________________
૭૬૧
મિથ્યાત્વભાવ જીવની અવસ્થામાં થાય છે તે જીવ મિથ્યાત્વ છે. તે જીવની વિકારી અવસ્થા છે અને મિથ્યાત્વભાવ થવામાં સામું નિમિત્તકારણ જડમિથ્યાત્વ છે. આ શરીર મારું છે. આ રાગ મારો ભાવ છે, હું તે રાગ, શરીર, મકાન વગેરેનો કર્તા છું તેવી ઊંધી માન્યતાનો ભાવ જીવનો છે તેમ જીવનો મિથ્યાત્વભાવ થતી વખતે જડ કર્મમાં મિથ્યાત્વ નામની પ્રકૃત્તિનો ઉદય છે તે નિમિત્તરૂ૫ છે. કોઇ કહે છે કે આત્મામાં વિકાર અજ્ઞાનભાવે પણ થતો નથી તો તે વાત તદ્દન ખોટી છે, અવસ્થામાં વિકાર થાય છે, પર્યાયમાં વિકારનું અસ્તિત્વ છે. જો પર્યાયમાં વિકાર ન હોય તો સંસાર ન હોય, સંસાર ન હોય તો મોક્ષ પણ ન હોય. જો અવસ્થામાં વિકાર ન હોય તો તેને ટાળવા માટે પુરુષાર્થ કરવાનું કારણ શું? સત્ય સમજવાનું કારણ શું? માટે પર્યાયમાં શુભાશુભભાવરૂપ વિકાર છે અને તેને ટાળવાનો ઉપાય પણ છે, આત્મા પરથી નિરાળો, પરમ પવિત્ર શુધ્ધ ચિદાનંદ છે. તેની ઓળખાણ કરી તેની શ્રધ્ધા કરી તેમાં સ્થિર થવું તે શુભાશુભ વિકાર
ટાળવાનો ઉપાય છે. (૨૬) રાગ-દ્વેષરૂપ વિકાર પરનું કર્તવ્ય અને દેહાદિની ક્રિયાનું સ્વામિત્વ માનવું તે મિથ્યાત્વ છે. (૨૭) આત્મા અખંડ જ્ઞાયકમૂર્તિ છે અને ભૂલીને શરીર તે હું છું - વાણી તે હું છું-મન તે હું છું-શુભાશુભ પરિણામ તે હું છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે. (૨૮) રાગમાં એકતારૂપ પરિણમન તે મિથ્યાત્વ છે. (૨૯) મિથ્યાત્વના બે પ્રકાર છે. પર પદાર્થને પોતાના માનવારૂપ ઊંધો અભિપ્રાય તે જીવ મિથ્યાત્વ છે, તેનું બાહ્ય નિમિત્ત પામીને રજકણો મિથ્યાત્વકર્મપણે પરિણામે તે અજીવથિયાત્વ છે. ઊંધો ભાવ કરે પોતે પણ તે વખતે પૂર્વકર્મ હાજર હોય છે, ઊંધી માન્યતાના ભાવ વખતે દર્શન મોહનીય કર્મનો ઉદય નિમિત્તરૂપ છે. આવી જ રીતે અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ અને ક્રોધાદિ કષાયો-આ ભાવો જીવ અને અજીવના ભેદથી બન્ને પ્રકારે છે.
પોતાનું સ્વણેય ભૂલીને માત્ર પરણેય કરે અને તે પરણેયને પોતાનું જાણે તે જીવ અજ્ઞાન છે. તે જીવઅજ્ઞાનના ઊંધા ભાવ વખતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું નિમિત્ત છે તે અજીવઅજ્ઞાન છે. જડ કર્મ ઊંધો ભાવ આત્માને કરાવી દેતું નથી. પણ ઊંધો ભાવ જીવ પોતે કરે ત્યારે જડકર્મના ઉદયનું નિમિત્ત હોય છે. પર પદાર્થ પ્રત્યેની આસકિતનો અત્યાગભાવ તે જીવઅવિરતિ પોતાના સ્વભાવમાં સિથર નહિ રહેતાં અસ્થિર થઇ જાય તે અવિરતિ; સમ્યગ્દર્શન થતાં પર પદાર્થની આસક્તિનો શ્રધ્ધામાંથી ત્યાગ થઇ ગયો ન હોય, જે જે રાગ-દ્વેષના પરિણામ આવે તેનાથી જુદુ ભાન વર્તતું હોય તો પણ અસ્થિરતામાંથી આસકિત છૂટી ન હોય તેનું નામ જીવઅવિરતિ તે જીવ અવિરતિ વખતે અપ્રત્યાખાનાવરણીય આદિ ચારિત્રમોહનો ઉદય છે તે અજીવઅવિરતિ છે. આત્મા પ્રદેશોનું કંપન છે જીવ યોગ છે મન યોગ; વચનયોગ અને કાયયોગની પ્રકૃતિનો ઉદય તે જયોગ છે. આત્માનો અસાવધાન ભાવ તે જીવમોહ છે. અને તે ભાવ વખતે મોહનીય કર્મનો ઉદય તે અજીવમોહ છે. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક વગેરે કષાયભાવો જીવના પરિણામમાં થાય છે. તે જીવ ક્રોધાદિ કષાયો છે; તે ભાવો વખતે દ્રવ્યકર્મરૂપ ક્રોધાદિ કર્મ ઉદયમાં છે તે જડ ક્રોધાદિ કષાયો છે. એમ બધા વિકારી ભાવોમાં જીવ અજીવ બબ્બે પ્રકાર છે, સમ્યગ્દર્શનની “લ મિથ્યાત્વ, જ્ઞાનની ભૂલ તે અજ્ઞાન, ચારિત્રની ભૂલ અસ્થિરતા; મોહ ને ક્રોધાદિ તે ચારિત્રની ભૂલમાં સમાઇ જાય છે. (૩૦) અજ્ઞાન (૩૧) જીવનું જે (તત્વનું) અશ્રધ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. હું સુખરૂપ છું એવી પ્રતીતિ નહિ થતાં પરમાં સુખબુધ્ધિ થવી, પરમાં પોતાપણાની બુધ્ધિ થવી તે મિથ્યાત્વ છે. એવી માન્યતા થવામાં પૂર્વના મિથ્યાત્વકર્મના વિપાકનું નિમિત્ત છે. તે ઉદય તરફ આત્મા જોડાય છે. ત્યારે ભ્રાન્તિ થાય છે, કર્મ પરાણે કરાવે એમ નથી. (૩૨) મિથ્યાત્વ; સમ્યમિથ્યાત્વ અને સમ્યપ્રકૃતિ મિથ્યાત્વ (૩૩) વિપરીતપણું (૩૪) આ મિથ્યાત્વાદિ જ