________________
દ્રષ્ટિએ એક જ અર્થના વાચક છે. (૧૨) વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે સ્વાધીન છે. તેમાં દ્રવ્ય-ગુણ તો સદાય એકરૂપ પરિપૂર્ણ છે અને પર્યાયમાં જે અપૂર્ણતા છે તે પોતે જ કરી છે, કોઇ બીજાએ કરાવી નથી. આમ જો દ્રવ્યગુણ-પર્યાયનું સ્વાધીન સ્વરૂપ યથાર્થ જાણે તો પોતાના પરિપૂર્ણ સ્વાધીન સ્વભાવની એકાગ્રતા પર્યાયની અપૂર્ણતા ટાળીને પૂર્ણ દશા પ્રગટ કરે. પર્યાયમાં વિકાર હોવા છતાં વિકાર રહિત પૂર્ણ સ્વભાવનો વિશ્વાસ અને મહિમા લાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન કરે તો પૂર્ણ સ્વભાવના અવલંબને પર્યાયની પૂર્ણતા પ્રગટ કરેએનું નામ મોક્ષ. પરંતુ જે પોતાના પૂર્ણ સ્વભાવનો વિશ્વાસ અને મહિમા ન કરે અને વિકાર તથા પરના મહિનામાં જ અટકી જાય તે કદી વિકાર ટાળીને પૂર્ણ થવાનો પુરુષાર્થ પ્રગટ કરી શકે નહિ. (૧૩) મુક્તિ; સમસ્ત આઠે કર્મોનો નાશ થવાથી મોક્ષ થાય છે. તેથી પર્યાયમાં મહા આનંદનો લાભ મેળવાય છે. (૧૪) મુક્તિ; નિવૃત્તિ (૧૫) આત્માની સ્વતંત્ર, શુદ્ધ, પૂર્ણદશા પ્રગટ થાય તે મોક્ષ (૧૬) આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ નિર્મળ અવસ્થા; અથવા વિકારથી સર્વથા મુક્ત થતાં કર્મ બંધનથી છૂટી જવું તે. (૧૭) મોક્ષ બહારમાં નથી પોતાની પૂર્ણ નિર્મળ શક્તિ પ્રગટ કરી તે મોક્ષ. વિકારનો નાશ કર્યો ત્યાં જડ કર્મના અભાવની અપેક્ષાએ મોક્ષ થયો કહેવાય. વસ્તુ દષ્ટિએ મોક્ષ નવો નથી, અવસ્થાદષ્ટિએ નવો છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે અમે પ્રભુ તે તું પણ પ્રભુ છો. પુણય-પાપની ક્ષણિકવૃત્તિ ઉત્પન્વયંસી છે. તેના રક્ષમ સ્વભાવે તું નથી. તું વિકારનો નાશક જ છો. આમ ન માને તો જન્મમરણથી રખડવા સ્વતંત્ર છો. તને બળજોરીથી કોણ સમજાવે ? તું સમજવા ન માંગે તો તીર્થકર ભગવાનનું પણ ન માને તેવો છો. કોઇ કોઇનું માનતું નથી. પોતાને રુચે તે માને છે. સ્વભાવનો ભરોસો જાનથી બેસતાં અનંતા મોક્ષે ગયા છે. (૧૮) મોક્ષના બે પ્રકારઃ એક શક્તિરૂપ મોક્ષ, બીજો વ્યકિતરૂપ મોક્ષ. વસ્તુ જે શુધ્ધ પારિણામિક સ્વભાવે છે તે શક્તિરૂપ મોક્ષ ત્રિકાળ છે. ત્રિકાળ પરમ સ્વભાવભાવરૂપ જે શુધ્ધ શક્તિરૂપ મોક્ષ છે તેમાં મોક્ષ કરવો છે એમ નથી. એ તો પ્રથમથી જ મોક્ષસ્વરૂપ છે. પરંતુ ત્યાં પર્યાયમાં પરિણમન
થઇને આત્માનો પૂર્ણ લાભ વ્યકતરૂપે પ્રાપ્ત થવો તે વ્યકિતરૂપ મોક્ષ છે. મોક્ષ સ્વરૂપ શકિતરૂપે છે તેનો આશ્રય કરીને પર્યાય જે પરિપૂર્ણ સ્વભાવે પ્રગટ થાય તે વ્યકિતરૂપ મોક્ષ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંત વીર્ય-એમ અનંત ચતુષ્ટય પ્રગટ થયાં તે વ્યકતરૂપ મોક્ષ છે અને તે મોક્ષમાર્ગની પર્યાયથી પ્રાપ્ત થાય છે. એ મોક્ષ દ્રવ્યથી પ્રાપ્ત ન થાય એમ અહીં કહેવું છે. પર પદાર્થ એનું કારણ નથી, ત્રિકાળી દ્રવ્યપણ એનું કારણ નથી. વાસ્તવમાં તો તે-તે પર્યાયનું શુદ્ધ ઉપાદાન જ તે મોક્ષનું કારણ છે. (૧૯) મુક્તિ; નિવૃત્તિઃ સ્વસ્વભાવની ઉપલબ્ધિ (૨૦) આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ નિર્મળ અવસ્થા, અથવા વિકારથી સર્વથા મુક્ત થતાં કર્મબંધનથી છૂટી જવું તે (૨૧) છુટવાનું નામ મોક્ષ છે, અથવા જેના દ્વારા કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ ત્રણ પ્રકારનો છે-જીવ મોક્ષ, પુદ્ગલ મોક્ષ, અને જીવ-પુદ્ગલ મોક્ષ. એ જ પ્રમાણે મોક્ષના કારણો પણ ત્રણ પ્રકારના કહેવા જોઇએ. બંધ, બંધનું કારણ, બંધ પ્રદેશ, બધ્ધ અને બધ્ધમાન જીવ અને પુદ્ગલ; તથા મોક્ષ, મોક્ષનું કારણ, મોક્ષ પ્રદેશ, મુક્ત અને મુશ્યમાન જીવ અને પુદ્ગલ; આ સર્વ ત્રિકાળ વિષયક પદાર્થોને જાણે છે. એ સર્વજ્ઞ ઉત કથનનું તાત્પર્ય છે. (૨૨) નિજ શુધ્ધતાની પૂર્ણતા; સર્વ સમાધાન; અવિનાશી અને શાશ્વત ખરું સુખ; સાચું કાયમી સુખ (૨૩) આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ નિર્મળ અવસ્થા; અથવા વિકારથી સર્વથા મુકત થતાં કર્મબંધનથી છૂટી જવું તે. (૨૪) જન્મ-મરણમાંથી મુક્તિ; સિધ્ધ દશા (૨૫) આઠે કર્મનો સર્વથા નાશ થતાં આત્માની સર્વ પ્રકારે શુદ્ધ દશા થવી તે મોક્ષ છે. (૨૬) શુધ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિ તેને મોક્ષ કહે છે. (૨) મુક્તિ; નિવૃત્તિ; નિર્વાણ (૨૮) આત્માની છેલ્લામાં છેલ્લા પૂર્ણ નિર્મળ અવસ્થા; વિકારથી સર્વથા મુક્ત થતાં કર્મબંધનથી છૂટી જવું તે (૨૯) અનંત અનંત આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થાય એ મોક્ષ. આત્મામાં મહા આનંદનો લાભ એ મોક્ષ (૩૦) સ્વતંત્ર ઉપાદાન-સ્વભાવ દષ્ટિ તે મોક્ષ છે. (૩૧) આત્મામાં જ્ઞાનાનંદસ્વભાવ જેવો ત્રિકાળ છે તેવો પર્યાયમાં પ્રગટે તેનું નામ મોક્ષ, અને સગ્ગદર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું કારણ તે