પણ એમ નથી કે જોર કરીને તે મોક્ષની પર્યાયને ઉત્પન્ન કરી દે છે વા કરાવી દે છે. આવી વાત છે.
આત્માનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ અને એના આશ્રયે પ્રગટ થતો મોક્ષમાર્ગ સમજાવીને અહો! આચાર્ય ભગવાને અંતરનો ખજાનો ખોલી દીધો છે. હે ભાઇ! તારો ચૈતન્ય ખજાનો અંદર મોક્ષ સ્વભાવથી ભરપૂર છે. એમાં અંદર ઉતરીને એમાંથી જોઇએ એટલું કાઢઃ સમ્યગ્દર્શન કાઢ, સભ્યજ્ઞાન કાઢ, સમ્યક્ચારિત્ર કાઢ, કેવળ જ્ઞાન કાઢ અને મોક્ષ કાઢ. અહા! સદા કાળ એમાંથી પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ લીધા ન કર; તારો ખજાનો ખૂટે એમ નથી. અહા! તારું આત્મ દ્રવ્ય અવિનાશી અનંતગુણ સ્વભાવથી ભરેલું અહા મોક્ષસ્વરૂપ જ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અહા! આવા નિજ સ્વભાવનું જ્ઞાનશ્રધ્ધાન થયું તેને મોક્ષ પ્રગટતા શી વાર ! જેણે અંતરમાં શક્તિરૂપ મોક્ષ ભાળ્યો તેને મોક્ષના ભણકાર આવી ગયા ને તેને અલ્પકાળમાં જ વ્યકિતરૂપ મોક્ષ થાય છે.
વસ્તુ-ધ્રુવ આત્મ દ્રવ્ય શક્તિરૂપે મોક્ષ ત્રિકાળ છે, અને એના આશ્રયે વ્યકિતરૂપ મોક્ષ નવો પ્રગટે છે. પર્યાયમાં મિથ્યાત્વ હો કે સમ્યકત્વ હો, બંધન હો કે મોક્ષ હો; દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ મોક્ષ સ્વરૂપ જ છે, તેમાં બંધન નથી, આવરણ નથી, અશુધ્ધતા નથી કે અલ્પતા નતી. અહાહા....! વસ્તુ તો સદા પરિપૂર્ણ જ્ઞાનધન-આનંદધન પ્રભુ મોક્ષ સ્વરૂપ જ છે, અહા...! આવા નિજ સ્વભાવનું અંતર્મુખ થઇને ભાન કરનારને પર્યાયમાં બંધન ટળીને પૂરણ શુધ્ધ મોક્ષદશા થવા માંડે છે. અહો! આવો અલૌકિક મોક્ષનો માર્ગ છે અને એનું નામ ધર્મ છે.
મોળાની પર્યાય કેમ પ્રગટે ? :અનાદિથી ચૈતન્ય પરમ પારિણામિક પરમ સ્વભાવરૂપ
છે તેને નહિ માનતાં, પરને પોતાનું માનવા રૂપ ઊંધી માન્યતા, પરને પોતાનું જાણવારૂપ અજ્ઞાન ને પરમાં સ્થિર થવારૂપ અવિરતિ એમ આત્માની અવસ્થામાં ત્રણ પ્રકારનો પરિણામ વિકાર દેખવો; આત્માની વિકારી અવસ્થા આત્માથી થાય છે. તેમ દેખો. નિર્મળ અવસ્થા થવાનું સામર્થ્ય હોવા છતાં તેને ભૂલીને ત્રણ પ્રકારનો આત્મામાં પરિણામ વિકાર થાય છે.