________________
આ રાગ મારો છે, ને પુય ભલું છે, જે શરીર મારું છે ઇત્યાદિ માન્યતારૂપ મિથ્યાત્વ એનો અનાદિકાલીન દુષ્ટ પાપરૂપ દુશ્મન છે, ને પુય-પાપના ભાવો તેની સેના છે. અહીં કહે છે કે સમસ્ત પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાનો નાશ કરવાના કારણ સ્વરૂપ એવો ભગવાન આત્મા અંદર છે. અહા! આવા નિજ સ્વરૂપની પ્રતીતિ ને એકાગ્રતા કરનાર તે સમસ્ત પાપની
સેનાનો નાશ કરી નાખે છે. સમજાણું કાંઇ ? મિથ્યાદર્શન : મોહ; જયાં સુધી ચેતન-અચેતનરૂપ પર પદાર્થોમાં પોતાપણાની
બુધ્ધિ રાખે છે-પર પદાર્થોને પોતાના સમજે છે ત્યાં સુધી મોહ-મિથ્યાત્વ વધતો રહે છે. (૨) પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ થાય, પરથી મને નુકશાન થાય એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહા પાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે, તે મહાપાપને શાસ્ત્રીય પરિભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત થાય છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે જીવો ક્રોધાદિને પાપ માને છે પણ તેનું મૂળિયું મિથ્યાદર્શરૂપ મહાપાપ છે. તેને ઓળખતા નથી. તો પછી તેને ટાળે કયાંથી ? (૩) પર અને પોતાને એકરૂપ માનવું તે મિથ્યાદર્શન છે. (૪) મોહ; જયાં સુધી આ જીવ પર પદાર્થોમાં ભલે તે ચેતના સહિત હોય કે ચેતના રહિત-પોતાપણાની બુધ્ધિ રાખે છે. તેને આત્મીય માને છેત્યાં સુધી મોહ વધતો રહે છે. ઉપર કહેલા ચેતન-અચેતનરૂપ પર પદાર્થોમાં આત્મીયતાની મતિરૂપપોતાપણાની -મારા પણાની પ્રવૃત્તિને પ્રાપ્તિ જીવને કર્મોનો મહાન આસવ થયા કરે છે. અને તેથી કર્માસવમાં જે ડૂબ્યાં રહે છે તેનો ઉધ્ધાર થતો નથી. (૫) ગૃહીત; અગૃહીત (૬) જ્ઞાન-ચારિત્ર=પરને અને પોતાને એક માનવું તે મિથ્યાદર્શન છે. પરને અને પોતાને એક જાણવું તે મિથ્યાજ્ઞાન છે, પર સાથે એકરૂપ લીનતા કરવી તે મિથ્યાચારિત્ર છે. ઊંધી માન્યતા, ઊંધુ જ્ઞાન, ઊંધુ ચારિત્ર (૭) જીવાદિ તત્ત્વોની વિપરીત શ્રધ્ધા (૮) પર મને લાભ કરે; હું પરને લાભ કરું; પર મને નુકશાન કરે; હું પરને નુકશાન કરે એવી ઊંધી શ્રધ્ધા
(૯) ખોટી માન્યતા (૧૦) તે દર્શનમોહનીય કર્મની પર્યાય છે. (૧૧)
ખોટી માન્યતા, નિજસ્વરૂપમાં ભ્રાન્તિ મિથ્યાદર્શન શલ્ય :ઊંધી માન્યતા, દર્શન મોહ, મૂળ પાપની જડ, સ્વરૂપની ઊંધી
માન્યતા; પર વસ્તુમાં મારાપણું; સ્વરૂપની ભ્રમણા (૨) હું રાગી-દ્વેષી છું. પુણ્ય કરવા જેવા છે. દેહની ક્રિયા કરીએ તો ગુણ થાય એમ અજ્ઞાનરૂપ વ્યવહારની પકકડ એટલે પરાવલંબનનો મિથ્યા આગ્રહ સંસારી જીવોને અનાદિથી છે. શુભ-અશુભ વિકારનું ઘણીપણું–કર્તાપણું માનવું તેને સર્વજ્ઞ
ભગવાને મિથ્યાદર્શન શલ્ય કહયું છે. મિથ્યાદર્શનનું ચોથું કારણ જયા સુધી આ જીવ ચેતન કે અચેતન કોઇ પણ પર
પદાર્થમાં પોતાની સ્વામીત્વ-ધણીપણાની બુદ્ધિથી વર્તે છે-પર પદાર્થને પોતાની માલિકીના માને છે ત્યાં સુધી કર્મોનું આગમન-આત્મપ્રવેશ રોકી શકાતું નથી. સ્ત્રી-પુત્રાદિના શરીરાદિમાં જે પોતાના સ્વામિત્વની બુધ્ધિ રાખે છે તે ચોથા પ્રકારની બુધ્ધિ છે. આ બુદ્ધિથી જયાં સુધી જીવ પ્રવર્તે છે ત્યાં
સુધી કર્મોનું આગમન રોકી શકાતું નથી. મિથ્યાદર્શનનું ત્રીજું કારણ મિથ્યાષ્ટિની આ બુદ્ધિ કે દેહાદિ વસ્તુ પહેલા હું
સ્વામી હતો, વર્તમાનમાં છું અને આગળ ભવિષ્યમાં પણ એનો સ્વામી થઇશ આ બુધ્ધિ કર્મોના આગમનની-આત્મપ્રવેશની કારણભૂત છે એવી
બુદ્ધિથી આત્મામાં કર્મોનો દ્રવ્ય તથા ભાવરૂપ આસવ કરાવનાર છે. મિથ્યાદર્શનનું બીજું કારણ આ કર્મજનક પદાર્થસમૂહ મારામાં છે, હું એનું કારણ
છું આ શરીરાદિક પદાર્થ મારામાં છે. મારી સાથે તાદાત્મય સંબંધને પ્રાપ્ત છેઅને જેનું કારણ (ઉપાદાન) હું છું એવી બુધ્ધિ જયાં સુધી આ જીવને રહ્યા
કરે છે ત્યાં સુધી મિથ્યાદર્શન દૂર થતું નથી. મિથ્યાદર્શનનું સ્વરૂપ : (૧) જીવને અનાદિથી મિથ્યાદર્શનરૂપ અવસ્થા છે. તમામ દુઃખનું મૂળ (સંસારની
જડ) મિથ્યાદર્શન છે. જેવું જીવને શ્રધ્ધાન છે તેવું પદાર્થ સ્વરૂપ ન હોય અને જેવું પદાર્થ સ્વરૂપ ન હોય તેવું એ માને તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જીવ પોતાને અને શરીરને એકરૂપ માને છે; શરીર કોઇ વેળા દૂબળું થાય, કોઇ