________________
(૮) કોઈક જીવદ્રવ્યમાં સાંત અજ્ઞાન છે (અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાન પરિણામનો અંત આવે છે.) એ વાત કેમ ઘટે ? માટે આઠ ભાવો દ્વારા મોક્ષમાં જીવની હૈયાતી સિદ્ધ થાય છે. )
૧.
જે સમ્યક્ત્વથી વ્યુત છવાનો ન હોય એવા સમ્યક્ત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે ચ્યુત થવાનો હોય એવા સમ્યક્ત્વી જીવને સાત જ્ઞાન છે.
૨. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય જીવને સાંત અજ્ઞાન છે.
ઓળમાર્ગ :અનાદિ-અનંત સદા એકરૂપ પરમ સ્વભાવ ભાવસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, તે મોક્ષમાર્ગ તે પરમ સ્વભાવભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવને એક વર્તમાન પર્યાયભાવ; આવા દ્રવ્ય પર્યાયરૂપ બંને સ્વભાવો વસ્તુમાં એક સાથે છે, વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ; દરેક સમયે તે નવી નવી પર્યાય પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે, ને બર્હિમુખ પરભાવમાં ઢળેલી હોય તો તે બંધનું કારણ છે, આમ બંધમોક્ષથી રમતું તારી પર્યાયમાં સમાય છે. બીજું કોઇ તારા બંધ મોક્ષનું કારણ નથી. પોતાના પરમ સ્વભાવમાં એકાગ્ર થઇને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. ધ્રુવ સામાન્યને ધ્યેયમાં લઇને જે દશા પ્રગટી તે નવી છે; ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જજૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને નવું ઉપજવું તે પર્યાયધર્મ છે તે ટકી રહેવું તે દ્રવ્ય સ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. અહો દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક અન્ય સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને સાક્ષાત્ જોઇએ ઉપદેશ્ય છે. અહા! આને સમજતાં તો તું ન્યાલ થઇ જાય અને તેના ફળમાં કેવલજ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે. (૨) સહજાનંદમય નિજ શુધ્ધ ચૈતન્યમય આત્મામાં લીન થવું એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રમય શુધ્ધ
૭૭૪
રત્નત્રય છે. (૩) જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. જીવ સ્વભાવ ખરેખર જ્ઞાનદર્શન છે કારણ કે તેઓ (જીવથી) અનન્યમય છે. જ્ઞાનદર્શનનું(જીવથી) અનન્યમયપણું હોવાનું કારણ એ છે કે વિશેષચૈતન્ય
અને સામાન્ય ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા જીવથી તેઓ નિષ્પન્ન છે.
(અર્થાત્ જીવથી જ્ઞાનદર્શન રચાયેલાં છે.) હવે જીવના સ્વરૂપભૂત એવાં તે જ્ઞાનદર્શનમાં નિયતઅવસ્થિત એવું જે ઉત્પાદ્યયૌવ્યરૂપ' વૃત્તિમય અસ્તિત્વ તે જે રાગાદિપરિણામના અભાવને લીધે અનિંદિત છે-તે ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે.
સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છેઃ
(૧) સ્વચારિત્ર અને (૨) પરચારિત્ર,
(૧) સ્વસમય અને (૨) પરસમય એવો અર્થ છે. ત્યાં સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે પરસારિત્ર છે. જેમાંથી (અર્થાત્ને પ્રકારના ચારિત્રમાંથી) સ્વભાવમાં અવસ્થિત અસ્વિરૂપ ચારિત્ર – કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યની અનિંદિત છે તે અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.
(આ જ ચારિત્ર પરમાર્થ શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે. અન્ય નહિ -એમ નહિ જાણતાં થકા, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતા થકા આપણો અનંત કાળ ગયો, આમ જાણીને તે જ જીવસ્વભાવ નિયત ચારિત્રની ક જે મોક્ષના કારણભૂત છે તેની- નિરંતર ભાવના કરેલી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.)
(૪) સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્ત્વરૂપ ચારિત્ર તે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. સંસારી જીવ, (દ્રવ્ય અપેક્ષાએ) જ્ઞાન દર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત (નિશ્ચયપણે રહેલો) હોવા છતાં જયારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરાગયુકત