________________
મીણો ચડી જાય :ઉત્સાહ જાગી જાય; વીર્ય ઉછળી જાય ખીનમેખ :કાંઈપણ શંકા ન હોવી, વાંધો-ખામી ન હોવી, અધો ન થવો, ફેરફાર
ન થવો (૨) જડબેસલાખ; વાંધો સાંધો નહિ થવો; શંકા રહિત; ફેરફાર
રહિત મીમાંસા :વિચાર; વિચારણા; તપાસ; સમાલોચના બોધ :કર્મ બંધનથી છૂટવું (૨) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ
મોક્ષ કહે છે. (૩) પોતામાં (આત્મામાં) પૂર્ણ નિર્મળ પર્યાય થવી તે મોક્ષ
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્મસિદ્ધિ. પોતાની શકિતમાં શુદ્ધતા પડી છે, તેમાંથી પરિપૂર્ણ વ્યકત શુદ્ધ દશા થવી તે મોક્ષ છે. મોક્ષ અહીં પર્યાયમાં થાય છે. જે સમયે ઊર્ધ્વગમનસ્વભાવી આત્મા ઉપર જાય છે. મોક્ષ અને ઊર્ધ્વગમનમાં સમયભેદ નથી. પોતાની જ્ઞાનશકિતમાંથી કેવળજ્ઞાન પ્રગટયું, દર્શનશકિતમાંથી કેવળદર્શન પ્રગટ થયું, આનંદશકિતમાંથી કેવળ આનંદ થયો વગેરે પ્રકારે બધી શુદ્ધતા થઈ તે મોક્ષ
તે મોક્ષ (૯) રાગ-દ્વેષનો સર્વથા ક્ષય હોય તે મોક્ષ (૧૦) પર્યાયમાં મહા આનંદનો લાભ તે મોક્ષ છે, મુક્તિ સમસ્ત આઠેય કર્મના નાશથી મોક્ષ થાય છે. આ નાસ્તિ કહી. કર્મના નામથી અસ્તિમાં શું મળ્યું ? તો કહે છેઃ સાક્ષાત્ મહા આનંદનો લાભ મેળવાય છે. ભગવાન આત્મા પૂર્ણ અમૃતનો સાગર પ્રભુ છે. તેમાંથી પૂર્ણ અમૃતનો પર્યાય પ્રગટ થાય એટલે કે આનંદથી ઝૂમતૃમ પરિતૃત પર્યાયનો લાભ થાય તેનું નામ મોક્ષ છે. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ મોક્ષ શક્તિરૂપ-ધૂવરૂપ તો ત્રિકાળ વિદ્યમાન છે જ, કેમ કે વસ્તુ છે તે મુકત સ્વરૂપ જ છે. બંધ સ્વરૂપ નથી. પણ તેની વર્તમાન પર્યાયમાં-વર્તમાન હાલતમાં-અવસ્થામાં સાક્ષાત્ મહા આનંદનો લાભ પ્રાપ્ત થાય ત્યારે પ્રગટરૂપે મોક્ષ થાય છે. પર્યાયમાં મહા અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનું નામ મોક્ષ છે. (૧૧) નિર્વાણ નામનું તત્ત્વ જેને સાત તત્વોમાં મોક્ષ નામથી ગણાવવામાં આવેલ છે. અને જેનું લક્ષણ સંસારપણાનો અભાવ છે.-અર્થાત્ જેમાં ભવપરિવર્તન નથી. જન્મ-મરણ નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયો દ્વારા વિષયગ્રહણ નથી, રાગ-દ્વેષ-મોહ નથી.ક્રોધ માન-માયા-લોભ નથી, હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા નથી. કામ વેદ નથી. કોઈ પ્રકારની ઇચ્છા નથી, તૃષ્ણા નથી, અહંકાર મમકાર નથી, સંયો-વિયોગ નથી, ઇટ વિયોગ અનિષ્ટ યોગ-જન્ય કોઇ કષ્ટ નથી, રોગ નથી, જરા નથી, બાળવૃદ્ધાવસ્થા નથી, ભૂખ-તરસ નથી, ખાવું-પીવું-સૂવું-જાગવું નથી. કયાંય જવા આવવાનું નથી, કોઇની સાથે તાલાપ નથી, કોઇ ધંધો-વ્યાપાર નથી, કોઇ જાતની સાધના-આરાધના નથી, માટી-ઇંટ-પથ્થર-ચૂના આદિના મકાનોમાં રહેવાનું નથી, સંસારનું કોઇ સુખ-દુઃખ નથી, અનિત્યતા-ક્ષણભંગુર નથી; અને ન કોઇ પ્રકારનું વિભાવ પરિણમન છે, તે સ્વ-સ્વભાવ-સ્થિત નિર્વિકાર શુધ્ધ શાશ્વત જ્ઞાનાનંદ સ્વરૂપને સંસારાવીત લક્ષણ કહે છે. આ લક્ષણથી યુકત નિર્વાણ તત્ત્વ વાસ્તવમાં એક જ છે મોક્ષ,મુક્તિ, નિવૃત્તિ સિદ્ધિ આદિ શબ્દ ભેદ અથવા સંજ્ઞા(નામ) ભેદને કારણે ભેદ હોવા છતાં પણ અર્થનો કોઇ ભેદ નથી. બધા નામ તાત્વિક
કેવળ જ્ઞાન લોકાલોકને જાણે તે તો વ્યવહાર છે.લોકાલોકને જાણે છે માટે કેવળજ્ઞાન અથવા મોક્ષ છે, એમ નથી જ્ઞાન, દર્શન,આનંદ,વીર્ય આદિની પર્યાયની પરિપૂર્ણતા છે, માટે મોક્ષ છે. મુકિતશિલા ઉપર રહેવું તે સિદ્ધપણું નથી. મુકિતશિલા ઉપર તો એકેન્દ્રિય-નિગોદના જીવો પણ છે. (૪) વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. ત્યાં પૅર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ
સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. (૫) મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? (૬) જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ તે મોક્ષ છે તેમ જ કર્મ પુદ્ગલોનો જીવથી અત્યંત વિશ્લેષ (વિયોગ) તે મોક્ષ છે. (૭) જીવની અશ્વત શુદ્ધ આત્મોપલબ્ધિ(તે મોક્ષ છે) તેમ જ કર્મ-પુલોનો જીવથી અશ્વયંત વિશ્લેષ (વિયોગ) તે મોક્ષ છે. (૮) આત્માની સ્વતંત્ર, શુધ્ધ, પૂર્ણ દશા પ્રગટ થાય