________________
વેળા જાડું થાય, કોઇ વાર નષ્ટ થઇ જાય, કોઇ વાર નવીન ઉપજે ત્યારે એ બધી ક્રિયાઓ શરીરાધીન થવા છતાં આ જીવ તેને પોતાને આધીન માની ખેદભિન્ન થાય છે. આ જીવ જયાં શરીર ધારણ કરે ત્યાં, કોઇ અન્ય ઠેકાણેથી પુત્ર, ધનાદિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે; તે સર્વે ને આ જીવ પોતાનાં જાણે છે, પણ એ બધાં તો પોતપોતાને આધીન હોવાથી કોઇ આવે, કોઇ જાય તથા કોઇ અનેક અવસ્થારૂપ પરિણમે, તે ક્રિયા તેમને આધીન છે, આ જીવને આધીન નથી, તો પણ તેને પોતાને આધીન માનીને આ જીવ ખેદ ખિન્ન થાય છે.
(૨) આ જીવ પોતે જે છે તેમ પોતાને માનતો નથી પણ જેમ નથી તે માને છે તે
મિથ્યા ધ્વનિ છે. પોતે અમૂર્તિક પ્રદેશોનો પૂંજ, પ્રસિધ્ધજ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધન વસ્તુપ છે, તથા મૂર્તિક પુદ્ગલ દ્રવ્યનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણો રહિત, નવીન જ જેનો સંયોગ થયો છે એવા આ શરીરાદિ પુદ્ગલ કે જે પોતાથી પર છે-એ બન્નેના સંયોગરૂપ મનુષ્ય, તિર્યંચાદિ અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે, તેમાં આ મૂઢ જીવ પોતાપણું ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શકતો નથી; જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. એ પર્યાયમાં
(૧)
જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણો છે, (૨) જે રાગાદિ ભાવો થાય છે તે વિકારીભાવો છે, તથા
(૩)
જે વર્ણાદિ છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે અને
(૪) શરીરાદિમાં પણ વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટાવું ઘણા જુદા જુદા પ્રકારે થાય છે; તે સર્વે પુદગલની અવસ્થાઓ છે. આ બધાને આ જીવ પોતાનું સ્વરૂપ માને છે; સ્વભાવ અને પરભાવનો વિવેક કરતો નથી; વળી પોતાથી પ્રત્યક્ષ ભિન્ન ધન-કુટુમ્બાદિકનો સંયોગ થાય છે તેઓ પોતપોતાને આધીન પરિણમે છે, તથા આ જીવને આધીન થઇ પરિણમતા નથી; છતાં પણ તેમાં આ જીવ મમકાર
૭૬૪
કરે છે કે આ બધાં મારા છે. પણ એ કોઇ પણ પ્રકારથી તેનાં થતાં નથી, માત્ર પોતાની માન્યતાથી જીવ તેને પોતાનાં માને છે.
(૩) મનુષ્યાદિ અવસ્થામાં કોઇવાળા દેવ,ગુરુ, શાસ્ત્ર અથવા ધર્મનું જે અન્યથા કલ્પિત સ્વરૂપ હોય તેની તો પ્રતીતિ કરે છે પણ તેઓનું જે યથાર્થ સ્વરૂપ છે તેની પ્રતીતિ કરતો નથી.
(૪) જગતની દરેક વસ્તુ અર્થાત્ દરેક દ્રવ્યો પોતપોતાને આધીન પરિણમે છે, પણ આ જીવ તેમ માનતો નથી અને પોતે તેને પરિણમાથી શકે અથવા કોઇ વખતે અંશે પરિણમાવી શકે-એમ માને છે.
ઉપર પ્રમાણે બધી માન્યતા મિથ્યાદષ્ટિની છે. પોતાનું અને પર દ્રવ્યોનું જેવું સ્વરૂપ નથી તેવું માનવું તથા જેવું છે તેવું ન માનવું એ વિપરીત અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે.
(૫) જીવ અનાદિ કાળથી અનેક શરીર ધારણ કરે છે; પૂર્વનું છોડી નવું ધારણ કરે છે; ત્યાં એક તો પોતે આત્મા (જીવ) તથા અનંત પુદ્ગલ પરમાણુમાં શરીર-એ બંન્નેના એક પિંડ બંધનરૂપે અવસ્થા હોય છે; તેમાં તે સર્વમાં આ હું છું એવી અહં બુધ્ધિ કરે છે. જીવ તો જ્ઞાનરૂપ છે અને પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ સ્પર્શાદ છે. એ સર્વને પોતાનું સ્વરૂપ માની આ મારાં છે એવી બુધ્ધિ કરે છે. હાલવું-ચાલવું ઇત્યાદિ ક્રયા શરીર કરે છે તે ને હું કરું છું એમ જીવ માને છે. અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન તરફ લક્ષ છે. છે તેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી અને મૂર્તિક એવું શરીર જ ભાસે છે, તેથી અન્યને પોતારૂપ જાણીને જીવ તેમાં અહંબુધ્ધિ ધારણ કરે છે. પોતાનું સ્વરૂપ પોતાને પરથી જુદું ન ભાસ્યું એટલે શરીર, જ્ઞાનાદિ ગુણ, ક્રોધાદિ વિકાર તથા સગા સંબંધીનો સમુદાય તે સર્વેમાં પોતે અહંબુધ્ધિ ધારે છે. વળી પોતાને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક ઘનિષ્ટ સંબંધ હોવાથી શરીરથી પોતાની ભિન્નતા યર્થાથપણે ભાસતી નથી. (આત્માના સ્થાનનું ચલન થતું હોય ત્યારે શરીરનું સ્થાન પણ ચલનરૂપ હોય જ – તેથી ઘનિષ્ઠ સંબંધ કહ્યો છે)