________________
માનતાં વિપરીત માનું તે મિથ્યાત્વ છે. શરીર-વાણી-મન અને શુભાશુભ વિકલ્પ જેટલો હું છું તેમ માનવું તે મોટું જુઠાણું છે તે મિથ્યાત્વ અવસ્થા છે. (૧૧) જીવને પર્યાયમાં રાગદ્વેષ, પુણ્ય-પાપના ભાવ ને કામ,ક્રોધ, વિષયવાસના આદિના જે પરિણામ થાય છે તે પર દ્રવ્યથી-કર્મથી થાય છે એમ શંકા ન કરવી. અનૂકુળ સંયોગથી રાગ ઉત્પન્ન થાય ને પ્રતિકૂળ સંયોગથી દ્વેષ ઉત્પન્ન થાય-એવી માન્યતા મિથ્યાત્વ છે. ભાઇ! પરદ્રવ્યથી પરદ્રવ્યના પરિણામ નીપજે એ માન્યતા મિથ્યાત્વ છે. આ બધાં કારખાનાં હાલે છે ને ? ભાઇ! એને હું હલાવું છું એમ માને એ મિથ્યાત્વ છે.
ભગવાન! તું કોણ છો ? તને ખબર નથી પ્રભુ! પણ પર દ્રવ્યનું કાંઇ કરી શકે એવી તાકાત-યોગ્યતા પર દ્રવ્યમાં નથી. અહીં આ સ્પષ્ટ કહે છે કે-અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો-ગુણ એટલે પર્યાયનો-ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે. માટે કોઇ પણ પરદ્રવ્યનું કાર્ય હું કરી શકું અને પરદ્રવ્ય મારું કામ કરે–એમ તું માને એ મિથ્યાભ્રમરૂપ અજ્ઞાન છે. પાખંડ છે.
આ જીવને, પરનાં કામ હું કરું ને પર મારાં કામ કરે એવી ઊંધી માન્યતાનું શલ્ય-મિથ્યાશ્રધ્ધાન અનાદિથી જ છે. કોઇ વળી તે મિથ્યાશ્રધ્ધાન દર્શન મોહનીય કર્મના કારણે થયું એમ માને છે. પણ ભાઇ! એ તારી માન્યતા જૂડી છે. મોહ કર્મનું એમાં નિમિત્ત હો, પણ નિમિત્ત-પર દ્રવ્ય એને શું કરે ? કાંઇ ન કરે, નિમિત્ત-કર્મ જીવને રાગદ્વેષ મોહ ઉપજાવે છે એ વાત બીલકુલ જૂઠી છે. ત્રણ કાળમાં એ વાત સત્ય નથી. (૧૨) જે વસ્તુ જે રૂપે સ્થિત છે તેને તે રૂપે જ્ઞાન ન થતાં વિપરીતાદિ રૂપે જ્ઞાન જેના સંબંધથી થાય છે તેને મિથ્યાત્વ કહે છે. આ મિથ્યાત્વ સંપૂર્ણ કર્મરૂપ બગીચો ઉગાડવા અને વિસ્તારવા માટે જલસિંચન સમાન છે. સ્થિયાત્વનું આ વિશેષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેની પૂરેપૂરી લીલાનો સંકેત કરે છે. (૧૩) આત્મા જ્ઞાન-સુખાદિ અનંત ગુણનો પિંડ છે એમ ચૂકીને પાંચ ઇન્દ્રિયોના વિષયોથી મને સુખ થાય છે, અથવા પુણ્ય-પાપના પરિણામથી મને સહાય મળે છે એવી જે માન્યતા તે મિથ્યાત્વ છે. મિથ્યાત્વભાવ એટલે ભ્રાન્તિનો ભાવ, આત્માનો સ્વભાવ ચૂકીને સંયોગી ભાવને પોતાનો માનવો તે મિથ્યાત્વ તે
૭૫૯
બધા પુદગલના પરિણામ છે, તે આત્માનો સ્વભાવ નથી. ચૈતન્યની પર્યાયમાં પણ ચૈતન્યના અવિકારી અનુભવથી તેનો અનુભવ જુદો છે. માટે તે આત્માનો સ્વભાવ નથી તેથી તે જડ છે. (૧૪) પરમાં હું પણાની દી કલ્પના-માન્યતા, જુઠો ભાવ-શરીર હું છું, રાગ હું છું એવી જૂઠી માન્યતા તે મિથ્યાત્વ છે. અને તે પુણ્ય-પાપના ભાવનું મૂળ છે. પુણ્ય-પાપના ભાવનું મૂળ મિથ્યાત્વ છે. અને તેનું ફળ ચતુર્ગતિ-પરિભ્રમણરૂપ સંસ્વર છે. તેથી કહ્યું છે કે તે ભાવો પરસમય છે. (૧૫) ઊંધી માન્યતા; અજ્ઞાન એટલે ઊંધુ જ્ઞાન અને અવિરતિ એટલે ચારિત્રગુણનો વિકાર. આ ત્રણે ઉપયોગરૂપ છે. આ ત્રણે ચૈતન્યનો અરૂપી વિકાર છે. જે મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને અજ્ઞાન અજીવ છે તે તો પુદગલકર્મ છે અને જે અજ્ઞાન, અવરિત અને મિથ્યાત્વ જીવ છે તે તો ઉપયોગ છે. અજીવ મિથ્યાત્વાદિક પુદ્ગલકર્મ છે અને જીવમિથ્યાત્વાદિ છે તે જીવનો ઉપયોગ છે. (૧૬) પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અન્યથા શ્રધ્ધાન (૧૭) ઊંધી માન્યતા (૧૮) શુધ્ધ આત્માની શ્રધ્ધારૂપ સમ્યક્ત્વથી વિરુધ્ધ ભાવ તે મોહ અર્થાત્ મિથ્યાત્વ (૧૯) પરને અને પોતાને એક માનવું તે મિથ્યાદર્શન છે. પરને અને પોતાને અનેક જાણવું તે મિથ્યાજ્ઞાન છે. પર સાથે એક રૂપલીનતા કરવી તે મિથ્યાચારિત્ર છે. (૨૦) મિથ્યાત્વ અને મિથ્યાદર્શનમાં કંઇ તફાવત નથી, માત્ર બન્ને પર્યાયવાચક શબ્દ છે. (૨૧) દર્શન મોહનીય કર્મના ઉદયથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. તેથી તેને દૃષ્ટિ વિકારથી યુકત તત્ત્વો અને પદાર્થોના અશ્રધ્ધાનરૂપ સમજવું જોઇએ. વસ્તુના યર્થાથરૂપમાં પોતાની આ અશ્રધ્ધાના કારણે જ જ્ઞાનને તે મિથ્યાજ્ઞાન રૂપ કરે છે. તે મિથ્યાત્વના ગૃહીત,અગૃહીત અને સાંશિયક એવા ત્રણ ભેદો છે. અગૃહીતને નૈસગિક અને ગૃહીતને પરોપદેશિક કહે છે. અગૃહીત મિથ્યાત્વ જે પરોપદેશ વિના મિથ્યાત્વકર્મ ના ઉદયવશ તત્વોના અશ્રધ્ધાનરૂપ થાય છે તેને નૈસર્ગિકઅગૃહીતમિથ્યાત્વ કહે છે.ગૃહીત મિથ્યાત્વ જે પરોપદેશના નિમિત્તથી તત્ત્વોના અશ્રધ્ધાનરૂપ થાય છે તેને પરોપદેશિક અથવા ગૃહીત મિથ્યાત્વ કહે છે. સંશય મિથ્યાત્વ વસ્તુતત્વના યર્થાથ શ્રધ્ધાનમાં વિરૂધ્ધ અનેક કોટિને